જીદઅને સમાધાન એક સિક્કાની બે બાજુ જેવાં છે. જીદમાં અહમનું પોષણ થાય. સમાધાનમાં અહમ્ ઘવાય અથવા નિભાવાય. જીદ વ્યક્તિથી આગળ વધી સમાજમાં ફેલાય તો મોભીઓ વચ્ચેની અંટસને કારણે સામાજિક કાર્યો પર વિપરીત અસર પડે. સમાજથી લઈને રાજ્ય સુધી પહોંચે તો પક્ષાપક્ષીની લડાઈમાં જનતાનો ખો નીકળી જાય. રાજ્યથી લઈને રાષ્ટ્ર સુધી પહોંચે તો વિકાસમાં વિઘ્નો સર્જાય. અહમ્ એક રાષ્ટ્રથી બીજા રાષ્ટ્ર સુધી વિસ્તરે તો યુદ્ધનાં નગારાં વાગવા માંડે.
Denne historien er fra December 16, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra December 16, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ
ફિલ્મકલાકારોની અંગત જિંદગીમાં ડોકિયું કરીએ તો સમજાય કે એમનાં સંઘર્ષ, સપનાં અને આવશ્યકતા આપણા જેવા કૉમન મૅનથી કંઈ બહુ જુદાં હોતાં નથી. અમદાવાદમાં એક વિધવાની ચારમાંથી સૌથી નાની દીકરી જીદ કરીને ઑડિશન આપવા માટે દૂરના સ્થળે ચાલીને ગઈ. કામ મળે તો પરિવારને આર્થિક ટેકો રહે એ ગણતરી. કામ મળ્યું પણ ખરું અને એ દીકરીએ અભિનયની દુનિયામાં નવાં કીર્તિમાન પણ રચ્યાં.
આખેઆખા દેશનું અસ્તિત્વ જ મટી જાય તો? જ
સાવધાન... જન્મદર ઘટવાને કારણે દક્ષિણ કોરિયા નામશેષ થવાના આરે આવી પહોંચ્યો છે. આમ થવાનાં કારણ વિચારવા જેવાં છે.
જય ગિરનારી, યે ચિનગારી કબ બૂઝેગી?
ભજન, ભોજન અને ભક્તિની પવિત્ર ભૂમિ મનાતા ગિરનાર ક્ષેત્રનાં મંદિરોમાં બે સાધુઓનાં જૂથ વચ્ચે ગાદી માટેની લડાઈએ અનેક પ્રશ્ન સર્જ્ય છે. ભાવિકોથી માંડી સામાન્ય લોકોમાં પણ આ બાબતનો કચવાટ છે. આખા વિવાદમાં એક મહત્ત્વનું પાત્ર છે ગિરનારના સાધુમાંથી દિલ્હીના સંસદસભ્ય બની ફરી ભગવા ધારણ કરનારા મહંત મહેશગિરિ.
પરંપરાગત ખેતીનું સ્થાન લઈ રહી છે નાળિયેરી
બહારથી કડક અને અંદરથી નરમ એવું શ્રીફળ આપતી નાળિયેરી ઓછા જાળવણી ખર્ચે વર્ષો સુધી આવક આપતી હોવાથી હવે દરિયાકિનારા સિવાયના વિસ્તારમાં એની હાઈબ્રિડ પ્રજાતિની મબલક ખેતી થઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં તો કેટલાંક સખી મંડળ સુદ્ધાં આ કલ્પવૃક્ષની ઊપજમાંથી વિવિધ વસ્તુ બનાવી આવક રળી રહ્યાં છે.
બનાવટી બાબુઓનો કેમ ફાટ્યો છે રાફડો?
પોલીસ અને બીજા સરકારી વિભાગના અધિકારી તરીકે ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવવાના કે બીજી કોઈ છેતરપિંડી કરવાના કિસ્સા વધી રહ્યા છે. આવા કેટલાક લેભાગુઓએ તો વડા પ્રધાન કે મુખ્ય મંત્રી કાર્યાલયના ઑફિસર હોવાનો દાવો કરીને સુદ્ધાં લોકોને ઉલ્લુ બનાવ્યા છે.
બીજી વનસ્પતિ માટે કૅન્સર છે આ લેન્ટાના...
‘દિખાવે પે મત જાઓ... અપની અકલ લગાઓ...' એવું આ રૂપકડા છોડ માટે કહેવા જેવું છે. એની ‘જમીનભૂખ’ બહુ છે એટલે કે એ પ્રતિકૂળ વાતાવરણમાં પણ આડેધડ વધે છે અને બીજી વનસ્પતિનો વિકાસ રૂંધી નાખે છે. વળી, એ દવા બનાવવા માટે કામમાં આવે છે તો સામે પશુ-પક્ષી માટે ઝેરી પણ બહુ છે. જંગલનું નખ્ખોદ વાળતા આવા છોડ વાવતાં પહેલાં સો વાર વિચાર કરજો.
સંબંધોની બેડશીટ આમથી ખેંચો તો તેમથી ખેંચાય...
સુખ રૂટિન થઈ જાય પછી આપણને પ્રશ્ન થાય છેઃ બસ, આટલું જ? હવે બીજું શું? જ્યાં સુધી આપણને એમ થતું રહે કે હું અત્યારે જે કરું છું એના કરતાં વધુ દિલચસ્પ બીજું કંઈક છે ત્યાં સુધી બોરડમથી પીછો છોડાવવો અઘરો છે.બોરડમને દૂર કરવાના તમામ પ્રયાસ છેવટે આપણને વધુ બોરડમ તરફ જ લઈ જાય છે.
અત્યારે ગાજી રહેલા ટ્રમ્પ ખરેખર વરસશે તો શું થશે?
અમેરિકાના પ્રમુખપદે એમને બિરાજવાને તો હજી મહિનાની વાર છે, પણ ડોનાલ્ડ ટ્રમ્પે ચોમાસા પહેલાં ગગન ગર્જે એમ અત્યારથી ગાજવાનું શરૂ કરી દીધું છે. ટ્રમ્પ એક એવા નેતા છે જેમને કોઈ નિયંત્રણમાં જકડી રાખવાનું શક્ય નથી એટલે એમની બીજી મુદત અત્યારે તો ભરેલા નાળિયેર જેવી જ રહેશે.
જસ્ટ, એક મિનિટ...
એક વર્તુળ પૂરું થવામાં એક ટુકડો ઘટતો હતો.
આ અહમનો વાર કોને મારશે?
એક ખોટી જીદનો અંજામ છે રક્તરંજીત આખેઆખું ગામ છે આ અહમનો વાર કોને મારશે? શસ્ત્રો બન્ને બાજુએ બેફામ છે.