CATEGORIES
Kategorier
અનલૉકનો આરંભઃ ભારતીય અર્થતંત્રની માંદગીનો અંત?
અર્થતંત્રના આંકડા અને સંકેતો કહે છે કે ભારતીય અર્થતંત્રની માંદગી ઘટી રહી હોવાથી એ આઈસીયુમાંથી બહાર આવવામાં છે. જો કે એ પછી પણ એને જનરલ વોર્ડમાં રાખીને એની સારવાર ચાલુ રાખવી પડશે, હજી સંભવિત ત્રીજા મોજાના આક્રમણની ચિંતા માથે લટકી રહી છે, એને રોકવા ગંભીર સાવચેતી–અગમચેતી પણ જોઈશે.
...હમ કો નહી કુછ સમજ, ઝરા સમજાના
આજના મસ્તમજાના વરસાદને નિહાળતાં નિહાળતાં રધુના મોંમાંથી બ્લેક એન્ડ વ્હાઈટ ન્યુ દિલ્લી પિચરના કિશોર કુમારના ગીતની પંક્તિ નીકળી પડે છે. અરે ભઈ નિકલ કે આ ઘર સે, આ ઘર સે, દુનિયા કી રોનક દેખ ફિર સે દેખ લે ફિર સે કેમ કે રઘુ જે શહેરમાં વસે છે એ મુંબઈ હવે ખૂલવા માંડ્યું છે. પહેલાંની જેમ ઉડ્ડપિ હોટેલમાં ઈડલી વડા-ઢોસા ખાવા સ્વાદરસિયા જઈ રહ્યા છે તો મૉલમાં, સ્ટોરમાં ઘરાકી નીકળી રહી છે અને વધુ એક આનંદના સમાચાર આવે છે કે વૈશાખ વદ દશમ ને શુક્રવાર, ૪ જૂને અભિનેત્રી યામી ગૌતમે પ્રભુતામાં પગલાં માંડ્યાં, ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈકના ડિરેક્ટર આદિત્ય ધર સાથે.
વિખ્યાત નાટ્યકાર ભરત દવેની એક્ઝિટ
માનવીની ભવાઈ અને બરી ધ ડેડ... પચાસથી વધુ કલાકાર-કસબી ધરાવતાં આ લોકપ્રિય ગુજરાતી નાટક ચારેક દાયકા પહેલાં અમદાવાદમાં નાટ્યગૃહ કે ઓપન એર થિયેટરના બદલે ગુજરાતી સાહિત્ય પરિષદના વિશાળ પ્રાંગણમાં કુદરતી માહોલમાં ભજવાયાં. એ પ્રયોગ ખૂબ વખણાયો. એના નાટ્યરૂપાંતરકાર અને દિગ્દર્શક હતા અમદાવાદના ભરત દવે.
શૂટ ફ્રોમ રિસોર્ટ!
વધતા કોવિડ–૧ના કેસને પગલે ગયા મહિને મહારાષ્ટ્ર સરકારના જડબેસલાક લૉકડાઉનના આદેશ બાદ ટીવી ઈન્ડસ્ટ્રીનો નવો મંત્ર છેઃ મુંબઈ બહારના, ખાસ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ તથા ગુજરાતના રિસોર્ટમાં શૂટિંગ...
હથેળીમાં મલ્ટિપ્લેકસ...
રઘુ આ લખવા બેઠો છે ત્યારે કોવિડ-૧૯ અને તાઉતે વાવાઝોડા કરતાં પણ અત્યંત ખતરનાક એવી રાધે ત્રાટકી અને લગભગ છ દિવસ વીતી ગયા છે. આ ફિલ્મ પર બનેલાં મીમ્સ અને જોક્સ જોતાં રઘુને થાય છે કે સલમાન ખાનનું સમ્માન કરવું જોઈએ. એટલા માટે કે એણે આ કપરા કાળમાં લોકોને હળવા મૂડમાં રાખ્યા અને લોકોને હળવા મૂડમાં રાખવા બનેલી મૌલિક રમૂજ સર્જવા કંઈકેટલા લોકોને પ્રેરણા આપી.
સહેજ મલકાય ચમચી...
