રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સૌને માટે બોધપાઠ છે. તત્કાલ સુઓમોટો સંજ્ઞાન લઈને સક્રિય બનનાર ગુજરાત હાઈકોર્ટ ધન્યવાદને પાત્ર છે. મીડિયાની ભૂમિકા પણ એટલી જ પ્રશંસનીય, પરંતુ કોઈકે ટકોર કરી છે કે સ્થાનિક મીડિયા પણ જો આ બાબતમાં વહેલી તકે જાગૃતિ બતાવી શક્યું હોત તો કદાચ આ ઘટના નિવારી શકાઈ હોત. આ નુક્તેચીની મીડિયાને પસંદ પડે એવી તો નથી, પરંતુ બધાનો કાન પકડનાર પ્રત્યે કોઈ આવી અપેક્ષા પણ રાખે તો એ મીડિયાની અસરકારકતાના ઍવૉર્ડ સમાન છે. અન્યથા ગુજરાત હાઈકોર્ટની ટિપ્પણી જ સૌથી વધુ ધારદાર અને અસરદાર છે. અમને હવે તમારા પર (એટલે કે સરકાર પર) અને તમારા તંત્ર પર ભરોસો નથી.’ આ વિધાન ગુજરાતની છ કરોડ ઉપરાંતની પ્રજાના મુખેથી બોલાઈ રહ્યું હોય એવા પડઘા પાડે છે. અન્યથા આવી કોઈ પણ નાની-મોટી ઘટના માટે સ૨કા૨ને જવાબદાર ગણવાનું આપણે ચૂકતા નથી. સરકાર પ્રત્યેક આવી ગંભીર ઘટના વખતે ફરી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે પગલાં લેવામાં આવશે એવું કહ્યા પછી શું કરે છે એ આજ સુધી સમજી શકાયું નથી. યાદ રહે, એક જ પ્રકારની ઘટના ફરી બનતી નથી. પ્રત્યેક નવી ઘટના નવા સ્વરૂપે સામે આવે છે. મોરબીની પુલ હોનારત કે વડોદરાની બોટ ઊંધી વળી જવાની ઘટના બધામાં વહીવટી તંત્રની અને સંચાલકોની ઘોર બેદરકારી અને માનવ જિંદગીની સલામતી પ્રત્યેની ગુનાહિત ઉદાસીનતાના દોષ તુરત જ દેખાઈ આવે છે. માનવ જીવનને સસ્તું બનાવી દેનારાં પરિબળો ક્યારેય વ્યાવસાયિક સ્વાર્થથી ઉપર ઊઠીને જોઈ શકતા નથી.
Denne historien er fra Abhiyaan Magazine 08/06/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 08/06/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ફેમિલી ઝોન બ્યુટી
આંખોની સુંદરતા વધારતી પાંપણોનું ધ્યાન કેવી રીતે રાખવું?
કુંભ પર્વ જ્યોતિષશાસ્ત્ર આધારિત છે
કુંભ પર્વનું આયોજન ગ્રહ યોગ પર આધારિત છે.ગુરુને આકાશનું (એટલે કે સૂર્યનો) એક ચક્કર લગાવતાં ૧૧ વર્ષ ૮૬ દિવસ લાગે છે. તેથી કુંભ પર્વ દર ૧૧ વર્ષ અને ૮૬ દિવસના અંતરાલે યોજાય છે
નાક અને શરદી - મેઇડ ફોર ઇચ અધર!
નજર સામે જ પ્રવાહીનું પતન જોયું નથી જાતું!
કવર સ્ટોરી
સ્ટારલિન્કની હરીફ કંપનીઓ કઈ છે?
વાયરલ પેજ
કહેતાં હૈ જોકર, સારા જમાનાઃ વાત એક જીવલેણ જોકની
ચર્નિંગ ઘાટ
શરત વિનાનો પ્રેમ યોગ્ય છે?
રાજકાજ
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ શા માટે વિચારાતો નથી?
રાજકાજ
કૈલાશ ગહેલોતના આપમાંથી રાજીનામાનું અસલી કારણ શું છે?
મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?