ફરવાનો શોખ બધાને હોય છે. ભારતમાં એવી અનેક જગ્યા છે, જે સુંદરતાથી ભરેલી હોવાની સાથેસાથે ત્યાં વિવિધ પ્રકારના એડવેંચર સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવે છે.
આવો જાણીએ, એવી જગ્યા વિશે:
ઋષિકેશ ફોર રાફ્ટિંગ લવર્સ
તમે પાણીમાં મસ્તી કરવા બેચેન છો તો તમારા માટે બેસ્ટ રિવર રાફ્ટિંગ ડેસ્ટિનેશન છે ઋષિકેશ. આ જગ્યા ઉત્તરાખંડ રાજ્યના ગઢવાલમાં આવેલી છે. અહીં વિદેશથી ભારત ભ્રમણ કરવા આવેલા લોકો પણ રાફ્ટિંગની મજા જરૂર લે છે, આ એડવેંચર છે જ એટલું રસપ્રદ કે રબરની હોડીમાં સફેદ વોટરમાં રસ્તા પસાર કરવા કોઈ રોમાંચથી કમ તો નથી જ ને.
તેની ખાસિયત એ છે કે જો તમને તરતા નથી આવડતું તો પણ તમે ગાઈડની ફુલ દેખરેખમાં આ એડવેંચરનો આનંદ માણી શકો છો.
આ ૪ જગ્યા પર રાફ્ટિંગ થાય છે:
બ્રહ્મપુરીથી ઋષિકેશ - ૯ કિલોમીટર, શિવપુરીથી ઋષિકેશ - ૧૬ કિલોમીટર, મરીન ડ્રાઈવથી ઋષિકેશ - ૨૫ કિલોમીટર, કૌડિયાલાથી ઋષિકેશ - ૩૫ કિલોમીટર.
બેસ્ટ મોસમ:
જો તમે રાફ્ટિંગ માટે ઋષિકેશ જવાનો પ્લાન કરી રહ્યા છો તો માર્ચથી મે ના મિડ સુધીનો સમય સારો છે.
બુકિંગ ટિપ્સ:
તમે રાફ્ટિંગ માટે બુકિંગ ઋષિકેશ જઈને જ કરાવો, કારણ કે ત્યાં જઈને તમે રેટ કંપેર કરીને સારું એવું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ઉતાવળમાં બુકિંગ ન કરાવો, નહીં તો તે તમારા ખિસ્સા પર ભારે પડશે. તમે ૧,૦૦૦ થી ૧૫૦૦ માં રાફ્ટિંગનો આનંદ માણી શકો છો અને જો તમારે ગ્રૂપ રાફ્ટિંગ કરવું છે તો તેની પર પણ તમે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
એક વાતનું ધ્યાન રાખો કે રાફ્ટમાં ગાઈડ વીડિયો બનાવવાના પૈસા અલગથી ચાર્જ કરે છે. એવામાં જો તેની જરૂર હોય તો જ વીડિયો બનાવો, નહીં તો રાફ્ટિંગનો આનંદ માણો.
પેરાગ્લાઈડિંગ ઈન કુલ્લૂમનાલી
આકાશની ઊંચાઈને નજીકથી જોવાની હિંમત દરેક વ્યક્તિમાં નથી હોતી અને જેમાં હિંમત હોય છે તે સ્વયંને પેરાગ્લાઈડિંગ કરવાથી અટકાવી નથી શકતા. તેથી દેશમાં પેરાગ્લાઈડિંગ એડવેંચરની કમી નથી અને આ એડવેંચરના શોખીન લોકો તેને કરવા માટે ગમે ત્યારે પહોંચી જાય છે. તેમાં એક ખૂબ જ ફેમસ જગ્યા છે મનાલી, જે ભારતના હિમાચલ પ્રદેશ રાજ્યના કુલ્લૂ જિલ્લામાં આવેલી છે. ત્યાંની બ્યૂટિને જોવા માટે દર વર્ષે હજારો લોકો આવે છે.
この記事は Grihshobha - Gujarati の April 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の April 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો