હેલો! કેમ છો? મજામાં?
હવેથી આપણે દર અઠવાડિયે મહાભારત વિશે વાતો કરીશું. તમારા મનમાં એવો સવાલ જાગી શકે કે ચિત્રલેખામાં વળી મહાભારત શા માટે?
ઓકે, આ સવાલના જવાબમાં વળતો સવાલઃ મહાભારત શા માટે નહીં? શા માટે મહાભારત વિશે લોકોની જાણકારી ન વધવી જોઈએ?
સમગ્ર વિશ્વ નમ્ર બનીને આપણા મહાભારતને પશ્ચિમનાં ઈલિયડ અને ડેંસી જેવાં મહાકાવ્યોથી પણ વધુ સમૃદ્ધ અને મહાન ગણે છે. ફક્ત કદની જ વાત કરીએ તો પણ મહાભારતનું કદ ઈલિયડ-ઑડેંસીના સરવાળા કરતાં દસેક ગણું મોટું છે. માન્યું કે એકલા કદનું મહત્ત્વ નથી. મૂળ વાત એ છે કે મનોરંજન અને મંથનના મામલે મહાભારતમાં જેટલી સમૃદ્ધિ છે એટલી વિશ્વના અન્ય કોઈ ગ્રંથમાં નથી. મહાભારતમાં જેટલા રસ છે અને જેટલું ઊંડાણ છે એટલું બીજે ક્યાંય મળવું, એ પેલી અમિતાભવાળી ફિલ્મના ડૉનને પકડવા જેવું છે: મુશ્કેિલ હી નહી, નામુમકન.
આવા આ મહાકાવ્ય વિશે ભારતીયોની જાણકારી કેટલી? હા, પ્રાથમિક વાર્તા સૌ જાણે છે. પાંડવો અને કૌરવો ગાદીના મામલે બાખડ્યા અને એમાં બહુ બધા લોકો મર્યા એટલી મૂળભૂત વાર્તા ભારતના હિંદુ તો ઠીક, ઘણાખરા બિનહિંદુઓ પણ જાણે છે, પરંતુ મહાભારતની અસલી મજા એમાંની ઝીણી ઝીણી કથા-આડકથાઓમાં તથા એમાંથી ફલિત થતા બોધમાં છે.
એક કિસ્સો યાદ આવ્યો.
એક ભિખારી હતો. વર્ષોથી એ મંદિરની બહાર લાકડાંના એક ખોખા પર બેસીને ભીખ માગતો. એક દિવસ એક અજાણ્યો માણસ એની પાસે આવ્યો. ભિખારીએ ભીખ માગી.
પેલા માણસે કહ્યું: ‘મારી પાસે તને આપવા જેવું તો કશું નથી, પણ તું આ જે ખોખા પર બેઠો છે એમાં શું છે?’
‘એમાં તો શું હોય? એમાં કંઈ નથી. એ ખાલી ખોખું છે.’
‘તેં ક્યારેય એ ખોલીને જોયું છે? એક વાર જો તો ખરો.’ પેલા માણસે બહુ આગ્રહ કર્યો એટલે ભિખારીએ ખોખાનો ઉપરનો ભાગ તોડ્યો. એની આંખો પહોળી થઈ ગઈ. ખોખામાં સોનું ભરેલું હતું.
અલબત્ત, આ સત્ય ઘટના નથી, ફક્ત એક બોધકથા છે. આધ્યાત્મિક ગુરુ એખાર્ટ ટોલેએ પોતાના અતિ સફળ પુસ્તક ધ પાવર ઑફ નાઉનો આરંભ આ બોધકથાથી કર્યો છે. આ બોધકથાનો બોધ સાદો છે: બીજે બધેથી ભીખ માગવાનું બંધ કરીને ખુદની અંદર જો.
આ વાંચીને કોઈ એવો છણકો કરી શકે કે પણ હું ભિખારી થોડો છું?
Esta historia es de la edición March 06, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 06, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.