વિવિધ સાધન એ વિજ્ઞાનીઓ અને સંશોધકોએ કરેલી સાધના છે. માત્ર રસોડામાં જ ડોકિયું કરશો તો એવાં અનેક સાધન મળી આવશે, જે આપણી જિંદગીનો એક હિસ્સો બની ગયાં છે. આ અનેકમાં કોઈ પણ ચમચાગીરી વગર ચમચી આગવું સ્થાન ધરાવે છે.
હું હજી જીવું છું... મી લૉર્ડ!
સરકારી ચોપડે મૃત ઘોષિત વ્યક્તિએ પોતાની હયાતી પુરવાર કરવા જાતજાતની પરેશાની અને પીડા વેઠવી પડે છે તો કોઈક વળી પોતાના કે પરિવારજનોના મૃત્યુના નામે કમાણી પણ કરે છે. વાંચો, કાગળકપટની કરમકથની.
લઘુ બચત પર વ્યાજકાપ આવે તો...
સરકારી લઘુ બચત યોજનાઓ પર પુનઃ વ્યાજદર ઘટાડવાની વાત શરૂ થઈ છે. આમ થયું તો એનો પહેલો લાભ યુટ્યુઅલ ફંડ ઉદ્યોગને થઈ શકે, શા માટે? અને રોકાણકારો માટે શું છે વિકલ્પ?
યહ બંદીમેં હૈ દમ!
ડૉક્ટરપરિવારની આ દીકરીએ નાનપણથી સપનું જોયું કંઈક અલગ કરવાનું. જુનિયર કૉલેજમાં ભણતી વખતે એ દિશા એને જડી આવી અને ડ એન્જિનિયર તરીકે એણે નવી -જ કેડી કંડારી છે.
નારાયણનાં દર્શન બંધ, દરદી નારાયણની સેવા ચાલુ ...
કોરોનાને લીધે મંદિરો તથા બીજાં ધર્મસ્થાનોના દરવાજા બંધ છે. દેવદર્શન થઈ શકતાં નથી. જો કે આ કોરોના કાળમાં ધર્મસંસ્થાઓ, કથાકારો અને વિવિધ સંપ્રદાયો દરદી નારાયણની સેવા માટે પણ સતત સક્રિય છે. સેવાક્ષેત્રના રંગમાં ધર્મક્ષેત્ર અને ઉદ્યોગનો સંગ ભળ્યો છે.
બ્લડ બૅન્કમાં બર્થ-ડે!
કિશોરવયથી યુવાની તરફની તૈયારી એટલે ૧૮મો જન્મદિવસ. યુવાનીમાં પગ માંડતા દરેકનો એક અલગ જ ઉત્સાહ હોય. મિત્રો પણ પૂછતા હોય કે પાર્ટી ક્યાં આપીશ? એ વખતે કોઈ એમ કહે કે બ્લડ બેન્કમાં.. તો નવાઈ તો લાગે જ!
નેપાળઃ હતા ત્યાંના ત્યાં...
ભારતીય ઉપખંડમાં, એક ભારતને બાદ કરીએ તો લોકશાહીને ઝાઝું લેણું નથી. પાકિસ્તાનને એનું એક અંતિમ ગણીએ તો બીજા દેશો પણ હજી લોકશાહી શાસનપ્રણાલી પૂરી પચાવી શક્યા નથી. બાંગ્લાદેશ અને શ્રીલંકા હમણાં કંઈક સ્થિર થયા છે, પણ ત્રીસ વર્ષથી જ લોકશાહી તરફ વળેલું નેપાળ હજી ઠરીઠામ થયું નથી.
પ્રકાશક ભગતભાઈ શેઠનું નિધન
ગુજરાતની જાણીતી પુસ્તક પ્રકાશન સંસ્થા અમદાવાદની આર.આર. શેઠની કંપનીના સંચાલક ૭૯ વર્ષ ભગતભાઈ ભૂરાલાલ શેઠનું ૧૫ મેએ અમદાવાદમાં નિધન થયું છે.
પોલીસની શી ટીમ આવી છે!
પોલીસ તમારો મિત્ર છે... આવું સ્લોગન દેશમાં અનેક પોલીસસ્ટેશનમાં વાંચવા મળે.
ચિરાગનું અસલી-નકલી...
