ગરીબ વિધાર્થીઓને મળ્યો સંવેદનાનો સ્પર્શ
ABHIYAAN|June 17, 2023
તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ‘સ્પર્શ સંવેદના ફાઉન્ડેશન’ દ્વારા નિઃશુલ્ક નીટની પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. બહારથી શિક્ષકો બોલાવીને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. એટલું જ નહીં, રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે
જિજ્ઞાસા સોલંકી
ગરીબ વિધાર્થીઓને મળ્યો સંવેદનાનો સ્પર્શ

એમબીબીએસ અને બીડીએસ જેવા મેડિકલ અભ્યાસક્રમોના પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) આપવાની હોય છે. જેમાં પ્રદર્શનના આધારે તેમને મેડિકલમાં પ્રવેશ મળે છે. નીટની તૈયારી માટે અમદાવાદ, સુરત, વડોદરા જેવાં શહેરોમાં લાખથી દોઢ લાખ રૂપિયા જેટલી ફી હોય છે. આટલી મોટી ફી દરેક વિદ્યાર્થી ભરી શકતો નથી. ૧૨ સાયન્સમાં ધારી સફળતા મેળવ્યા બાદ પણ આર્થિક સ્થિતિ નબળી હોવા ઉપરાંત યોગ્ય માર્ગદર્શનના અભાવે અનેક વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દીથી વંચિત રહી જાય છે. તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ‘સ્પર્શ સંવેદના ફાઉન્ડેશન’ દ્વારા નિઃશુલ્ક નીટની પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. બહારથી શિક્ષકો બોલાવીને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. એટલું જ નહીં, રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

વ્યારા તાલુકાના મુસા રોડ ખાતે શ્યામ વાટિકા સોસાયટીમાં ‘સ્પર્શ નોલેજ સેન્ટર’ બનાવવામાં આવ્યું. પહેલી જ બેચમાં ૫૧ વિદ્યાર્થીઓને ૪૨ દિવસની ટ્રેનિંગ વિનામૂલ્યે આપવામાં આવી. ડિજિટલ ઇન્ટરેક્ટિવ બોર્ડ દ્વારા બાળકોને ભણાવવામાં આવ્યા. પુસ્તકો અને સ્ટેશનરીથી લઈને નાની-મોટી દરેક જરૂરિયાતોનું પૂરતું ધ્યાન આપવામાં આવ્યું. સ્પર્શ નોલેજ સેન્ટરના મોટા ભાગના કાર્યકરો દિવસ દરમિયાન પોતપોતાની સરકારી નોકરીઓમાં વ્યસ્ત હોવાને કારણે બાળકોને પૂરતો સમય આપવા માટે અસમર્થ હતા. જેથી સીસીટીવી કૅમેરાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી, જેને લઈને તેઓ પોતાના કાર્ય સ્થળેથી પણ વિદ્યાર્થીઓની ગતિવિધિઓ પર નજર રાખી શકે. સ્પર્શ સંવેદના ફાઉન્ડેશન ટ્રસ્ટ માટે જે વ્યક્તિ યોગ્ય સમય ફાળવી શકે એવા રિટાયર્ડ વ્યક્તિઓને જ સભ્યો બનાવવામાં આવ્યા. સફળ થનાર વિદ્યાર્થીનો ચાર વર્ષનો મેડિકલનો તમામ ખર્ચ પણ આ ગ્રૂપ ઉઠાવશે. નીટ બાદ હવે જેઇઇ, જીપીએસસી અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી પણ કરાવવાની યોજના છે.

આશાબહેન ગામિત

Denne historien er fra June 17, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra June 17, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025