કવેળા પ્યુબર્ટી પીરિયડ બની રહ્યો છે ચિંતાનો વિષય
ABHIYAAN|December 17, 2022
વર્તમાન સમયમાં દીકરીઓમાં પ્યુબર્ટી પીરિયડ માતા-પિતા અને ડૉક્ટરો તેમ જ નિષ્ણાતોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. ચર્ચા થવી પણ જોઈએ, કારણ કે મુદ્દો ગંભીર છે. મુદ્દો છે દીકરીઓમાં વહેલો શરૂ થઈ રહેલો પ્યુબર્ટી પીરિયડ. વહેલા પ્યુબર્ટી પીરિયડને કારણે દીકરીઓ અને માતા-પિતાએ શારીરિક-માનસિક ઉપરાંત સામાજિક દબાણનો શિકાર બનવું પડે છે. જેની આડઅસર દીકરીઓના ભવિષ્ય પર પડી રહી છે. પ્યુબર્ટી પીરિયડ એટલે શું, તેની નકારાત્મક અસરો અને આ પીરિયડ યોગ્ય સમયે જ શરૂ થાય તે માટે શું કરવું જોઈએ આવો જાણીએ.
કવેળા પ્યુબર્ટી પીરિયડ બની રહ્યો છે ચિંતાનો વિષય

પ્યુબર્ટી એટલે એવો સમયગાળો અથવા એ અવસ્થા, જેમાં બાળકો (બાળકીઓ)-તરુણો (તરુણીઓ)માં શારીરિક ફેરફાર જોવા મળે છે – અનુભવવા મળે છે. જે ઉંમરમાં આ બધા ફેરફારો થવાની શરૂઆત થાય તે ઉંમરને પ્યુબર્ટી પીરિયડની શરૂઆત માનવામાં આવે છે. આપણે ત્યાં સામાન્ય રીતે એવો ખ્યાલ પ્રવર્તે છે કે દીકરીઓમાં માસિક ચક્રનો પ્રારંભ થાય અને છોકરાઓમાં મૂછનો દોરો ફૂટે એટલે બાળકો યુવાનીમાં પ્રવેશ્યા. હકીકતે યુવાનીમાં પ્રવેશતાં પહેલાં છોકરા-છોકરીઓમાં કિશોરાવસ્થાને લગતાં ઘણાં શારીરિક અને માનસિક પરિવર્તનો થવા લાગે છે. વર્તમાન સમયમાં પ્યુબર્ટી પીરિયડ માતા-પિતા માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. તેમાંય ખાસ કરીને દીકરીઓમાં વહેલા શરૂ થતો પ્યુબર્ટી પીરિયડ દીકરીઓની સાથે માતા-પિતાને પણ અચરજ, આશંકા અને અનિદ્રાનું કારણ બની રહ્યો છે. થોડાં વર્ષો પહેલાં છોકરીઓમાં પ્યુબર્ટી પીરિયડ ૮-૧૩ વર્ષ અને છોકરાઓમાં આ સમયગાળો ૧૦-૧૪ વર્ષની આસપાસ જોવા મળતો હતો. આજે હવે આ સમયગાળો દીકરીઓમાં ૬-૭ વર્ષની ઉંમરમાં શરૂ થઈ જતો જોવા મળી રહ્યો છે. પ્યુબર્ટીની શરૂઆતનાં લક્ષણોમાં સ્તનનો આકાર વધવો, પીરિયડ આવવા વગેરે છે. સાથે જ ચહેરા પર ખીલ થવા, બગલમાં વાળ આવવા વગેરે જેવાં લક્ષણો જોવા મળે છે. લોકોમાં એવી માન્યતા છે કે જ્યારે દીકરી માસિક ધર્મમાં બેસે એટલે પ્યુબર્ટી પીરિયડ શરૂ થાય. જોકે, આ ભ્રમ છે. પીરિયડમાં થવું તો પ્યુબર્ટી પીરિયડનું છેલ્લું લક્ષણ છે. એટલે કે પ્યુબર્ટીની શરૂઆત તો પીરિયડ શરૂ થાય તેના ઘણા સમય પહેલાંથી થઈ જતી હોય છે.

Denne historien er fra December 17, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra December 17, 2022-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025