જ્યાં સામસામી રોકેટવર્ષા થઈ રહી છે એ ઈઝરાયલથી સમાચાર આવ્યા છે કે અહીંના ડેવિ નેશનલ પાર્કમાંથી ખાણખોદિયા પુરાતત્વવિદોને સદીઓ પુરાણો એક ભેદી ચિરાગ કે દીવો મળી આવ્યો છે.
આંખના ડૉક્ટરની દૃષ્ટિએ જુઓ સૃષ્ટિ
જન્મ્યા ત્યારથી અત્યાર સુધીમાં આપણે અનેક ડૉક્ટર પાસે કોઈને કોઈ બીમારીના ઈલાજ માટે ગયા હોઈશું. આપણી આસપાસ પણ એવા કેટલાક તબીબો રહેતા હશે. એમાંથી અમુક ડોક્ટર જુદી જુદી કળામાં માહિર કે અવનવો શોખ ધરાવતા હોય છે.
કોરોના કાળમાં પણ મળે છે રાજરોટી
ભોજન એ માનવીની મુખ્ય જરૂરત છે. માણસ બધા વગર ચલાવી લે, પણ પેટની ભૂખ સામે એ લાચાર બની જાય છે. પેટની આ ભૂખ શાંત થાય તો એ સકારાત્મક રીતે કામ કરે અને જીવનમાં હકારાત્મક બની શકે. હાલમાં મોંઘવારી અને ખાસ તો કોરોનાને લઈને ગરીબ માણસોને બે ટંક પોષણક્ષમ ભોજન કરવું પણ મુશ્કેલ છે.
કચ્છ ગ્રામોત્થાનના સ્વપ્નદૃષ્ટા ગુમાવ્યા...
ગુજરાતના એક સેવાભાવી શ્રેષ્ઠિ શ્રી કાન્તિસેન શ્રોફ (કાકા)ના નિધનથી અત્યંત દુઃખ થયું. એક સફળ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત નાના કળા-કારીગરો માટે એમણે કરેલું પ્રદાન દીર્ધકાળ સુધી યાદ રહેશે. મારી શ્રદ્ધાંજલિ. ઓમ શાંતિ...
આ મીઠું માત્ર ખારું નથી!
રસોઈની વિવિધ સામગ્રીમાં મીઠું પ્રથમ હરોળમાં સ્થાન ધરાવે છે. મીઠું સ્વાદમાં ખારું છે, છતાં સૌ એને મીઠું કહે છે. મસાલાના વેપારી મીઠાને મસાલાનો રાજા કહે છે. મીઠા વગર વાનગી ફીકી લાગે. દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે, જેણે મીઠાનો સ્વાદ ન ચાખ્યો હોય.
આ હૉસ્પિટલ બાંધી છે શિક્ષકોએ!
શિક્ષકોની ભાગીદારીથી કેવો ચમત્કાર સર્જાઈ શકે છે એનું દષ્ટાંત હાલમાં મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના અકોલે તાલુકામાંથી મળી આવ્યું. કોરોનાના આવા વિકટ સમયમાં અહીંના શિક્ષકોએ મળીને સાત જ દિવસમાં ઑક્સિજન સુવિધા સાથેનું આખું કોવિડ સેન્ટર તૈયાર કરી નાખ્યું. ૬0 કોવિડ બેડ સાથેનું આ સેન્ટર વિચારમાંથી આકારમાં કેવી રીતે બદલાયું એની રસપ્રદ વાત.
અહીં શાંતિને અવકાશ જ નથી...
એક સાથે આઝાદ થયેલા ઈઝરાયલ અને પેલેસ્ટિન વચ્ચેનું વેર સમયનાં વહેણ સાથે ઓછું થવાને બદલે વધતું રહ્યું છે. આપસી મતભેદથી પ્રજાની આંખ પણ સામસામી વઢતી હોય ત્યાં સમાધાનનો તો છેદ ઉડી જ જાય ને?
પથ્થરને બોલતા કરે છે આ કસબી
રંગહીન-આકારહીન-રૂપહીન લાગતા પથ્થરોમાં ૩૨ વર્ષનો સુમન દાભોલકર માત્ર રંગ, રૂપ, આકાર જ નહીં, આખેઆખાં મનુષ્ય-પ્રાણી-ફળ-ફૂલ-કાર્ટૂન બધેબધું સર્જવાની ક્ષમતા ધરાવે છે.
