કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયું છે. ધૃતરાષ્ટ્ર એમના નિકટના સાથી સંજય સમક્ષ પારાવાર પશ્ચાત્તાપ વ્યક્ત કરી રહ્યા છે. આખો ભૂતકાળ એમની નજર સામેથી પસાર થઈ રહ્યો છે. ભૂતકાળના એ તમામ પ્રસંગો ધૃતરાષ્ટ્ર યાદ કરે છે, જ્યારે એમને એકની એક વાત ફરી ફરી સ્પષ્ટ રીતે સમજાઈ કે પાંડવો સામે વિજય શક્ય જ નથી. હારના સ્પષ્ટ સંકેતોની એ યાદી મહાભારતની હાઈલાઈટ્સ જેવી, અત્યંત રસપ્રદ ટ્રેલર જેવી છે.
એ યાદી આગળ ધપાવતાં ધૃતરાષ્ટ્ર કહે છે: હે સંજય, મને જાણ થઈ કે શ્રી કૃષ્ણ સમગ્ર પ્રજાના હિત ખાતર, શાંતિ જાળવવાની ઈચ્છા સાથે કૌરવ-પાંડવો વચ્ચે શાંતિ-સંધિ કરાવવા આવ્યા છે, પરંતુ દુર્યોધન એમની એકેય વાત માનતો નથી. એટલું જ નહીં, દુર્યોધન-કર્ણ મળીને એમને કેદ કરવા મથે છે, પરંતુ શ્રી કૃષ્ણ એમનું વિરાટ રૂપ દેખાડે છે. એ હાથમાં નથી આવતા. દુર્યોધન-કર્ણ હાથ ઘસતા રહી જાય છે. પછી મંત્રણાસ્થળેથી શ્રી કૃષ્ણ પાછા ફરે છે ત્યારે રસ્તામાં કુંતી એમના રથની આડે ઊભી રહી જાય છે. શ્રી કૃષ્ણ એકદમ સારી રીતે કુંતીને સાંત્વન આપે છે.. આ બધું મેં જાણ્યું ત્યારે હું સમજી ગયેલો કે વિજય શક્ય નથી.
‘હે સંજય, પછી મેં જાણ્યું કે કુરુક્ષેત્રના રણમેદાનમાં પાંડવોના મંત્રીની ભૂમિકા શ્રી કૃષ્ણ ભજવી રહ્યા છે. ભીષ્મ અને દ્રોણાચાર્યે પાંડવોને આશીર્વાદ આપ્યા છે. કર્ણે ભીષ્મને કહી દીધું છે કે જ્યાં સુધી તમે લડશો ત્યાં સુધી હું નહીં લડું અને આટલું કહીને કર્ણ રણમેદાન છોડી ગયો છે. આ બધું મેં જાણ્યું ત્યારે હું સમજી ગયેલો કે વિજય શક્ય નથી.
'હે સંજય, જ્યારે મેં જાણ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને અતુલ્ય ગાંડીવ એ ત્રણેય પ્રચંડ શક્તિ મળીને એક થઈ ગઈ છે ત્યારે હું સમજી ગયેલો કે વિજય શક્ય નથી.
‘હે સંજય, જ્યારે મેં જાણ્યું કે કુરુક્ષેત્રના મેદાનમાં મોહગ્રસ્ત અર્જુન ફસડાઈને બેસી પડ્યો છે અને શ્રી કૃષ્ણએ પોતાના શરીરમાં સર્વે લોકનું અર્જુનને દર્શન કરાવ્યું ત્યારે હું સમજી ગયેલો કે વિજય શક્ય નથી.
この記事は Chitralekha Gujarati の April 10, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の April 10, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.