મુંબઈના પશ્ચિમી પરાની વૈભવશાળી રેસ્ટોરાંમાં એક જવાન કપલની સામે બે અધિકારી જેવી લાગતી વ્યક્તિ બેઠી છે. કપલ મોકટેલની મજા માણી રહ્યું છે, જ્યારે પેલા અધિકારી ટાઈપ ધીમા સ્વાદે વ્હિસ્કીની ચૂસકી ભરી રહ્યા છે. સૉલ્ટી કાજુ-પાપડ-સૅલડની ડિશ મૂકી વેઈટર રવાના થયા બાદ તરત કપલમાંની કન્યા પેલા બન્નેને કહે છેઃ ‘ગમે તેમ કરીને અમને એક દિવસમાં પાસપોર્ટ લાવી આપો. અમારે સગાંવહાલાંને, મિત્રોને બતાવી આપવું છે કે અમે લગ્ન પહેલાં મોલદીવ્સ ગયેલાં. ચોરીછૂપીથી નહીં, પણ બન્નેના પરિવારની સંમતિથી.’
સાવ સાચા આ કિસ્સાની સામે આ મહિને જ બનેલી સત્ય ઘટના જુઓ. ઉત્તર પ્રદેશના એક નાના નગરમાં કોડીલાં વર-વધૂ સ્ટેજ પર બેઠાં છે. લગ્નસમારંભમાં એક પછી એક મહેમાન આવતા જાય છે. ઠંડાં પીણાં ને સ્ટાર્ટરની મજા માણતાં સૌ નવદંપતીને જોઈ રહ્યા છે. અચાનક વરને શું સૂઝ્યું તે એણે મહેમાનોની સામે, ચકાચોંધ રોશનીમાં કન્યાને કિસ કરી લીધી. એના આ કૃત્યથી ગુસ્સે ભરાયેલી કન્યા ફંક્શન છોડીને હૉલમાં એને આપવામાં આવેલા રૂમમાં જતી રહી. બન્ને પક્ષના પરિવારજનોએ મામલો શાંત પાડવાની ટ્રાય કરી, પણ કન્યા તો પોલીસસ્ટેશને પહોંચી ગઈ. ફરિયાદમાં એણે જણાવ્યું: ‘મારે હવે આની (વરની) સાથે રહેવું નથી. હું મારા ઘરે રહીશ. મને એનો આવો સ્વભાવ ન ગમ્યો. ૩૮ મહેમાનોની સામે આવું કરનારો માણસ કેવો હશે? મને નથી લાગતું કે હવે એ સુધરે. એની સામે કાયદેસર પગલાં લેવાં જોઈએ.’
પોલીસે જ્યારે વરભાઈને પૂછ્યું કે બંધ ઓરડામાં કરવા જેવું કૃત્ય આમ જાહેરમાં શું કામ કર્યું? તો એનો જવાબ હતોઃ ‘ઍક્ચ્યુઅલી અમારી વચ્ચે શરત લાગેલી કે હું મહેમાનોની સામે એને કિસ કરું તો એ હારી જાય અને એણે મને પંદરસો રૂપિયા આપવાના.. ન કરી શકું તો મારે એને ૩૦૦૦ રૂપિયા આપવાના.’
પરંતુ નવવધૂનું કહેવું છે કે એ સાવ ખોટાડો છે. અમારી વચ્ચે આવી કોઈ શરત લાગી જ નહોતી. શરત તો એ છોકરા અને એના દોસ્તો વચ્ચે લાગી હતી અને શરત જીતવા એણે બધાની સામે મને કિસ કરી એમાં મારું સમ્માન ઘવાયું છે. જે છોકરો લગ્નના દિવસે માત્ર એક શરત ખાતર મારો અનાદર કરે, મારું રિસ્પેક્ટ ન રાખે એ આગળ જતાં શું કરશે?
この記事は Chitralekha Gujarati の December 26, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の December 26, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.