શિવજીનું દક્ષિણામૂર્તિ સ્વરૂપ એટલે અનુગ્રહ
ABHIYAAN|February 25, 2023
પરમનું આકર્ષણ કોને થાય? જે એવું સ્વીકારે કે પરમ તેને પોતાને આકર્ષે છે તેને થઈ શકે. જેને પોતાનું મિથ્યા અસ્તિત્વ એટલે કે પોતાનો હ્યુમન મેડ બાયોડેટા જકડી ના રાખી શકે તેને જે રીતે શિક્ષા મેળવીએ એ રીતે પણ જો શિક્ષા શિવજી તરફ ગતિ કે પ્રગતિ આપતી હોય તો ઉપયોગી છે. શિવજી સ્મશાનઅધિપતિ છે. મૃત્યુનો કોઈ અસ્વીકાર કરી શકે?
ગૌરાંગ અમીન
શિવજીનું દક્ષિણામૂર્તિ સ્વરૂપ એટલે અનુગ્રહ

શિવજી પહેલાં કે સમય ’ને સ્થળ પહેલાં? સ્વાભાવિક છે ટાઇમ ’ને સ્પેસ અથવા લૉકેશન આપણા ત્રિપરિમાણિત જગત માટે વિશેષ છે, અલૌકિક નથી. સમાધિમાંથી બહાર આવેલા મહાયોગીઓ ’ને શાસ્ત્રોએ જણાવ્યું છે કે સંખ્યાબંધ લોક છે. સમયની સારણી જોઈએ તો ચાર યુગ વારાફરતી ચાલુ જ રહે છે. સરખામણી કરવી જ હોય તો શિવજી પ્રથમ છે, બાકી બધું કુલ એક અર્થાત્ શિવજી જ છે. વેદઃ શિવઃ શિવઃ વેદઃ એવું કહેવાય છે. શ્રીરામ શિવજીની સ્તુતિ કરતાં. શ્રીકૃષ્ણ મોરપિચ્છમાં જે સાત ચકરડાં છે ’ને કેન્દ્રમાં દ્વિમુખી અંડ છે તેમાં શિવજી જાણી માથે ધારણ કરીને મસ્ત રહેતાં. શિવજીના કોઈ શત્રુ હતા કે હોઈ શકે તેવો પ્રશ્ન જ નથી, ભલે કોઈને લાગે કે શિવજી તેમના શત્રુ છે. તો પછી અસ્તિત્વના સર્વ પ્રથમ સંગીતકાર શિવજી કેમ સદૈવ હથિયારો સાથે રાખે છે? ઉત્તર છે કે એ હથિયાર છે એવું મનુષ્યો માને છે. એ ટૂલ્સ કે થિંગ્સ શિવજી સદૈવ સાથે રાખે છે એવું મનુષ્યો ધારે છે. જાણનારા ’ને જાણવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરનાર સમજે છે કે શિવજી બહુરૂપી છે. શિવજીનાં ઘણાં રૂપ કોઈ જ આયુધ વિનાનાં છે. શિવજી બ્રહ્માંડની ફિલ્મમાં કોઈ રોલ કરે એવું જ છે? ના, શિવજી પ્રોડ્યુસર ’ને ડાયરેક્ટર છે. ગુરુ શિવજી પોતાની જોડે કોઈ શસ્ત્ર રાખે એ જરૂરી નથી.

દક્ષિણામૂર્તિ શિવજીનું એ સ્વરૂપ છે જે જ્ઞાન આપનાર ગુરુની ભૂમિકા નિભાવે છે. દક્ષિણામૂર્તિ અર્થાત્ જેમનું મુખ દક્ષિણ તરફ છે તે. સામાન્ય રીતે સાધકને દક્ષિણ તરફ મુખ રાખવાની ના પાડવામાં આવે છે કેમ કે એ દિશા કાળની કે યમની કે મૃત્યુની કહેવાય છે. ભારતની વા હિન્દુઓની પરંપરા અનુસાર નિદ્રાનો ત્યાગ કરી બ્રહ્મ મુહૂર્તમાં જાગો ત્યારે ઉત્તર દિશામાં વંદના કરવાની હોય છે. એ રીતે ઉત્તર તરફ જોતાં ભક્ત સામે દક્ષિણાભિમુખ શિવજી જુએ છે. બીજી રીતે સાધારણ સંસારી મનને કામે લગાડી વિચારીએ તો ગૃહસ્થો માટે દક્ષિણ દિશામાંથી અનિષ્ટ આવે જેને દક્ષિણામૂર્તિ રોકી શકે. આ સિવાય જે અર્થ છે એ ગંભીર છે. દક્ષિણ એટલે જમણી બાજુ. માતાજી વામા અર્થાત્ ડાબી બાજુ રહેતાં હોય છે. ચંદ્ર નાડી. પ્રત્યેક અર્ધનારીશ્વર મનુષ્યની રાઇટ સાઇડમાં દક્ષિણામૂર્તિ વસે છે. દક્ષિણ વત્તા અમૂર્તિ. આગળ વિશેષ ગંભી૨ અર્થ એ છે કે દક્ષિણામૂર્તિ જમણી બાજુ ધબકતું નિરાકાર હૃદય છે.

Denne historien er fra February 25, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra February 25, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 mins  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 mins  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 mins  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 mins  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 mins  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 mins  |
Abhiyaan Magazine 26/10/2024