આજકાલ ક્રોપ ટોપ ખૂબ ટ્રેન્ડમાં છે.
તે ૫હે૨વામાં કૂલ ફીલિંગ આપે છે, એટલું જ નહીં તે સેક્સી પણ લાગે છે, પરંતુ ઘણા ઘરમાં છોકરીઓના આવા ક્રોપ ટોપ પહેરવા પર પ્રતિબંધ હોય છે.
ક્રોપ ટોપ અશ્લીલતાને પ્રોત્સાહન આપે છે એ બાબતે જાગૃતિ રાય પોતાનો એક એક્સપીરિયંસ શેર કરતા કહે છે, “હું ૨૦ વર્ષની છું. એક દિવસે હું ક્રોપ ટોપ અને જીન્સ પહેરીને સોફા પર બેસીને ટીવી જોઈ રહી હતી. એટલામાં મારા પપ્પા આવી ગયા અને ગુસ્સામાં મને કહેવા લાગ્યા કે જાગૃતિ આ તે કેવા પ્રકારના કપડાં પહેર્યા છે? જા જઈને કપડાં બદલી આવ.
શું તને કપડાં પહેરવાનું બિલકુલ ભાન નથી? હવે તું મોટી થઈ ગઈ છે. લાગે છે બહાર જઈને તું થોડી વધારે બગડી ગઈ છે. મારે તારું બહાર જવાનું બંધ ક૨વું પડશે, ત્યારે જ તારામાં અક્કલ આવશે. પપ્પાને આટલા ગુસ્સામાં જોઈને હું ડરી ગઈ. મેં કપડાં બદલી નાખ્યા, પરંતુ ત્યાર પછી હું મારા રૂમમાંથી બહાર ન આવી.”
અહીં જાગૃતિના પપ્પા સુરેન્દ્ર રાયનું તેની પર ગુસ્સે થવાનું કારણ હતું જાગૃતિનું ક્રોપ ટોપ પહેરવું. તેઓ છોકરીઓના ટૂંકા કપડાં પહેરવાના સખત વિરોધી હતા.
કપડાં પહેરવા પર નિર્લજ્જતા કેમ
શું મોડર્ન કપડાં પહેરવા નિર્લજ્જતાની નિશાની છે? આ પ્રશ્ન પર જાગૃતિનું કહેવું છે, ‘ક્રોપ ટોપ પહેરવું નિર્લજ્જતા નથી. તે બિલકુલ બ્લાઉઝ જેવું હોય છે. ફરક માત્ર એટલો હોય છે કે બ્લાઉઝને સાડી સાથે પહેરવામાં આવે છે
જ્યારે ક્રોપ ટોપને જીન્સ, સ્કર્ટ, શોર્ટ્સ, પ્લાઝો સાથે પહેરવામાં આવે છે.’’ આમ તો આ સોસાયટીએ છોકરીઓ માટે કોણ જાણે અનેક નિયમો બનાવ્યા છે અને તેમાંનો એક નિયમ છે છોકરીઓનું પગ ફેલાવીને બેસવું. આપણો સમાજ છોકરીઓની પગ ફેલાવીને બેસવાની ટેવને ખોટી નજરે જુએ છે. જો કોઈ છોકરી પગ ફેલાવીને બેઠી હોય તો તેને સેક્સ સિમ્બોલ સમજી લેવામાં આવે છે.
સંસ્કાર કે પાબંધી
છોકરીઓની પગ ફેલાવીને બેસવાની રીત બાબતે ૨૫ વર્ષની સુરભિ પટેલ પોતાના બાળપણનો એક અનુભવ શેર કરતા કહે છે, ‘“હું જ્યારે ૧૬ વર્ષની હતી ત્યારે મારા મમ્મીપપ્પા સાથે એક પાર્ટીમાં ગઈ હતી. ત્યાં હું કંફર્ટેબલ પગ ફેલાવીને પોતાના મિત્રો સાથે ખાવાનું એન્જોય કરી રહી હતી. તે સમયે પપ્પાએ મારી સામે ગુસ્સાભરી નજરે જોતા પોતાની પાસે આવીને બેસી જવાનો ઈશારો કર્યો હતો.
この記事は Grihshobha - Gujarati の August 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Gujarati の August 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો