CATEGORIES
આ કપરા કાળમાં લાવ-સેક્સ ને લાગણીનું શું?
મહામારીને કારણે મળેલો ચિક્કાર ફાજલ સમય અને પરાણે મળી ગયેલું જીવનસાથીનું સામિપ્ય દંપતીઓની સેમ્યુઅલ તથા ઈમોશનલ હેલ્થ સુધારશે કે બગાડશે?
સમ્માનમાં શું મળતું હશે આ પોલીસને?
ઠેર ઠેર પોલીસકર્મીઓનાં જેટલાં સન્માન થયાં એમાં કાયદાપાલકોએ જ કોરોનાના કાયદાનો ભંગ કર્યો!
વીસરી જવાનો યાદગાર સર્વે...
જીવનમાં આપણું ક્યારેક કંઈક ખોવાઈ જાય ત્યારે દુઃખ થાય ને અચાનક ન ધાર્યું હોય ત્યાં કશું મળી આવે તો આનંદ પણ થાય... આનું નામ જીવનઃ કુછ હૈ... કુછ પાકે ગુમાના/ખોના હે!
સેવાનો સંતોષ..
અમદાવાદઃ લોંકડાઉનને કારણે રોજ કમાઈને રોજ ખાનારા પરિવારો મુસીબતમાં મુકાઈ ગયા છે. ઑટોરિક્ષા ચલાવી જીવન-ગુજરાન ચલાવતો એક મોટો વર્ગ છે. સ્વમાનપૂર્વક પોતાની રોજગારી મેળવતા લાખો રિક્ષાચાલકો હાલની પરિસ્થિતિમાં આવક વગર સંકટમાં આવી ગયા હોવા છતાં મદદ કરવાની ભાવના, માનવતા અને ખુમારી એમણે અકબંધ જાળવી રાખી છે.
લૉકડાઉન-માસ્ક-સેનિટાઈઝર-સોશિયલ ડિસ્ટન્સિંગ... આ શબ્દો તમને શું શીખવે છે, મૂડીરોકાણના પાઠ...?
કોરોના શબ્દ જગતના દરેક માનવીનાં જીવનમાં વ્યાપી ગયો છે. કોરોનાને કારણે આપણે જીવનમાં અગાઉ ભાગ્યે જ સાંભળ્યા હોય એવા શબ્દો હવે સાંભળવા રોજિંદા થઈ ગયા છે. કોરોનાસર્જિત આર્થિક મહામંદીમાં વેપાર-ઉદ્યોગ સહિત સામાન્ય બચતકારો-રોકાણકારોની દશા કફોડી થઈ ગઈ છે ત્યારે આ શબ્દોનો ઈન્વેસ્ટમેન્ટ જગતમાં શું અર્થ કરી શકાય-શું સબક મેળવી શકાય?
નયા રૂપ હૈ, નયી ઉમંગે. અબ હૈ નયી કહાની...
એક વાઈરસ સાલા એક વાઈરસ, આદમી કો બદલ કે રખ દેતા હૈ...
સોનીએ શરૂ કર્યો શાકભાજીનો ધંધો...
વડોદરાઃ આજે દેશમાં નાના-મોટા વેપાર-ઉદ્યોગ બંધ છે.
આ ઝાડુ કઈ કેજરીવાલનું નથી!
ક્યારેક નાનીઅમથી વાત ધાર્યા ન હોય એવા વાદ-વિવાદ ને ગરમાગરમ ચર્ચા સર્જતી હોય છે.
લૉકડાઉનમાં અનેરું અન્નદાન
જામનગરના વસ્તાભાઈ કેશવાલાએ ૨૭ હજાર મણ ઘઉં વહેંચ્યા ચાર જિલ્લાનાં ૩૧૬ જેટલાં ગામમાં...
