CATEGORIES
Kategorier
ધ ઈન્ટરનેટ આર્કાઈવ મૂલ્યવાન જ્ઞાનનો વિનામૂલ્ય ખજાનો...
માહિતીના ઈન્ટરનેટિયા મહાધોધમાંથી બોધ રૂપી જ્ઞાન તારવવાનું કડાકૂટભર્યું ખરું, પણ જો એક જ સ્થળેથી જે જોઈએ એ બધું મળી જાય તો? હા, આવું એક સ્થાન છે “ધ ઈન્ટરનેટ આર્કાઈવ’, જેમાં વિવિધ દેશોની ભાષાનાં પ્રાચીન-અર્વાચીન પુસ્તકોને ડિજિટલ સ્વરૂપે સાચવી રાખવામાં આવ્યાં છે. આમાં ચાલીસ હજારથી વધુ તો ગુજરાતી પુસ્તકો, હસ્તપ્રતો છે, બોલો! તો ચાલો, રીડિંગ ડેસ્ટિનેશનની વર્ચ્યુઅલ ટુર પર.
આઈલ્લા... રંગ ચઢેગા?
હવે જોવાનું એ છે કે સૂર્યવંશી પ્રેક્ષકોની, થિયેટરમાલિકોની દિવાળી પર રંગ ચઢાવે છે કે પછી...
હવે રચાઈ શકે છે નવો ઈતિહાસ!
અર્થતંત્રના મજબૂત વિકાસ માટે તૈયારીઃ પાંચથી પંદર વરસમાં સર્જાશે ન્યુ ઈન્ડિયા.
મીઠી મીઠી, સેફ બાતેં...
દિવાળી એટલે ખાવા-પીવાના ને જલસા કરવાના દિવસો. મોતીચૂર લડ્ડથી લઈને કાજુકતરી, જલેબી, ગુલાબજાંબુ જેવી પારંપરિક મીઠાઈનાં નામ પડતાં જ મોઢામાં પાણી આવવા માંડે. જો કે એ સાથે વજન, સુગર લેવલ વધી જવાનો ડર પણ લાગે. ધારો કે એવો ચમત્કાર થાય કે ભાવે એ મીઠાઈ ખાવા છતાં વજન, ડાયાબિટીસ ન વધે તો?
દક્ષિણ ભારતમાં વસે છે એક મિની સૌરાષ્ટ્ર!
ગુજરાતીને દેશ-કાળ-ભાષાના સીમાડા ક્યારેય નડ્યા નથી. વાણિજ્ય અર્થે એ ક્યાં ક્યાં નથી પહોંચ્યો? જો કે એક વર્ગ એવો છે, જે હજારેક વર્ષ પહેલાં પોતાનાં મૂળ-કુળના જતન કાજે વતન છોડીને સેંકડો માઈલ દૂર જઈ વસ્યો. એ છે દક્ષિણ ભારતનાં ચેન્નઈ, મદુરાઈ, બેંગલોરમાં વસતા વીસ લાખથી વધુ સૌરાષ્ટ્રિયના બ્રાહ્મણો, જે હવે એમના માદરેવતન સાથે નવેસરથી સંબંધસેતુ બાંધવા ઉત્સુક છે.
મળ્યા ઘડપણનાં ઘરને નવા રંગુ-નવા ઉજાસ...
સાવ એકલાં રહેતાં, મોટી ઉંમરનાં શારીરિક અક્ષમ સ્ત્રી-પુરુષોનાં ઘરમાં દિવાળીની સાફસફાઈરંગરોગાનનું શું? આ સવાલમાંથી શરૂ થઈ મુંબઈના એક ટ્રસ્ટની એક નવી અનુકરણીય પહેલ
રમત સંગીતખુરસીની...
અમરિન્દરને વેતરી નાખવા રાહુલ અને પ્રિયંકા ગાંધીએ પંજાબ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિદ્ધના ખભે બંદૂક રાખી દાવ ખેલ્યો, પણ એમાં સરવાળે નુકસાન કોંગ્રેસને જ થવાનું છે.
બિનજરૂરી બોજ ઊંચકવાની મુર્ખામી શા માટે?
માન્યું કે જીવન કપરું છે અને પડકારોનો કોઈ પાર નથી, પણ થોડી અક્કલ ચલાવવાથી કેટલીક નકામી ઉપાધિથી બચી શકાય.
ગુજ્જુ ગર્લની આસમાની છલાંગ
વડોદરાના મધ્યમવર્ગી પરિવારની આ યુવતી જાણીતી બની છે એના ગગનભેદી ભૂસકા માટે. કેવળ આકાશના આકર્ષણમાંથી દેશની ચોથી માન્યતા પ્રાપ્ત સ્કાયડાઈવર બનવા તરફની એની ઉડાન રોમાંચક છે.
