જીવનસંગિની
ABHIYAAN|October 29, 2022
જીવન કબાટ ખોલી એક પછી એક વસ્તુ કાઢવા લાગ્યો ત્યાં જાણે વૃક્ષ પરથી કોઈ ફળ પડ્યું હોય તેવો અવાજ આવ્યો. તેણે જોયું તો એક બુક હતી. બુક પર વિવિધ રંગના કાગળથી પતંગિયાના આકાર ચોંટાડેલા હતા.
દર્શના લકુમ
જીવનસંગિની

આકાશમાંથી એક તારો ખર્યો હતો, ફૂલના બગીચામાંથી એક ફૂલ ખર્યું હતું. જેણે પોતાના કર્તવ્યને સારી રીતે બજાવ્યું હતું તેની ખાતરી પોતાને રોમે રોમે સળગાવીને બતાવતી હતી. એવી દિવ્ય આત્માને અંતિમ વિદાય આપવા બધાં ઊભા હતા. એક બાજુ તે પોતાના અંગને સળગાવી કર્તવ્યનિષ્ઠાની ખાતરી આપતી હતી તો બીજી બાજુ તેના ઘરના લોકો જીવનને જીવવાનો દિલાસો આપી રહ્યા હતા. આજે તેના ઘરની જીભનું મૃત્યુ થયું હતું. ઘર શાંત થઈ ગયું હતું અને મૌને ઘરમાં કબજો કરી લીધો હતો. જેને લીધે એ ઘર રાત-દિવસ બોલતું હતું, તે આજે શબ્દો ભૂલી ગયું હતું. આજે જીવનની સંગિનીનું મૃત્યુ થયું હતું. લોકો એ રાખના પૂતળાને અગ્નિસ્નાન કરાવી આવ્યા હતા. ઘર જાણે કોઈકની રાહ જોઈને બેઠું હતું પણ-

‘જે થવાનું હતું તે થઈ ગયું, કરમના લેખ કોણ ફેરવી શકે? હિંમત રાખજો.’ જેવા આશ્વાસન તેનાં સગાંસંબંધીઓ જીવનને આપી રહ્યા હતા. જેમ સૂર્યાસ્ત થતાં એક પછી એક પંખી પોતપોતાના માળામાં જતાં રહે તેમ એક પછી એક વ્યક્તિ પોતાના ઘરે જવા લાગ્યા. ઘર તળાવની જેમ ખાલી થઈ ગયું. આજે જીવનને પોતાનું જ ઘર ઉજ્જડ વન જેવું લાગતું હતું. તે ઠંડીમાં થીજી ગયેલા બરફ જેવો થઈ ગયો હતો.

‘બેટા! દાન કરવા માટે જે વસ્તુ લેવાની છે તે અલગ કાઢી રાખ.’ ગળગળા અવાજે જીવનની માએ કહ્યું.

જીવન કબાટ ખોલી એક પછી એક વસ્તુ કાઢવા લાગ્યો ત્યાં જાણે વૃક્ષ પરથી કોઈ ફળ પડ્યું હોય તેવો અવાજ આવ્યો. તેણે જોયું તો એક બુક હતી. તે બુક પર વિવિધ રંગના કાગળથી પતંગિયાના આકાર કાપી ચોંટાડેલા હતા. દિલ આકારની ડિઝાઇન હતી અને ઉપર મોટા, ઘાટ્ટા અને ચમકતા અક્ષરે લખ્યું હતું, ‘જીવનસંગિની'. તેણે એ ખોલીને પાનાં આમતેમ ફેરવ્યાં. તેમાં કોઈકનું હસ્તલિખિત લખાણ હતું. જીવને તેને શરૂઆતથી વાંચવા માંડ્યું, તેની અંદરના શબ્દો હતાઃ

આજનો દિવસ બધા જ લોકોના જીવનમાં ખુબ ખુશીનો દિવસ હશે. કેમ કે આ દિવસ લોકોના જીવનમાં એક જ વાર આવે છે. એ દિવસે લોકોનું જીવન કંઈક નવા વળાંક પર આવી જાય છે. એ જ દિવસ આજે મારો આવ્યો છે. હું ખૂબ ખૂબ એટલે કે શબ્દોમાં ન વર્ણવી શકું એટલી ખુશ છું ’ને ખબર છે આ દિવસ કયો છે? લગ્નનો દિવસ.

Denne historien er fra October 29, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra October 29, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025