ગત વર્ષે સિંગાપોરમાં બનેલો એક બનાવ આપણને સૌને આશ્ચર્યચકિત કરી દે તેવો છે. મહંમદ ફિતરી નામનો યુવક બાઇક લઈ સૂમસામ રસ્તે જતો હતો. અચાનક એક વૅનની ઠોકરે એ પડી ગયો. આસપાસ કોઈ જ નહોતું. હા, એના કાંડા ઉપર હતી સ્માર્ટ વૉચ, જેણે સ્માર્ટ કામ કર્યું. તેણે તરત જ ઇમર્જન્સી કોન્ટેક્ટમાં જઈ પહેલો કૉલ ડૉક્ટરને એમ્બ્યુલન્સ મોકલવા માટે કર્યો તે પણ લૉકેશન સહિત અને બીજો કૉલ તેની ગર્લફ્રેન્ડને કર્યો. તમને થશે આવું તે હોતું હશે! પરંતુ ના, જે લોકો આ ટૅક્નોલૉજીનો ઉપયોગ કરી રહ્યા છે તેમને આ વાત નવી નહીં લાગે. સ્માર્ટ વૉચ શરીરના સંપર્કમાં હોય અને કંઈક અકસ્માત થાય ત્યારે ઘડિયાળમાં ‘હાર્ડ ફોલ’ ડિટેક્ટ થાય અને તરત જ ઇમરજન્સી નંબર ઉપર મેસેજ જાય. છે ને ટૅક્નોલૉજીની માનવજાત માટેની ઉપકારક સેવા!
હેલ્થ ઉપકરણોની ઉપલબ્ધિથી આપણને ઉપયોગી ગૅજેટ્સ અને ડિવાઇસ મળ્યાં છે. જેનાથી આપણાં શરીરમાં થતાં પરિવર્તનને પારખી લઈ આપણે તેનો ઇલાજ કરી શકીએ છીએ. હરિયાણાના યમુના નગરમાં રહેતા ૩૦ વર્ષીય ડેન્ટિસ્ટ નિતેશ ચોપરા તથા તેમની પત્નીએ તો તેમને થયેલ સુખદ અનુભવ પછી સ્માર્ટ વૉચ બનાવતી કંપનીના માલિકને આભાર પત્ર લખ્યો હતો. કંપનીના માલિક તરફથી વળતો હૂંફાળો પ્રતિભાવ પણ મળ્યો હતો. નિતેશ ચોપરાને એમની સ્માર્ટ ઘડિયાળ દ્વારા રિપિટેડલી ઍલાર્મ મેસેજ મળવાના શરૂ થયા તેથી પતિ પત્ની ચેતી ગયાં અને ડૉક્ટરનો સંપર્ક કર્યો તો, તેમના હાર્ટમાં ૯૯.૯ બ્લોકેજ હતું. વૉચનો ઇ.સી.જી રિપોર્ટ તેમને ડૉક્ટર સુધી દોરી ગયો અને સફળ સર્જરી પછી તેમની જિંદગી બચી ગઈ.
Denne historien er fra October 01, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra October 01, 2022-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?