આપણે ક્યાં હતા?
હા, સ્વર્ગના દ્વારે થયેલી માથાકૂટમાં યુધિષ્ઠિરે જીદ કરી કે શ્વાન તો મારી સાથે જ રહેશે. સ્વર્ગમાં શ્વાન સાથે પ્રવેશ ન મળતો હોય તો મારે સ્વર્ગ નથી જોઈતું. એ શ્વાન અસલમાં ધર્મદેવનું રૂપ હતો. યુધિષ્ઠિરે ધર્મ ખાતર સ્વર્ગને પણ જતું કરવાની તૈયારી દેખાડી અને એ સાથે જ યુધિષ્ઠિર એ પરીક્ષામાં મસ્ત રીતે પાસ થઈ ગયા. જો કે પરીક્ષા અહીં પૂરી ન થઈ. આ તો બારમાની, બોર્ડની એક્ઝામનું પણ માથું ભાંગે એવી પરીક્ષા હતી. એમાં એક પેપર પછી તરત યુધિષ્ઠિરને બીજું પેપર આપવામાં આવ્યું. આ બીજું પેપર તો આગલા કરતાં પણ અઘરું હતું.
થયું એવું કે સ્વર્ગમાં પ્રવેશ્યા પછી યુધિષ્ઠિરે જોયું તો દુર્યોધન સહિતના કૌરવો વટથી અને ટેસથી સ્વર્ગમાં બિરાજમાન હતા. અપ્સરાઓ એમની સેવામાં હાજરાહજૂર હતી. આ જોઈને યુધિષ્ઠિરને માઠું લાગ્યું. એમણે કહ્યું: ‘આ અન્યાયી, અધર્મી, નઠારા લોકો અહીં છે, પરંતુ મારા ભાઈઓ ક્યાં? મારી પત્ની ક્યાં? મને એમની પાસે લઈ જાવ, કારણ કે જ્યાં પ્રિયજનો છે ત્યાં સ્વર્ગ છે. જ્યાં પ્રિયજનો નથી ત્યાં સ્વર્ગ નથી.’
પછી એક દેવદૂત યુધિષ્ઠિરને બીજી જગ્યાએ દોરી ગયો. એ અત્યંત ભયાનક જગ્યા હતી. ત્યાં માથું ફાડી નાખે એવી દુર્ગંધ હતી, ચીતરી ચડે એવાં લોહી-પરું-નખ-હાડકાંના ખડકલા હતા, ચોતરફથી કર્કશ અવાજો આવી રહ્યા હતા. આ બધા ખરાબ અવાજોમાં એક નમ્ર અવાજ સંભળાયોઃ ‘હે યુધિષ્ઠિર, પાછા ન જશો. તમારી હાજરીને કારણે આ ભયંકર સ્થળમાં અમને થોડું સારું લાગ્યું.'
યુધિષ્ઠિરે પૂછ્યું: ‘તમે કોણ છો?’
એટલામાં તો ચારે તરફથી અવાજો આવ્યાઃ હું કર્ણ છું.. હું ભીમ છું.. હું અર્જુન છું.. હું દ્રૌપદી છું.. હું સહદેવ છું.. હું નકુલ છું.. અમે દ્રૌપદીના પુત્રો છીએ..
પોતાનાં સ્વજનોની આવી ભયાનક હાલત જોઈને યુધિષ્ઠિર રોષે ભરાયા. એ દેવોને અને એમના ન્યાયને શાપ આપવા લાગ્યા. એમણે ધર્મની નિંદા કરી. જો કે થોડી વાર પછી એમણે દેવદૂતને પાછો મોકલી આપ્યો, એમ કહીને કે તું જા, મારી હાજરીથી મારાં સ્વજનોને સારું લાગે છે માટે હું અહીં જ રહીશ.
Esta historia es de la edición March 13, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 13, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.