અત્યારે એ ૨૭ મહિનાની બાળકી છે. જો કે કમનસીબી એ કે પાછલા બન્ને બર્થડ વખતે એ પોતાના ઘર-પરિવાર સાથે નહોતી. એનાં માતા-પિતા માટે એ બે જન્મદિન કેવા વિત્યા એ તો એ જ જાણે. એમને આજેય દીકરીનો વિરહ સતાવે છે. આઘાતજનક વાત એ કે બાળકી ગુમ થઈ નથી, પરંતુ જર્મનીના જાલિમ કાયદાએ એને પરિવારથી વિખૂટી કરી છે.
વાત વિગતે જાણીએ. અમદાવાદનાં એમબીએ થયેલાં ધારા શાહ અને મુંબઈના આઈટી એન્જિનિયર ભાવેશ શાહે ડિસેમ્બર, ૨૦૧૬માં લગ્ન કર્યાં. પછી કમાવા માટે ઓગસ્ટ, ૨૦૧૮માં જર્મનીના બર્લિન ગયાં. ત્યાં ૨૦૨૧ના ફેબ્રુઆરીમાં દીકરી અરિહાનો જન્મ થયો. ધારાએ જૈન આચાર્ય રાજહંસસૂરીશ્વરજી પ્રેરિત સંસ્કાર શક્તિ ગર્ભસંસ્કરણ કેન્દ્રમાં ઑનલાઈન ગર્ભ સંસ્કાર વિધાન કરાવેલું.
એ દિવસોમાં પૌત્રી અરિહાને રમાડવા મુંબઈથી ભાવેશનાં મમ્મી જર્મની આવેલાં. એમણે સોળ સપ્ટેમ્બરે રાત્રે ડાયપર પહેર્યા વિના ઘરમાં રમતી અરિહાના ગુપ્તાંગ ભાગે જરાક લોહી જોયું એટલે સાફ કર્યું. બીજી સવારે સાસુ-વહુ અરિહાને હૉસ્પિટલ લઈ ગયાં. ત્યાં ડૉક્ટરે તપાસીને ત્રણ દિવસ બાદ આવવા કહ્યું. બીજી વાર અરિહાને બે દિવસ ઍડમિટ કરીને જુદી જુદી ટેસ્ટ કરી. જો કે કોઈક ડૉક્ટરે અરિહાના ગુપ્તાંગમાં લોહીનું કારણ જાતીય શોષણ ધારી લીધું અને શંકાના આધારે બર્લિનસ્થિત ચાઈલ્ડ વેલ્ફેર સર્વિસ અને પોલીસને હૉસ્પિટલમાં બોલાવી. બન્ને ટીમે અરિહા એનાં માતા-પિતા સાથે સુરક્ષિત ન હોવાનો એકપક્ષીય નિર્ણય લઈને અરિહાના ટેસ્ટના રિપોર્ટ ન આવે ત્યાં સુધી એને ચાઈલ્ડ વેલ્ફેરની ફોસ્ટર કૅરમાં રાખવાનો આદેશ આપ્યો.
એ દિવસ હતો ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ અને અરિહા હતી સાતેક મહિનાની. અરિહાને ફોસ્ટર કૅરમાં તો મોકલી દેવામાં આવી અને એ અધૂરું હોય એમ, અરિહાના ગુપ્તાંગમાં ઈજા બદલ એના પરિવાર સામે પોલીસફરિયાદ નોંધવામાં આવી. શાહદંપતીને ભારે આઘાત લાગ્યો. પછી પોલીસે એમને ચાઈલ્ડ વેલ્ફેરનો નિયમ સમજાવ્યો કે તમે અરિહાને અઠવાડિયે માત્ર એક વાર કલાક મળી શકશો. આગળ જતાં તો એ સમય પણ ઘટાડીને મહિને એક વાર કલાકની મુલાકાત કરી. અરિહાનો પાસપોર્ટ પણ એના પરિવાર પાસેથી લઈ લેવામાં આવ્યો.
Esta historia es de la edición June 19, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 19, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.