બોલો, તમારે કયા વડા પ્રધાન સાથે ફોટો લેવો છે?
Chitralekha Gujarati|October 31 - November 07, 2022
તમારે પંડિત નેહરુનો સ્ટડી રૂમ જોવો હોય કે પછી મોરારજી દેસાઈ સાથે સંસદ ભવન બહાર ‘ચાલવું’ હોય, ઈન્દિરા ગાંધી અથવા તો અટલ બિહારી વાજપેયીનાં પ્રવચન સાંભળવાં હોય.. તો ચાલો, જઈએ થોડા મહિના અગાઉ નરેન્દ્ર મોદીએ જેનું ઉદ્ઘાટન કર્યું એ ‘પ્રધાન મંત્રી સંગ્રહાલય'ની મુલાકાતે. આ છે સ્વતંત્ર ભારતની સફળ લોકશાહીની સફરની મસ્તમજાની અનુભૂતિ કરાવતું સ્મૃતિ સંગ્રહસ્થાન.
કેતન ત્રિવેદી
બોલો, તમારે કયા વડા પ્રધાન સાથે ફોટો લેવો છે?

૧૯૮૩નું વર્ષ. લખનૌની સેક્રેડ હાર્ટ કૉન્વેન્ટ સ્કૂલમાં ચોથા ધોરણમાં ભણતી દીપકિરણ નામની વિદ્યાર્થિનીએ તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીને પત્ર લખીને પૂછ્યું કે તમે કઈ સ્કૂલમાં ભણ્યાં હતાં એ કહો. મારે પણ ત્યાં ભણીને વડા પ્રધાન થયું છે..

ઈન્દિરાજીએ અત્યંત વ્યસ્ત શિડ્યુઅલ વચ્ચે પણ બાન » અને ટાળ જવાબ આપ્યો. જો આ સરસ મજાનો પત્ર વાંચવો હોય તો તમારે નવી દિલ્હીના તીન મૂર્તિ માર્ગ પર આવેલા પ્રધાન મંત્રી સંગ્રહાલયની મુલાકાત લેવી પડે. ફક્ત ઈન્દિરા ગાંધી જ નહીં, સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુથી લઈને આજ સુધીના તમામ વડા પ્રધાનોની આવી જાણી-અજાણી વાતો, અલભ્ય તસવીરો, પત્રો, વગેરે અહીં જોવા-જાણવા-સાંભળવા મળશે.

આ તીન મૂર્તિ ભવન એ ૧૬ વર્ષ સુધી પંડિત નેહરુનું સત્તાવાર નિવાસસ્થાન રહ્યું. નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ ઍન્ડ લાઈબ્રેરી એમની સ્મૃતિની દેખભાળ અને પ્રવૃત્તિઓનું સંચાલન કરતી હતી, પણ હવે આમાં એક નવા નવા આકર્ષણનો ઉમેરો થયો છે. એ છેઃ પ્રધાન મંત્રી સંગ્રહાલય. આ વર્ષે ૧૪ એપ્રિલના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું.

આ સંગ્રહાલયનું નામ પ્રધાન મંત્રી સંગ્રહાલય છે અને એમાં દેશના ૧૪ વડા પ્રધાનની સ્મૃતિ સચવાયેલી છે એ સાચું, પણ આ સંગ્રહાલયમાં ફક્ત વડા પ્રધાનોની તસવીરો અને માહિતી જ છે એવું નથી. સંગ્રહાલયનાં ચીફ ક્યુરેટર ગૌરી ક્રિષ્નન્ કહે છે એમઃ ‘આ સંગ્રહાલય એ દેશની લોકશાહીની મહાકથા છે. એમાં પ્રધાન મંત્રીઓની વાતોની સાથે સાથે સ્વતંત્રતાની લડત, ગાંધી-સુભાષચંદ્ર બોઝ અને સરદારનાં કાર્યોની ઝલકથી માંડીને બ્રિટિશરો આપણને જેવું ભારત આપીને ગયા હતા ત્યારથી લઈને આજ સુધી કેવી રીતે આગળ વધ્યું એની ગૌરવગાથા છે. લોકશાહીની એક અદ્ભુત યાત્રાનું વર્ણન છે એમાં.’

મૂળ વડોદરાનાં અને મ્યુઝિયમ-આર્ટ હિસ્ટરી ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતાં એવાં ગૌરી ક્રિષ્નન્ સાથે આ અનોખા સંગ્રહાલયની વાત થતી હોય ત્યારે પહેલો સવાલ એ જ થાય કે આવું સંગ્રહાલય બનાવવાનો વિચાર કોને ને ક્યારે આવ્યો?

જવાબમાં ગૌરીબહેન કહે છેઃ ‘૨૦૧૬માં વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિચાર આપ્યો કે ભારતના વિકાસમાં અત્યાર સુધીના તમામ વડા પ્રધાનોનાં યોગદાનની યાદગીરી રૂપે કંઈ કરવું જોઈએ. એ રીતે આ સંગ્રહાલયના કામની શરૂઆત થઈ.’

この記事は Chitralekha Gujarati の October 31 - November 07, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の October 31 - November 07, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
Chitralekha Gujarati

બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન

ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.

time-read
4 分  |
December 02, 2024
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
Chitralekha Gujarati

વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!

મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.

time-read
4 分  |
December 02, 2024
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
Chitralekha Gujarati

આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!

મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.

time-read
5 分  |
December 02, 2024
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
Chitralekha Gujarati

વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક

ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.

time-read
4 分  |
December 02, 2024
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
Chitralekha Gujarati

હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!

એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.

time-read
4 分  |
December 02, 2024
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
Chitralekha Gujarati

દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!

બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.

time-read
5 分  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.

time-read
4 分  |
December 02, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 分  |
December 02, 2024