સવારના પહોરમાં છાપું વાંચવામાં તલ્લીન મુકેશભાઈની સામે મૂકેલી ચા ઠંડી પડી ગઈ. એમણે મોટેથી બૂમ પાડીઃ ‘ગીતા, ચા ઠરીને ઠીકરું થઈ ગઈ. ગરમ કરી આપ.’
‘જાતે ગરમ કરી લ્યો. જોતા નથી? મારી બા સાથે ફોનમાં વાત કરું છું.’ ગીતાબહેન ઊકળ્યાં.
‘જોઉં ક્યાંથી? મારે મોડું થાય છે. વાતો પછી કરજે. તારે વળી બીજું કામેય શું છે? મારું શર્ટેય નથી કાઢી રાખ્યું.’
‘છાપામાં મૂંડી નાખ્યા પછી તમને બીજું કાંઈ દેખાતું નથી. જાતે લઈ લો. મને બીજાં પંદર કામ હોય. ઘરનાં કામ કરી કરીને ઊંધી પડી જાઉં, પણ તમારાથી આટલુંય વાંકું ન વળાય?’ ગીતાબહેન ગરજ્યાં.
એ વળી ગીતાબહેનની બાએ ફોનના સામા છેડે સાંભળ્યું: ‘મુકેશકુમારને ફોન આપ. એની ખબર લઈ નાખું.’
- અને પછી તો મુકેશભાઈને ખબર પડી ગઈ કે ગીતાને કાંઈ કરતાં કાંઈ નહીં કહેવાનું! સવારના પહોરમાં પત્ની સાથે બોલાચાલી થઈ એ ઓછું હોય એમ સાસુજીએ પણ ફીરકી લીધી.
ગુસ્સામાં ને ગુસ્સામાં પગ પછાડતા મુકેશભાઈ પોતાના મેડિકલ સ્ટોર પર ચા-નાસ્તો કર્યા વગર નીકળી ગયા.
મુકેશભાઈનો મૂડ સવારથી બગડેલો હતો. દુકાને પહોંચતાંવેંત એ ચંદુ પર બગડ્યાઃ ‘લાટ સાહેબની જેમ બેઠો રહે છે, એમ થાય કે ગરમી છે, લાવ શેઠને ઠંડું પાણી આપું.' ત્યાં વળી આવનારા ગ્રાહકે દવા પર ડિસ્કાઉન્ટ માગ્યું, એના પર પણ અકળાયાઃ ‘નહીં મળે જાવ. બીજેથી લઈ લો.’
મુકેશભાઈ પોતે ચાર-પાંચ દવાની ગોળીઓ ગળી ગયા અને આંખ મીંચીને ખુરસી પર પહોળા થયા એવામાં એમના મિત્ર જિતેન્દ્રભાઈ માથાનો દુખાવો મટાડવાની દવા લેવા આવી ચડ્યા. જિતેન્દ્રભાઈની હાઈટ છ ફૂટ ત્રણ ઈંચ અને શરીર એકવડું. માથે ચકચકિત ટાલ. સામાની હાઈટને પહોંચી વળવા એમની લાંબી ડોક કાયમ નમેલી રહેતી.
‘કેમ આમ ઢીલોઢસ બેઠો છે?’
‘સાલું, ક્યાંય શાંતિ નથી.’
‘હૈં? શાંતિકાકા ખોવાઈ ગયા?’ જિતેન્દ્રભાઈએ પોતાનાં લમણાં દબાવતાં પૂછ્યું.
‘ના ભાઈ, ના. એ ઘરે જ છે, પણ મને મારા ઘરમાં શાંતિ નથી.’
‘ઓહો એમ? મારેય એવું જ છે. જયા કકળાટ કરે ત્યારે બારીએ બેઠેલો કાગડો કાંઉં.. કાંઉં કરી એના સાદમાં સાદ પુરાવે. મારું માથું દુખી જાય છે. ચાલ, મારી સાથે. ત્યાં બધી સમસ્યાઓનો ઉકેલ છે.’
Esta historia es de la edición June 19, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 19, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.