તહેવારની ખાણીપીણીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
Grihshobha - Gujarati|October 2022
આ વાનગીથી તમે તહેવારને સારી રીતે ઊજવી શકશો, પરંતુ તેને ખાવા છતાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે..
તહેવારની ખાણીપીણીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

ભારતને પોતાની વિવિધતા અને પૂરું વર્ષ જાતિધર્મના લોકો દ્વારા ઊજવવામાં આવતા વિવિધ તહેવારના લીધે ઓળખવામાં આવે છે. વર્ષમાં ઘણી વાર આ તહેવાર ઊજવવા માટે પરિવાર, સગાંસંબંધી અને મિત્રો સાથે ભોજન ક૨વા ભેગા થાય છે. ખાતાપીતા હોય છે અને મોજમસ્તી કરતા હોય છે. આવું ઘરે, રેસ્ટોરન્ટ અથવા બારબેક્યૂમાં થતું હોય છે. આમ તો સાથે મળીને ખાવાપીવાના ઘણા લાભ છે, પરંતુ સૌથી મોટો લાભ સામાજિક મિલન મુલાકાતનો છે, જે માનસિક સ્વાસ્થ્ય અને ખુશહાલી માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે.

તહેવારના પ્રસંગે આપણે માત્ર સારી અને ખાસ વાનગી વિશે વિચારીએ છીએ, પરંતુ તહેવાર અને રજાના સમયે આપણે બધા કેટલીક ભૂલો કરીએ છીએ. આપણે સ્વાસ્થ્યવર્ધક આહારના બદલે વધારે પ્રમાણમાં ભોજન, મીઠાઈ, પ્રોસેસ્ડ ફૂડ વગેરેનું સેવન કરીએ છીએ અને તેના લીધે આપણા શરીરમાં કેલરીની વધારે માત્રા પહોંચી જાય છે.

વધારે કેલરીયુક્ત ભોજનનો અર્થ છે વધારે પ્રમાણમાં ફેટ, શુગર, વધારે કંસન્ટ્રેટેડ ડ્રિંક્સ તથા વધારે મીઠાયુક્ત એટલે કે સોડિયમથી ભરપૂર ભોજનનું સેવન. આ સ્થિતિમાં જે સામાન્ય સમસ્યા સામે આવે છે, તેમાં મુખ્ય છે : વજન વધવું અથવા પાચન સંબંધિત સમસ્યા જેમ કે એસિડિટી, ગેસ્ટ્રાઈટિસ, કબજિયાત, શરીરમાં પાણીની ઊણપ થવી વગેરે.

તહેવાર પૂરા થયા પછી વજન ઘટાડવાને લઈને વધી રહેલી ચિંતા વાસ્તવમાં વજનને વધારે છે, કારણ કે ચિંતાના લીધે ભૂખનો અહેસાસ વધારતા હોર્મોન્સ વધારે બનવા લાગે છે. તેથી તહેવારની સીઝનમાં કેટલીક સાવચેતી સાથે આ ખાસ પળનો આનંદ માણો. તેથી આવનારા તહેવારને ધ્યાનમાં રાખીને અમે તમને કેટલાક સરળ ઉપાયની જાણકારી આપી રહ્યા છીએ.

ખાલી પેટ રહેવાથી બચો

દિવસની સ્વસ્થ અને સંતુલિત શરૂઆત માટે બ્રેકફાસ્ટમાં આખું અનાજ, લો ફેટ પ્રોટીન તથા ફળનું સેવન કરો. કોઈને મળવા માટે ખાલી પેટ ન જતા ભરેલા પેટે જશો તો ફેસ્ટિવ ટ્રીટ્સના નામે ગમે તે ખાઈ લેવાથી બચી શકશો.

ઘણી વાર એવું થાય છે કે વાનગીનો આનંદ માણવા માટે આપણે મીલ્સને સ્કિપ કરીએ છીએ અને તેના લીધે ઓવરઈટિંગ પણ થઈ જાય છે. ખાલી પેટ હોવાથી સેરોટાનિનનું લેવલ ઘટી જાય છે. તેથી જ્યારે પણ કંઈ ખાધાપીધા વિના લાંબા સમય સુધી રહીએ છીએ ત્યારે સ્ટ્રેસ વધવા લાગે છે અને અહીંથી કંઈ ને કંઈ ખાતા રહેવાની શરૂઆત થાય છે અને આપણે જરૂર કરતા વધારે ભોજન પેટમાં ઠાંસી લઈએ છીએ.

この記事は Grihshobha - Gujarati の October 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Grihshobha - Gujarati の October 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

GRIHSHOBHA - GUJARATIのその他の記事すべて表示
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
Grihshobha - Gujarati

૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ

આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...

time-read
5 分  |
October 2024
છોકરામાં શું શોધે છે છોકરી
Grihshobha - Gujarati

છોકરામાં શું શોધે છે છોકરી

શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...

time-read
5 分  |
October 2024
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
Grihshobha - Gujarati

બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો

તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...

time-read
3 分  |
October 2024
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
Grihshobha - Gujarati

રંગોથી ઘરને આપો ન્યૂ લુક

તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...

time-read
4 分  |
October 2024
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
Grihshobha - Gujarati

ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર

તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...

time-read
3 分  |
October 2024
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
Grihshobha - Gujarati

પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ

આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...

time-read
6 分  |
October 2024
હેર કેર ફોર ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેર કેર ફોર ફેસ્ટિવલ

ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...

time-read
4 分  |
October 2024
હેપી ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેપી ફેસ્ટિવલ

ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...

time-read
6 分  |
October 2024
સમાચારદર્શન
Grihshobha - Gujarati

સમાચારદર્શન

અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.

time-read
2 分  |
October 2024
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો

time-read
5 分  |
October 2024