પ્રિયંકા ચાલીસીમાં પ્રવેશેલી હૅપ્પી હોમમેકર છે, બલકે હતી. હા, ૨૦૨૧ના જૂન સુધી એ મોજમાં જીવતી, પણ કોવિડ-૧૯ની બીજી લહેરમાં પ્રિયંકાના પતિના શરીરનો વાઈરસે કબજો લીધો. એને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવાનો સમય આવ્યો. અચાનક પ્રિયંકાને ભાન થયું કે હૉસ્પિટલમાં ભરવા માટેના પૈસાનું શું? ઍડ્વાન્સ ઉપરાંત હૉસ્પિટલવાળા દરરોજ દવા-મોંઘાં ઈન્જેક્શન મગાવે. સાસરિયાં-પિયરિયાં બધાં ઉત્તર ગુજરાતના ગામમાં. પતિના પૈસા કયા બૅન્ક એકાઉન્ટમાં છે, ફિક્સ્ડ ડિપોઝિટ કઈ, ક્યાંથી તોડાવવી, વગેરે વિશે એને કશી ખબર નહીં. પ્રિયંકા સાવ દિશાવિહીન થઈ ગઈ.
એ પ્રિયદર્શિનીને કહે છેઃ ‘છતે પેસે અમે, ખાસ તો હું દુ:ખી થઈ. મને મારા પતિની કમાણી, ઈન્વેસ્ટમેન્ટ વિશે કંઈ જ ખબર નહોતી. મારા પતિ મને સમજાવવાનો પ્રયત્ન કરતા ત્યારે હું એમને કહેતી કે આ બધાંની મારે શું જરૂર છે? મને પસ્તાવો થયો, એમની વાત માની હોત તો છતે પૈસે ઊંચા વ્યાજે પૈસા લેવાનો વારો આવ્યો ન હોત. એ હૉસ્પિટલમાંથી સંપૂર્ણ સાજા થઈને ઘરે આવ્યા ત્યાર બાદ મેં પહેલું કામ બૅન્ક, ઈન્સ્યોરન્સ, રોકાણ, વગેરે વિશે સમજવાનું કર્યું.’
મુંબઈના પરા અંધેરીમાં રહેતાં ગીતાબહેન જો કે પ્રિયંકા જેટલાં નસીબદાર નહોતાં. એમના પંચાવન વર્ષી પતિનું ૨૦૨૧માં કોવિડથી મૃત્યુ થયું. ગીતાબહેન કહે છેઃ ‘એ આમ અચાનક જતા રહેશે એની કોને ખબર હતી આથી જ વિલ બનાવ્યું નહોતું, જેને લીધે મિલકત, શૅર્સ, વગેરે માટે પરિવારમાં સતત ને સખત ઝઘડા થવા લાગ્યા. અધૂરામાં પૂરું, અમુક લેણિયાતો ઊભા થઈ ગયા ને મોટી રકમની માગણી કરવા લાગ્યા.’
ખ્યાતિ મશરૂ વસાણીઃ રોકાણ વિશેની ચર્ચા પતિ-પત્ની બન્નેએ સાથે મળીને કરવી જોઈએ.
આ લખાય છે ત્યારે (સોમવાર, ૭ નવેમ્બરે) સમાચાર આવે છે કે મુંબઈના એક સજ્જનના દેહાંત બાદ ખબર પડી કે એ આશરે ૩૧ લાખ રૂપિયાના સાઈબર ઠગાઈનો શિકાર બનેલા. આ વિશે એમણે ન તો ઘરમાં કોઈને જાણ કરેલી કે ન પોલીસ કમ્પ્લેન. મૃત્યુ બાદ એમના મોબાઈલ પર જ પૈસાના તકાદા થવા લાગ્યા, એ પછી પરિવારે પોલીસ કમ્પ્લેન નોંધાવી.
この記事は Chitralekha Gujarati の November 21, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の November 21, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.