હવે યુટ્યૂબ પર રેડિયો નાટક
રાજકોટઃ લૉકડાઉનની સાથે કેટલાક શબ્દ અત્યંત જાણીતા બન્યા એમાં એક છેઃ લાઈવ ઑન એફબી. બીજો શબ્દઃ યુટ્યૂબ પર લાઈવ. કવિઓ-કલાકારોએ પડદાને મંચ બનાવી દીધો અને કરી અવનવી રજૂઆત. આવા કાર્યક્રમોમાં તો લીલા ભેગું સૂકુંય ઘણું હતું. જો કે હવે ઑલ ઈન્ડિયા રેડિયો પણ પોતાનો ખજાનો લઈને ઑનલાઈન આવી રહ્યો છે.
કૂંડાળાં પાટણથી આવ્યાં રે લોલ...
દેશમાં સર્વપ્રથમ કૂંડાળાંનો શિરસ્તો લઈ આવ્યા પાટણના કલેક્ટર આનંદ પટેલ.
લો, ૧૦૦ વર્ષનાં શાંતાબાને દીકરો મળ્યો...
સુરતઃ અહીંના નાના વરાછા વિસ્તારમાં ચોપાટીની બહાર પાણીની બોટલ વેચતાં આ ૧૦૦ વર્ષ મહિલા શાંતાબાનો વિડિયો અને ફોટો સોશિયલ મિડિયામાં બહુ વાઈરલ થયા હતા.
કોરોના તેરે કારણ... ‘ગુજરાતી પત્રકાર સંઘ (મહારાષ્ટ્ર)'ની સ્થાપના...
સમગ્ર વિશ્વ માટે કોરોના વાઈરસને લઈને મહામારીનું સંકટ સર્જાયું છે.
અવિરત ઊડી રહી છે સખાવતની સુવાસ...
અમદાવાદઃ સરકાર અને સમાજસેવકો તમામ શક્તિ લગાવીને કોરોનાની મુસીબત સામે લડી રહ્યાં છે. વ્યક્તિગત રીતે પણ ઘણા લોકો ને પરિવારો પોતાનો ફાળો નોંધાવી રહ્યા છે. એવી જ સમાજસેવામાં લાગેલા છે અમદાવાદના મેહુલ મહેતા ને એમના મિત્રો.
૬૦ ડૉલરની સેવાને મળ્યા ૩૦ કરોડ!
પાપ છાપરે ચડીને પોકારે એમ કોઈનું ભલું કર્યું હોય-કોઈને મદદરૂપ થયા હો તો એ કાર્ય ક્યારેય નકામું જતું નથી.
દીપડાએ કર્યું અલંગ મેં મંગલ...
રાજકોટઃ મેરે મન કો ભાયા, મેં કુત્તા કાટ કે ખાયા....
ચીન ક્યાં કોઈનીય સાડાબારી રાખે છે?
ચીન સામે દુનિયાભરમાં વિરોધ વધી રહ્યો છે, પણ એનું પરિણામ કંઈ આવશે ખરું?
શત્રુ એક... લડવાના રસ્તા જુદા જુદા!
આમાં સંસ્કાર પણ શું કરે? દવાની દુકાન સામે લોકો બરાબર શિસ્ત જાળવીને ઊભા છે, પરંતુ તાજેતરમાં દારૂની દુકાનો ખૂલી ત્યારે જુઓ, કેવી હાલત થઈ? બીજા અનેક ઉદ્યો. બંધ છે ત્યારે શરાબનાં વેચાણ પર ભારે વેરા ઝીંકી કેટલાંક રાજ્ય પ્રશાસન સરકારી તિજોરીની ખોટ સરભર કરવા માગે છે.
માસ્કને પણ નડે છે વિઘ્ન!
અમદાવાદઃ લોકડાઉનના લીધે બીજાં રાજ્યોની જેમ ગુજરાતમાં પણ નાનાં-મોટાં અનેક ઔદ્યોગિક એકમો, ગૃહઉદ્યોગો, વ્યવસાય, વગેરે સૂનાં પડ્યાં છે.
યે સેનિટાઈઝર મેં ક્યા હૈ?!