મમતા હજી ગજું કાઢશે...
નરેન્દ્ર મોદી-અમિત શાહની બેલડીને જબ્બર ટક્કર આપી મમતાએ ભાજપવિરોધી આગેવાનીમાં પોતાનું સ્થાન બે વેત ઉપર ચડાવ્યું છે
જમ્મુ-કશ્મીરઃ શાંત હજી કેટલી દૂર?
વધુ એક કશ્મીરી પંડિતની હત્યાઃ આતંકવાદ ફરી માથું ઊંચકશે?
અફઘાનિસ્તાનઃ હતા ત્યાંના ત્યાં!
અમેરિકાએ વીસ વર્ષ પહેલાં ખદેડેલા તાલિબાને અફઘાનિસ્તાનમાં પાછી સત્તા કબજે કરી.
આ આંદોલનનું આયખું કેટલું?
ખેડૂત આંદોલન: જોર નબળું પડ્યું છે, પણ...
પડકાર હજી ઘણા છે...
જાનહાનિની દષ્ટિએ બહુ મોંધી પુરવાર થયેલી કોરોના ડિસીઝની બીજી લહેરમાંથી આપણે બહાર નીકળી રહ્યા છીએ. આરંભિક તબક્કે રસીકરણ ઝુંબેશમાં થોડી ઢીલાશ પછી ભારતે અડધું યુદ્ધ જીતી લીધું છે એમ કહી શકાય. જો કે રોજી-રોટી ગુમાવનારા લોકોને ફરી પગભર કરવાનો જંગ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષ દરમિયાન આપણે લડવાનો છે. કોરોના જેવા વાઈરસ હવે ગમે ત્યારે ત્રાટકે એવો ખતરો વધી ગયો છે. એ સામે તો આપણે લાંબી લડાઈ માટે તૈયાર રહેવું પડશે.
દોઢ સદી પહેલાંના અમેરિકાપ્રવાસનું ઍક્શન રિ-પ્લે
આજથી દોઢસો વર્ષ પહેલાં એક પારસી ગૃહસ્થ અમેરિકાની મુસાફરીના સ્વાનુભવનું લખેલું પુસ્તક ‘ગુજરાત સાહિત્ય અકાદમી'એ તાજેતરમાં પુનઃ પ્રકાશિત કર્યું. આ પુસ્તક, એની ભાષા, વર્ણન જેટલાં રોચક છે એટલો જ રોમાંચક છે મૂળ પારસી લેખકનું પગેરું મેળવવાનો પ્રવાસ...
પરિશ્રમનું શ્રીફળ વધેરી એમણે સ્વબળે સર્જ્યું નંદનવન...
યાત્રાધામ અંબાજીની આસપાસ વિખેરાયેલાં શ્રીફળનાં છોતરાંની સમસ્યાનો ઉકેલ હિતેન્દ્ર રામીએ કમાલનો શોધ્યો. એમણે નાળિયેરનાં છોતરાં-કાચલી-ભૂકામાં કળાનું પરિમાણ ઉમેરી ‘કોકોનટ વેસ્ટ મૅનેજમેન્ટ પ્રોજેક્ટ'માં કળા-રોજગારી-કમાણીના કસબનું નવતર પ્રકરણ આલેખ્યું.
વડોદરાનો ઈતિહાસ થયો કાળ સંદૂકમાં કેદ!
ભવિષ્યમાં શતાબ્દી ટાઈમ કૅપ્સ્યૂલને બહાર કાઢવામાં આવશે ત્યારે એ સમયની પેઢીને ઈતિહાસની માહિતી અને વસ્તુ જોવા અને જાણવા મળશે. સાથે ઈતિહાસકારોને સચોટ પુરાવા મળશે.
કવિતામાંથી થયેલી આવક કવિતાને અર્પણ
હિમલ પંડ્યાના કાવ્યસંગ્રહનું વિમોચન: ચાલો, કરીએ સાહિત્યનું સંવર્ધન
મહિલાઓને આત્મનિર્ભર બનાવતી સમાજસેવા!
દીકરી પાસેથી પ્રેરણા લઈ એ મોટી ઉંમરે આગળ ભણ્યાં તો પોતે આત્મસાત્ કરેલી કળા બીજી સ્ત્રીઓને શીખવવા અને એમને પગભર કરવા એમણે એક સંસ્થા પણ શરૂ કરી, જેણે વગર દિવાળીએ અનેક ઘરમાં દીવા પ્રગટાવવાનું કામ કર્યું છે.
હીરા ઊગે છે પ્રયોગશાળામાં...
