યુક્રેન સામેનું યુદ્ધ ખતમ કરવા અમેરિકા અને યુરોપના દેશોએ અનેક વખત રશિયાને સમજાવ્યા છતાં રશિયન પ્રમુખ પુતિન એ માટે તૈયાર ન થયા એટલે આ દેશોએ રશિયા સામે બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું: ક્રૂડ ઑઈલ સહિત રશિયા પાસેથી કોઈ ચીજ ખરીદવાની નહીં!
અમેરિકા અને યુરોપનાં દબાણને કારણે ઘણા દેશો એ બહિષ્કારમાં જોડાયા, પરંતુ ભારતે એ માટે ધરાર ઈનકાર કર્યો. ઊલટું, ભારતે રશિયા પાસેથી પેટ્રોલિયમની આયાત વધારી દીધી. અમેરિકા, જર્મની, બ્રિટન સહિતનાં રાષ્ટ્રોએ ભારત પર રીતસર પસ્તાળ પાડી. એ દિવસોમાં વિદેશમંત્રી એસ. જયશંકર જ્યાં જતા ત્યાં એમને એ વિશે અચૂક સવાલ પૂછવામાં આવતો અને એક શિસ્તબદ્ધ રાજદ્વારીની જેમ જયશંકર ઉત્તર વાળતા કે ભારત અને એની પ્રજાનાં હિતમાં અમારો નિર્ણય છે. રશિયા અમને સસ્તા ભાવે તેલ (ક્રૂડ ઑઈલ) આપે છે તો અમે કેમ ન ખરીદીએ?
ડિફેન્સ ફોરમ ઈન્ડિયાના યુસુફ ઊંઝાવાલા ચિત્રલેખાને કહે છે: ‘પશ્ચિમી દેશોએ રશિયા પર મૂકેલા આર્થિક-વેપારી પ્રતિબંધો વચ્ચે ભારતે ચતુરાઈથી પોતાનાં હિતો સાચવ્યાં. આપણે ૮૦ ટકાથી વધુ ક્રૂડ ઑઈલ આયાત કરીએ છીએ. એની આયાતમાં ઘટાડો ને ભાવમાં ભડકો થાય તો એ આર્થિક અને રાજકીય દૃષ્ટિએ દેશ માટે ઘાતક સાબિત થાત, પણ ભારતે રશિયાનું ઈલ ખરીદવાનો જે બાહોશ નિર્ણય લીધો એમાં આખી દુનિયાને લાભ થયો.’
યુસુફભાઈ ઉમેરે છે કે રશિયા પરના પ્રતિબંધ છતાં ઓપેક (ક્રૂડ ઑઈલ ઉત્પાદન કરતા દેશોનું મંડળ) દેશોએ તેલનું પ્રોડક્શન કટ કરવાની જાહેરાત કરેલી, જેથી તેલના ભાવ વધારી શકાય, પણ ભારતે રશિયાનું તેલ ખરીદી લેતાં વૈશ્વિક ભાવમાં સ્થિરતા જળવાઈ રહી. ભારતને તો રશિયન તેલ ડિસ્કાઉન્ટ પ્રાઈસમાં મળ્યું એ જુદું.
Esta historia es de la edición March 06, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 06, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.