અમદાવાદ ભારતનું ભૌગોલિક દૃષ્ટિએ આઠમું મોટું શહેર છે, પણ વસતિ પ્રમાણે પાંચમા ક્રમે છે. ૧૮૬૬ ચો.કિ.મીનો વિસ્તાર ધરાવતું આ શહે૨ સમુદ્રથી ૫૩ મીટરની ઊંચાઈએ આવેલું છે. અહેમદશાહ બાદશાહે આ શહેરનો પાયો ૨૬મી ફેબ્રુઆરી, ૧૪૧૧ને ગુરુવારે બપોરે ૧.૨૦ વાગ્યે સાબરમતીના કિનારે નાખ્યો અને શહેરનું નામ અહેમદાબાદ રાખ્યું. જે સમયાંતરે અપભ્રંશ થઈ અમદાવાદ તરીકે પ્રખ્યાત થયું. અમદાવાદની નગર રચના એટલે કે, ટાઉન પ્લાનિંગ તેના લૉકેશનને સમજીને કરવામાં આવેલી, તેની મોટી મોટી પોળો ઉત્તરથી દક્ષિણ દિશા તરફની અને નાની ગલીઓ પણ એ જ રીતે તે જમાનાની જરૂરિયાત અને સંસાધનોને ધ્યાનમાં રાખીને આશરે આઠ ફૂટ પહોળી બનાવેલી. મકાનનાં છાપરાં રસ્તા તરફ પ્રોજેક્ટ કરેલા જેથી ભરઉનાળામાં પણ શહેરને ઠંડું રાખતા અને બપોરના સમયે પણ અવરજવર થઈ શકતી. ઈ.સ. ૧૪૮૭માં અહેમદશાહના પૌત્ર મોહંમદ બેગડાએ અમદાવાદની ફરતે કોટ ચણાવ્યો, જેમાં ૧૨ દરવાજા અને ૧૮૯ પંચકોણી બુરજો હતા.
અમદાવાદની સાબરમતીમાં બારેમાસ વહેતું પાણી, આજુબાજુના વિસ્તારમાં થતો કપાસનો પાક અને આબોહવા અમદાવાદીઓ માટે કાપડ ઉદ્યોગની ઉત્તમ તક હતી. તે ઉપરાંત મોગલ સમયમાં જરઝવેરાતનો ધંધો અમદાવાદના ઝવેરીઓ દુનિયાભરમાં ખૂબ બખૂબી કરતા. આમ અમદાવાદી પ્રજા પૈસેટકે સુખી, પણ શહેરની સમૃદ્ધિમાં શહેરીજનોનું સ્વાસ્થ્ય મોટો ભાગ ભજવે. શહેરીજનોનું આરોગ્ય એ ટાઉન પ્લાનિંગની જનેતા છે. અમદાવાદમાં વારંવાર થતાં પ્લેગ (ઈ.સ. ૧૮૯૭, ૧૯૦૭, ૧૯૧૬, ૧૯૧૮), દર વર્ષે થતો કોલેરા, ટાઈફોઈડ, મેલેરિયા જેવા રોગો સામે લડવા શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે માળખાકીય સુવિધા જેવી કે નળ, ગટર, રસ્તા સુધારવાનું કામ શહેરના વહીવટદારોએ હાથમાં લેવું પડે તેથી શહેરનો વહીવટ કરતી સંસ્થા ‘સુધરાઈ’ કહેવાતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મૂળમાં ‘ટાઉન વૉલ કમિટી’ છે. ટાઉન વૉલ કમિટીમાંથી મ્યુનિસિપલ કમિશન (૨૩.૧૨.૧૮૫૬) ત્યાર બાદ મ્યુનિસિપાલિટી (૧૮૭૪), મ્યુનિસિપલ બરો (૧૯૨૫) અને અંતે મ્યુનિસિપલ કોર્પોરેશન (જુલાઈ, ૧૯૫૦) બીપીએમસી ઍક્ટ ૧૯૪૭ હેઠળ સ્થાપિત થયું.
Denne historien er fra July 01, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 01, 2023-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