ભારતના મહાન સંતોની યાદ અપાવતું પ્રમુખસ્વામી નગરનું મુખ્ય પ્રવેશદ્વાર.
ઉત્તર પ્રદેશમાં અયોધ્યા નજીક આવેલા છપૈયા ગામમાં જન્મીને ગુજરાતને કર્મભૂમિ બનાવનારા ભગવાન સ્વામિનારાયણની ગુરુપરંપરાના પાંચમા ગુરુદેવ તથા સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજે ૧૮ વર્ષની વયે દીક્ષા લીધી અને સેવા-સાધુતા-લોકકલ્યાણની ભાવનાથી કરેલાં વિરાટ કાર્યો માટે દેશ-દુનિયામાં સુખ્યાત થયા. ૭ ડિસેમ્બર, ૧૯૨૧ના રોજ વડોદરા નજીક ચાણસદ ગામે જન્મેલા પ્રમુખસ્વામીનું ૧૩ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ ૯૫ વર્ષની વયે બોટાદ જિલ્લામાં બીએપીએસ સારંગપુર મંદિરમાં ધામગમન થયું. ત્યાર બાદ એમના જન્મદિવસ શતાબ્દી મહોત્સવ તરીકે ઊજવાયા.
હવે આ શતાબ્દી મહોત્સવનો ચરમ આવી રહ્યો છે ૧૫ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ. આ દિવસે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ)ના પાંચ ત્મિક ઉત્તરાધિકારી પ્રમુખસ્વામીના શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થશે.
તાજેતરમાં ચિત્રલેખાના પ્રતિનિધિએ અમદાવાદના પશ્ચિમ છેડે ઓગણજ સર્કલ નજીક, સરદાર પટેલ રિંગ રોડના કિનારે આવેલા મહોત્સવસ્થળની મુલાકાત લીધી ત્યારે ૬૦૦ એકર ભૂમિ પર પ્રમુખસ્વામી મહારાજ નગરના સર્જનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હતો. નગરનાં સાત પ્રવેશદ્વારમાં મુખ્ય છેઃ એસપી રિંગ રોડ પરથી આકર્ષતું, ૨૮૦ ફૂટ પહોળું અને ૫૧ ફૂટ ઊંચું નયનરમ્ય સંત દ્વાર. અહીંથી નગરપ્રવેશ કરતાં જ ૩૦ ફુટ પ્રમુખસ્વામીની દિવ્ય સ્વર્ણિમ પ્રતિમાનાં દર્શન થશે. આ પ્રતિમાની ખાસિયત એ છે કે પ્રતિમાની ફરતે પૂજ્ય પ્રમુખસ્વામીનાં જીવન અને કાર્યોને આવરી લેતી એક ઝાંખી થશે. સ્વામીશ્રીનું એક કાર્ય એટલે દેશ-દુનિયામાં ૧૧૦૦ જેટલાં મંદિરોનાં સર્જન કરી ભારતીય સંસ્કૃતિનો સંદેશ ખૂણે ખૂણે પહોંચાડ્યો. એ તમામ મંદિરોના પ્રતીક સમી નગરમાં સર્જાયેલી દિલ્હી અક્ષરધામની ૬૭ ઊંચી હૂબહૂ પ્રતિકૃતિ ધ્યાનાકર્ષિત છે.
この記事は Chitralekha Gujarati の November 21, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の November 21, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.