આશ્કા રડતી-રડતી ઘરમાં દોડતી આવીને બૅડરૂમમાં ઘૂસી ગઈ. ધડામ કરતો રૂમનો દરવાજો બંધ કર્યો અને પથારી પર ઊંધા માથે પડીને રડવા લાગી. તેનું આખું શરીર ગુસ્સા, નફરત, નિરાશા અને ઘવાયેલી લાગણીઓના કારણે ધ્રુજી રહ્યું હતું. હાથપગમાંથી જાણે જીવ જતો રહ્યો હોય એમ એ તકિયાના ટેકે ક્યાંય સુધી પડી રહી. ઘરમાં કોઈ હતું પણ નહીં. રડતાં રડતાં એમ પડ્યા પડ્યા એ કયારે સૂઈ ગઈ એની એને ખબર ન પડી. સાંજે હીરે ઘરની ડૉરબેલ વગાડી ત્યારે ઊઠી. હીર તેની કૉલેજ ફ્રેન્ડ. ગ્રેજ્યુએશન પછી બંને બહેનપણીઓ એક જ ઑફિસમાં સાથે નોકરી પર લાગેલી અને સાથે જ રહેતી.
બપોરે ક્રિષ્નાએ આશ્કાની ઑફિસમાં જઈને જે તમાશો કરેલો એ પછી આશ્કા ખૂબ વ્યથિત થઈ ગયેલી. એ વિશે ફરિયાદ કરતાં આશ્કા હીરને કહેતી હતી, ‘જોયું ને તેં, આજે ઑફિસમાં ક્રિષ્નાએ શું કર્યું એ?! આ જ, એની આ જ વાત મને બિલકુલ નથી ગમતી. અત્યાર સુધી તો બસ મને એકલીને જ પજવતો હતો. હવે તો જાહેરમાં એની બદતમીજી બતાવે છે. એને એવું જ લાગે છે કે મારી આજુબાજુ જેટલા પુરુષો ભાઈ, મિત્રો, કલિગ્સ તરીકે હોય છે એ બધા ખરાબ જ છે અને બધા મને લાઇન મારે છે, આવા છે તેવા છે, મારા વિશે ખરાબ વાતો કરે છે એવું મને જૂઠું જૂઠું ભણાવે છે. એ બધાને મેં સીધા મોઢે પૂછી લીધેલું કે તમે મારા વિશે આવી વાતો કરો છો કે નહીં? તો બધાએ પોતાના સૌથી વહાલા વ્યક્તિના સમ ખાઈને ના પાડી દીધેલી. છતાં હજુ ક્રિષ્ના મને નાની કીકલી સમજીને બધાથી દૂર રાખવાનો જ પ્રયત્ન કર્યા કરે છે અને આજે તો ઑફિસમાં આવીને મારી બાજુના ટેબલે બેસતા મિહિર સાથે નકામી બબાલ કરી. હાથ પણ ઉપાડી દીધો.’
એટલામાં ડૉરબેલ વાગી અને ક્રિષ્નાએ દરવાજો ખખડાવ્યો. હમણાં સખત ગુસ્સે થયેલી પ્રેમિકા આશ્કાને હીરની હાજરીમાં પોતાના અઢળક વહાલ અને માફી માગવાની રીતથી મનાવી લીધી. જોકે આ કિસ્સામાં બિચારો મિહિર વગર વાંકે દંડાઈ ગયો. એનો વાંક એટલો કે તેણે એક એક્સ્ટ્રા પઝેસિવ વ્યક્તિની ગર્લફ્રેન્ડ સાથે ઑફિસમાં મિત્રતા કરી હતી.
Denne historien er fra August 13, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 13, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?