આકાશને આંબતી કિંમત તથા અમુક હિંસક સંગઠનોએ હીરાની અનેક ખાણ પર જમાવેલા કબજાને કારણે હવે ઘણા ગ્રાહક પરંપરાગત–નૅચરલ ડાયમંડને બદલે ફેક્ટરીમાં બનતા, પરંતુ એકદમ ઓરિજિનલ લાગતા લૅબ-ગ્રોન ડાયમંડ પસંદ કરતા થયા છે. માનવસર્જિત હીરાના મણકામાં હવે પ્રચલિત બની રહ્યા છે પ્રયોગશાળામાં બનાવવામાં આવતા ડાયમંડ. સુરત-મુંબઈની અમુક મહિલાએ લૅબોરેટરીમાં બનતા ડાયમંડના બિઝનેસમાં કાઠું કાઢ્યું છે.
બળિયા એ નસીબના...
આજે ભારતમાં વર્ષે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાની લોટરી વેચાય છે, પણ અમેરિકનો તો જેકપોટ જીતવાની લાલચમાં વર્ષે ૯૦ અબજ ડૉલર (આશરે પોણા સાત લાખ કરોડ રૂપિયા)ની લોટરી લે છે. જોવામાં આવ્યું છે કે રોજિંદા લોટરીના ગ્રાહક કરતાં ક્યારેક જ લોટરી લેનારાઓને વધુ ઈનામ મળે છે.
કાળો કોલસો: નકામો છતા કામનો...
જમીન, હવા ને પાણી ત્રણેયને પ્રદૂષિત કરતો કોલસો આમ તો અણમાનીતો ગણાય, છતાં દેશમાં વીજળીના ઉત્પાદન માટે હજી સૌથી મોટો ભરોસાનો સાથી ગણાતો આ કાળો પદાર્થ હમણાં એની અછતને કારણે ખૂબ ગાજ્યો છે. જાણીએ, કોલસાનું અવનવું.
દેરાસર એક... દર્શન અનેક!
પાંચથી એકત્રીસ ઇંચ ઊંચાઈની શ્વેત, શ્યામ, લીલો, મરૂન, વગેરે માર્બલ અને સ્ફટિકની કળાત્મક પ્રતિમા રાજસ્થાનમાં તૈયાર કરાવીને જિનાલયમાં પ્રદર્શિત કરી છે.
બ્રેકિંગ ન્યૂઝના બખેડા..
૨ ઑક્ટોબરે મુંબઈકિનારે નાંગરેલી વૈભવશાળી કોડેલિયા કૂઝ પર ડ્રગ્સના મામલે રેડ પડી ને...
આ અપના ઘરમાં મળે છે ઘર જેવી રસોઈ...
સિવિહોણાં ઘરના લોકો માટે છે 'અપના ઘર'નું રસોડું
નાનાં ગામની બજારો પણ બની રહી છે મોટી
દિવાળી આવે એટલે શૉપિંગનો માહોલ જામે. ગયા વર્ષે બંધ રહેલા વેપારધંધા કોરોનાની ત્રીજી લહેરનો ડર ફગાવીને આ વર્ષે ધમધમી રહ્યા છે. ઑનલાઈન શોપિંગના આ સમયમાં એક નજર સૌરાષ્ટ્રનાં નાનાં શહેરો-નગરો પર, જ્યાં હવે કપડાં, ઈલેક્ટ્રોનિક્સ કે ફડ આઈટેમમાં બ્રાન્ડની બોલબાલા છે.
ખાન ઔર ચાન...
મજાની વાત એ કે જૈકી ચાન પોતે ચાઈનીઝ પોલીસના ઍન્ટિ-નાર્કોટિક્સ મિશનનો બ્રાન્ડ એમ્બેસેડર હતો. એ યુવાનોને ડ્રગ્સ ન લેવા સમજાવતો, પણ એનો જ દીકરો ડ્રગ્સના મામલે પકડાઈ ગયો ત્યારે એની હાલત કફોડી થઈ ગઈ
આ શહેર તમારા મનસૂબા ઊથલાવી દે...
મુંબઈ, કોલકાતા, કાબુલ જેવા શહેરોમાં અનેક ફરજિયાત બંધ જોયા છે. પક્ષ કોઈ પણ હોય, પક્ષીની ચાંચ તીણી જ રહેવાની.
આમ થાય ઈડિયટ બૉક્સનો સ્માર્ટ ઉપયોગ...
ગામડાંનાં ગરીબ બાળકો માટે જૂના ટીવી સેટનું દાન આપવાની ઝુંબેશ દ્વારા આ અમદાવાદી શિક્ષક રેલાવે છે જ્ઞાનનો પ્રકાશ.
આવી વધુ દુર્ઘટના વેઠવાની તૈયારી રાખવાની છે!
વગર ચોમાસે કેરળની નદીમાં ઊમટ્યાં ઘોડાપૂર.