અફઘાનિસ્તાનમાં લડાઈ ચાલુ છે મૂળમાં તેનો ધર્મ ઈસ્લામ છે. કટ્ટરપંથી તાલિબાન ધાર્મિક અને રાજકીય 래 શરિયા કાનૂનના સખત તરફદાર રહ્યા છે. તેઓ માણસના પહેરવેશથી લઈને તેના વ્યવહાર સુધ્ધાને પોતાની અનુસાર ચલાવવા ઈચ્છે છે. તે પુરુષને દાઢી રાખવા, ટોપી પહેરવા અને મહિલાઓને બુરખો ઓઢવા માટે કડકાઈપૂર્વક પાલન કરાવનાર છે. તેમાં પણ મહિલાઓ માટે તેમના વિચાર ખૂબ સંકુચિત છે.
તાલિબાનો મહિલાઓને એક સેક્સ ટોયથી વધારે કંઈ જ સમજતા નથી. આ જ કારણસર ભણેલીગણેલી, ઓફિસમાં કામ કરતી અને પ્રગતિશીલ અફઘાન મહિલાઓમાં સત્તા બદલવાને લઈને ખૂબ વધારે બેચેની છે. તેઓ જાણે છે કે તાલિબાનો અત્યારે ભલે ને એ જાહેરાત કરી રહ્યા હોય કે તેઓ મહિલાઓના શિક્ષણ અને કામ કરવા પર પ્રતિબંધ નહીં લગાવે, પરંતુ જેવું પૂરું અફઘાનિસ્તાન તેમના કબજામાં આવશે અને તાલિબાનની સત્તા કાયમી થશે, ત્યારે મહિલાઓની સ્થિતિ સૌપ્રથમ દયનીય થવાની છે. તેમને ફરી એક વાર પોતાના કામધંધા અને શિક્ષણ છોડીને ઘરમાં કેદ રહેવું પડશે. પોતાને બુરખામાં લપેટીને શરિયા કાનૂનનું કડકાઈપૂર્વક પાલન કરવું પડશે.
આજે અફઘાનિસ્તાની ગાયક, ફિલ્મકાર, અભિનેતા, ડાન્સર, પ્લેયર કોઈ પણ હોય, બધા અફઘાનિસ્તાનથી ભાગી છૂટવાની તક શોધી રહ્યા છે. તાલિબાનના કબજા પછી મોટી સંખ્યામાં કલાકારોએ અફઘાનિસ્તાન છોડી દીધું છે. તેનું કારણ એ છે કે તાલિબાને તેમને શરિયા કાનૂન અનુસાર પોતાના વ્યવસાયનું મૂલ્યાંકન કરવા અને પછી વ્યવસાયને બદલવાનો આદેશ આપી દીધો.
જો તેની અવગણના થશે તો તેઓ ગોળીના નિશાન બની જશે, કારણ કે તાલિબાન પોતાનું ઉદારવાદી મહોરું લાંબા સમય સુધી નહીં સાચવી શકે. અમેરિકન સેનાના સંપૂર્ણપણે અફઘાનિસ્તાન છોડી દીધા પછી તે પોતાના અસલી રંગમાં આવશે.
હવે માત્ર યાદો
જે અફઘાની મહિલાઓ ૬૦ ના દાયકામાં પોતાની કિશોરાવસ્થામાં હતી અથવા તો એમ કહીએ કે યુવાનીમાં પ્રવેશી રહી હતી, તે હવે વૃદ્ધ થઈ ગઈ છે, પરંતુ તે સમયગાળાની અફઘાનિસ્તાનની યાદો તેમની આંખોમાં આજે પણ ચમક પેદા કરી દે છે. પહેલા અંગ્રેજ સંસ્કૃતિ અને ત્યાર પછી રશિયન કલ્ચરના પ્રભાવના લીધે ૬૦ ના દાયકામાં અફઘાની મહિલાઓની લાઈફ ખૂબ ગ્લેમરસ રહેતી હતી.
この記事は Grihshobha - Gujarati の September 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の September 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો