ગદાધર વિષ્ણુ જ્યાં વસે છે..
ABHIYAAN|September 02, 2023
શામળાજીની બાહ્ય દીવાલો પર વિષ્ણુ, વરુણ, વાયુ, ગરુડ, ગણેશ, વૈષ્ણવી, બ્રહ્માણી, ઇન્દ્રાણી, શિવ, સરસ્વતી, ચંડિકા, અગ્નિ અને ઇન્દ્રનાં શિલ્પો પણ છે
રક્ષા ભટ્ટ
ગદાધર વિષ્ણુ જ્યાં વસે છે..

ભારતમાં સ્થિત અનેક વિષ્ણુ મંદિરોમાં તિરુવનંતમપુરમનું શ્રી પદ્મનાભસ્વામી મંદિર અતિ સમૃદ્ધ વિષ્ણુ મંદિર ગણાય છે. જ્યારે ઉત્તરાખંડમાં સ્થિત બદ્રિનાથ મંદિર તો દર વર્ષે લાખોની સંખ્યામાં આવતા યાત્રીઓથી જ સમૃદ્ધિનાં શિખરો આંબતું રહે છે.

બીજું કે વિષ્ણુના ૧૦૮ દિવ્ય ક્ષેત્રના ભારત દેશમાં ભગવાન વિષ્ણુનાં મંદિરો આજન્મ પ્રવાસીએ તો પણ બાકી રહે તેટલાં છે અને તેવા અખૂટ ખજાનામાંનું એક મંદિર છે ઉત્તર ગુજરાતનું આપણું શામળાજીનું મંદિર.

ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકામાં સ્થિત આ ઐતિહાસિક વિષ્ણુ મંદિર મેશ્વો નદીના કાંઠે આવેલું છે. અરવલ્લીની પર્વતમાળાથી ઘેરાયેલું શામળાજીનું આ મંદિર પ્રાચીન કાળમાં હરિશ્ચંદ્રપુરી, રુદ્ધેયા, ગદાધર ક્ષેત્ર વગેરે નામે ઓળખાતું હતું. ગુજરાતના સીમાડે લગભગ મેવાડની ધાર પર સ્થિત આ મંદિર ગુજરાતના પંદરમી સદી પછી બંધાયેલાં મંદિરોમાં ઉત્તમ તો ગણાય જ છે, પરંતુ અરણ્યનું સૌંદર્ય લઈને લાખો લોકોને આકર્ષતું આ મંદિર તેના શિલ્પ સૌંદર્યને કારણે સ્થાપત્ય પ્રેમીઓનું પણ ચહિતું ગંતવ્ય છે.

જગતીનો વિશાળ ભાગ ધરાવતાં આ ઉત્તરાભિમુખ મંદિરમાં મૂળ સ્થાન તો ભગવાન ગદાધરનું મંદિર છે જે મોટા હાથીઓવાળા પ્રવેશદ્વારમાં દાખલ થતાં જ વિશાળ ચોક વચ્ચે આવેલા સપ્તદલ દેવાલયરૂપે દેખાય છે. ગજથર અને તોરણવાળા મુખ્ય પ્રવેશદ્વાર સામે જ મંદિરનાં પગથિયાં નજરે ચડે છે અને નજરે ચડે છે ચાલુક્ય શૈલીનું બે માળનું શામળાજીનું મંદિર પણ.

અહીંના વનવાસીઓમાં ધોળીધજા તરીકે ઓળખાતા આ મંદિરનાં પગથિયાં ચડ્યા પછી સભામંડપ, અંતરાલ અને ગર્ભગૃહ આવે છે. આમ જુઓ તો મંદિરની અંદરની દીવાલો પર અને મંદિરના સ્તંભો ઉપ૨ પણ મોઢેરાના સૂર્યમંદિરના સ્તંભો પર જોવા મળે છે એટલું કોતરકામ નથી, પરંતુ ફૂલવેલ જેવી આકૃતિ ધરાવતાં સ્તંભો ચોરસ, અષ્ટકોણ અને ગોળાકાર એવા ત્રણ કલાત્મક ભાગમાં વહેંચાયેલા છે.

Denne historien er fra September 02, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra September 02, 2023-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025