સરકારની કઠોર પરીક્ષા...એક્ઝામ ઑનલાઈન લેવી કે ઑફલાઈન?
સેન્ટ્રલ તેમ જ ઈન્ટરનૅશનલ બોર્ડના પગલે મહારાષ્ટ્ર રાજ્ય સરકારે પણ દસમા ધોરણની પરીક્ષા લેવાનું કૅન્સલ કર્યું એ નિર્ણયના મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે. સરકાર પણ દ્વિધામાં છેઃ પરીક્ષા લેવામાં આવે તો કોરોનાનો ઉપદ્રવ ફેલાવાનો ડર છે અને ન લેવામાં આવે તો વિદ્યાર્થીઓનું યોગ્ય મૂલ્યાંકન ન થાય.
મહામારીમાં દર્દ-એ-ડિસ્કો...
કોરોનાના સેકન્ડ વેવમાં એક બાજુ જ્યાં કોવિડ પેશન્ટને બેડ-ઑકિસજન-વેન્ટિલેટર મળતાં નથી ત્યારે પીઠ-કમર-ઘૂંટણના દુખાવાના દરદીનું શું? એ ક્યાં જાય, શું કરે? જવાબ છેઃ પેઈન મેનેજમેન્ટ.
વગર રસીએ રસીકરણનું સર્ટિફિકેટ!
અભિનંદન. તમારું વેક્સિનેશન સફળ રહ્યું છે...
બોલો, ક્યાંનું રાષ્ટ્રગીત સાંભળવું છે?
મોટા ભાગની શાળામાં રાષ્ટ્રગીત ગાવાનું ફરજિયાત હોવા છતાં ઘણા વિદ્યાર્થીને રાષ્ટ્રગીત યાદ નહીં રહેતું હોય. એવામાં કોઈ કહે કે વડોદરાના એક યુવાન અથર્વ મૂળેએ એક-બે કે આઠ-દસ નહીં, પણ ૮૯ દેશનાં રાષ્ટ્રગીત કંઠસ્થ કર્યા છે તો એ વાત આપણને ગળે ઊતરે?
નાથદ્વારાનું નવું નજરાણું
રાજસ્થાનસ્થિત વૈષ્ણવોના યાત્રાધામ નાથદ્વારાના નાથદ્વારાશેલીનાં ચિત્રો અનેક કલારસિકોના સંગ્રહમાં સ્થાન પામ્યાં છે.
આગ ન જુએ સમય!
અમદાવાદના ચીફ ફાયર ઑફિસર રાજેશ ભટ્ટ, એમનાં પત્ની કલ્પના, પુત્ર ફાયર ઓફિસર મિલન અને પુત્રવધૂ દીપ્તિએ કોરોનાગ્રસ્ત થયા બાદ થોડા દિવસ પહેલાં હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બાદમાં રાજેશભાઈની ફરીથી તબિયત બગડતાં એ હોમ આઈસોલેશનમાં હતા. એવામાં હમણાં એક મધરાત્રે ફોનની રિંગ વાગી.
ઝાંખા રંગો બોલે છે...
આંખોની કીકીમાં અનુભવનો વૈભવ સમાયેલો હોય. આ વૈભવ ક્યારેક સ્મૃતિથી ઝળકતો હોય તો ક્યારેક કોઈ દુર્ઘટનાને કારણે ઝંખવાણો પડી ગયો હોય. ચશ્માં વગર છાપું પણ ન વાંચી શકતી આંખો વીતેલાં વર્ષોને દૂર સુધી જોઈ શકે છે. કેટલાક પ્રવાસ એવા હોય, જેમાં પૈડાંની નહીં, પ્રેમની જરૂર પડે.
કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર...
સુરતના ઍનેસ્થેટિસ્ટ ડૉ. સંકેત મહેતાએ ગયા વર્ષે મોત સામે રીતસર યુદ્ધ છેડ્યું હતું. ૧૦૦ દિવસ હૉસ્પિટલમાં રહી આવેલા ને પોતાના જાનની પરવા કર્યા વિના હોસ્પિટલમાં અન્ય દરદીનો જીવ બચાવનારા આ પરગજુ દાક્તર આપે છે જાતને સલામત રાખવાનું પ્રિસ્ક્રિપ્શન.