કૃષ્ણ-રુક્મિણીજીનાં લગ્નના ઓચ્છવ નિમિત્તે યોજાતો મેળો હવે પશ્ચિમ અને પૂર્વોત્તર ભારતની સંસ્કૃતિને જોડતો સેતુ બન્યો છે.
માધવપુરનો માંડવો, આવે જાદવ કુળની જાન
પરણે રાણી રુક્મિણી, વર વાંછિત શ્રી ભગવાન..
સૌરાષ્ટ્રના લોકજીવન સાથે વણાયેલું આ લગ્નગીત ગવાય ત્યારે લગ્નનો રૂડો માહોલ ઊભો થઈ જાય. આ લગ્ન પણ કોનાં? દ્વારકાનગરીના રાજા ભગવાન શ્રીકૃષ્ણ અને રાણી રુક્મિણીજીના. ભગવાન શ્રીકૃષ્ણના લગ્નનો મંડપ જ્યાં રોપાયો એ મધુવનની વાત અહીં વર્ણવામાં આવી છે.
સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલું માધવપુર રમણીય પ્રવાસન સ્થળની સાથે હજારો વર્ષ જૂની સંસ્કૃતિને સાચવીને બેઠું છે.
કૃષ્ણ અને રુક્મિણીજીનાં લગ્નનો આશરે ૫૦૦૦ વર્ષ જૂનો આ ઈતિહાસ આ ભૂમિ સાથે જોડાયેલો છે. આજે પણ ચૈત્ર સુદ નોમથી પાંચ દિવસ સુધી માધવપુરમાં આ જાજરમાન લગ્નનાં દશ્યો જાણે જીવંત થાય છે.
ભગવાન કૃષ્ણ અને રુક્મિણીના લગ્નોત્સવનો આ પ્રસંગ એ ભારતની પશ્ચિમ અને ઉત્તર-પૂર્વની સંસ્કૃતિને જોડી રહ્યો છે. વર્ષોથી માધવપુર ઘેડ પંથકના લોકો તો મેળાના રૂપમાં ભગવાનનાં લગ્નનો ઉત્સવ ભારે ધામધૂમથી મનાવે છે જ અને છેલ્લાં પાંચ-છ વર્ષથી કેન્દ્ર સરકાર અને ઈશાન ભારતનાં રાજ્યો આ મેળામાં ઊંડો રસ લઈ રહ્યાં હોવાથી માધવપુરના મેળાએ હવે રાષ્ટ્રીય સ્વરૂપ લીધું છે.
માધવપુરથી આશરે અઢી-ત્રણ હજાર કિલોમીટરના અંતરે આવેલા ઉત્તર-પૂર્વીય રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક સેતુના રૂપમાં માધવપુરનો મેળો ઊભરી રહ્યો છે એનું કારણ એ છે કે રાણી રુક્મિણીજીનું પિયર અરુણાચલ પ્રદેશ છે. એ અલબત્ત, આ મુદ્દે ઈતિહાસવિદોમાં મતમતાંતર છે. કેટલાક લોકો રુક્મિણી અરુણાચલનાં નહીં, પણ મણિપુરનાં હોવાનો દાવો કરી રહ્યા છે. હજારો વર્ષ પૂર્વે આ નાનાં રાજ્યોનો એક પ્રદેશ હતો. માન્યતા જે હોય એ, અલગ જ સંસ્કૃતિ ધરાવતા આ પ્રદેશનાં એક દીકરી ભગવાન શ્રીકૃષ્ણ સાથે મધુવનમાં ચાર ફેરા ફરીને લગ્નના તાંતણે બંધાયાં એ પ્રાચીન ઈતિહાસને ફરી તાજો કરી આજની યુવા પેઢી સુધી પહોંચાડવા ભારે ઉલ્લાસ સાથે કેન્દ્ર અને ઉત્તર-પૂર્વની સરકારો માધવપુરના મેળામાં ભાગ લઈ રહી હોવાથી આ મેળાનું મહત્ત્વ દેશના સાંસ્કૃતિક નકશામાં વધી રહ્યું છે.
Esta historia es de la edición April 10, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 10, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.