અમદાવાદઃ કોરોનાની મહામારીમાં સ્વાથ્ય સુરક્ષા માટે સરકારે દરેક વ્યક્તિને માસ્ક પહેરવાની, સાબુથી હાથ ધોવાની અથવા આલ્કોહોલ બેઝડ હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની તેમ જ સોશિયલ ડિસ્ટનિંગ જાળવવાની સલાહ આપી છે.
કોરોના વખતે પણ કોરા ના રહ્યા ડેમ!
રાજકોટઃ મહામારી કોઈ પણ હોય...
પધારો, આ ડિજીટલ વેડિંગમાં...
લોકો દિવસોથી ઘરમાં પુરાયેલા છે એવી સ્થિતિમાં લગ્નોત્સુક યુગલો ‘ટેક્નોલૉજી પધરાવો, સાવધાન... કહીને કેવી રીતે જનમોજનમના બંધનમાં જોડાયાં એની અનોખી કહાણી અહીં માંડે છે બે યુગલ...
બીજે દાન-ધર્માદો પછી... પહેલાં અમારા કર્મચારી!
‘માઈક્રોસાઈન’ના નિશિથ મહેતા: મંદિર-મસ્જિદ બંધ છે, પરંતુ માનવતાના ધર્મ પર ક્યાં પ્રતિબંધ છે?
કોરોનાના જાળામાંથી બહાર નીકળવું મુશ્કેલ છે!
વૈશ્વિક મહામારી રૂપે ત્રાટકેલા વાઈરસે એવો તો આતંક પેદા કર્યો છે કે એની અસર લાંબા સમય સુધી આપણે ભોગવવી પડશે. કામદારોની હિજરત હોય કે એમના વગર ઔદ્યોગિક ઉત્પાદન શરૂ કરવામાં આવનારાં વિઘ્નો... આ બધી સમસ્યા આપણને જડબેસલાક બાંધી રાખશે.
ડોન્ટ વરી... ઉદ્યોગોને અમે ફરી ધમધમતા કરી દઈશું...: સુભાષ દેસાઈ (ઉદ્યોગખાતાના પ્રધાન, મહારાષ્ટ્ર સરકાર)
આજની તારીખે ૧૫,૦૦૦ નાની-મોટી ફૅક્ટરીઓ શરૂ થઈ ચૂકી છે. ત્રણ લાખ વર્કરો કામ પર ચઢી ગયા છે. મતલબ કે રાજ્યમાં આર્થિક ગાડીનાં પૈડાં ચાલવા શરૂ થઈ ગયાં છે.
શિક્ષકો પણ બમણે મોરચે મેદાનમાં...
અમદાવાદઃ કોરોના સામેના જંગમાં સમાજનો દરેક વર્ગ કોઈ ને કોઈ રીતે ફાળો આપી રહ્યો છે.
લૉકડાઉનમાં પણ આ હોટેલ ચાલે છે!
સુરતઃ હવે આપણે લૉકડાઉન-ત્રણમાં પ્રવેશી ચૂક્યા છીએ. માર્ચથી જ તમામ હોટેલ બંધ છે.
સાત પગલાં અવકાશમાં ઈશા-કુંદનિકા ‘પરમ સમીપે' ગયાં
* મનુષ્યએ સંબંધ દ્વારા પોતે જે હોય, એનાથી કંઈ વધારે થતાં રહેવું જોઈએ, પણ સ્ત્રી તો સંબંધમાં પોતે હોય એના કરતાં ઓછી થતી જાય છે અને આ ઓછા થવાને જ એની લાયકાત ગણવામાં આવે છે.
સાત ટીકા નહીં... સાત સલામ!
આપણા લકરે કોરોના સામે ટક્કર લેતા યોદ્ધાઓની કામગીરીને વધાવવા આકાશમાંથી પુષ્પવર્ષા કરી તો ઘણાએ એને એક ખર્ચાળ સ્ટન્ટ તરીકે ભલે ઓળખાવી, પણ...
જુવો, કોરોના જંગ આમ પણ લડાય...
અમદાવાદઃ આમ તો વાત નાની છે, પણ એની અસર વ્યાપક છે.