આદત અથવા બીજું કંઈ
ભલે ને જૂઠું બોલવા પર કાળો કાગડો ચાંચ મારે, પરંતુ અમે જૂઠું બોલવાથી દૂર નથી રહી શકતા, કારણ કે જૂઠ ક્યાંક મનુષ્યોના ડીએનએનો એક ભાગ છે અથવા એમ પણ કહી શકીએ કે આધુનિક જીવનના લગભગ દરેક પાસામાં જૂઠું બોલવું એક સામાન્ય રિવાજ બની ગયું છે. આ વાત પર નેશનલ જિયોગ્રાફિકના જૂન, ૨૦૧૭ ના અંકમાં જૂઠ પાછળના વિજ્ઞાનને સમજાવતા લેખનું માનીએ તો મનુષ્યોમાં જૂઠું બોલવાનું ચલણ નવું નથી. શોધ જણાવે છે કે ભાષાની ઉત્પત્તિના થોડા સમય પછી જૂઠ બોલવું આપણા વ્યવહારનો ભાગ બની ગયું હતું.
આખરે કેમ બોલે છે લોકો જૂઠ
હિટલરના પ્રચારમંત્રી જોસેફ ગોયબલ્સની એક વાત ખૂબ પ્રખ્યાત છે. તે વાત એ છે કે જૂઠને એટલી બધી વાર બોલો કે તે સત્ય બની જાય અને બધા તેના પર વિશ્વાસ કરવા લાગે.
તમે પણ પોતાની આસપાસ એવા લોકોને જોયા હશે, જેઓ ખૂબ સફાઈથી જૂઠું બોલતા હોય છે. તેઓ આ જૂઠને એટલા વિશ્વાસથી રજૂ કરતા હોય છે કે તે ખરેખર સાચું લાગે. આપણને પણ લાગતું હોય છે કે આ માણસ આટલા વિશ્વાસથી કહી રહ્યો છે તો વાત સાચી હશે.
મનોવૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ એક સેલ્ફ સર્વિંગ, હ્યૂમન ટેન્ડેન્સી છે. ઘણા બધા લોકોને જોકે જૂઠું બોલવાની ટેવ હોય છે, જ્યારે કેટલાક લોકો મજબૂરીમાં અથવા કોઈ પરેશાનીવશ જૂઠું બોલતા હોય છે. જોકે જૂઠું બોલવાના ઘણા બધા કારણ હોઈ શકે છે, જેને સરળતાથી સમજી શકવા ખૂબ મુશ્કેલ રહે છે, કારણ કે દરેક મનુષ્યમાં જૂઠું બોલવાના પોતપોતાના અલગ કારણ હોય છે.
ક્યારેક કોઈ કોઈના ભલા માટે જૂઠું બોલતું હોય છે, તો કોઈનું જૂઠ બોલવા પાછળનું કારણ હોય છે વિવાદિત નિવેદનો દ્વારા બીજા લોકોને ખોટા ઈરાદાવાળા અથવા તેમના ચારિત્ર્ય પર પ્રશ્નાર્થચિહ્ન લગાવવાનો પ્રયાસ કરવો હોય છે, જેથી તેઓ પોતાની ભૂલને છુપાવી શકે. કોઈ પ્રગતિ કરવા માટે જૂઠું બોલતું હોય છે, તો કોઈ કોઈને પાછળ ધકેલવા માટે જૂઠું બોલતું હોય છે. આ શ્રેણીમાં કેટલાક એવા લોકો પણ જેઓ શરમથી બચવા, પહેલા બોલેલા જૂઠને સાચું સાબિત કરવા અથવા લોકોને છેતરવાના વિચારથી જૂઠું બોલતા હોય છે.
આમ તો જૂઠું બોલવાની અનિવાર્યતાને પહેલી વાર લગભગ ૨ દાયકા પહેલાં કેલિફોર્નિયા યુનિવર્સિટીના સામાજિક મનોવિજ્ઞાન ભણાવનાર પ્રોફેસર બેલા ડે પોલોએ વ્યવસ્થિત રૂપે નોંધ્યા હતા.
この記事は Grihshobha - Gujarati の August 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の August 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો