CATEGORIES
Categories
પહેલે ડેઝર્ટ ખાને કા...બાદમેં ખાના ખાને કા!
મુંબઈના ચર્ચગેટ વિસ્તારમાં આવેલું આઈસક્રીમ પાર્લર સ્વાદશોખીનોમાં ખૂબ જીભપ્રિય છે. ૧૮ વર્ષથી અહીં મળતા આઈસક્રીમની લોકપ્રિયતા ને ગુણવત્તા એકસરખી રહી છે. જાણીએ, આનું રહસ્ય ને દાયકાઓથી પાર્લરનું સંચાલન કરી રહેલી ત્રણ પારસી બહેનો પાસેથી.
ક્રિપ્ટોકરન્સી ખરડો મૂંઝવણનો ઉકેલ લાવશે?
ક્રિપ્ટોકરન્સીના નિયમન અંગેનો ખરડો સંસદના ચાલુ સત્રમાં રજૂ થશે, જેમાં ક્રિપ્ટોની વ્યાખ્યા, એનાં ધારાધોરણથી લઈને કઈ કરન્સીને માન્ય રાખવી જેવી બાબત આવરી લેવામાં આવશે. જો કે ક્રિપ્ટોને ચલણ તરીકે નહીં, બલકે ઈન્વેસ્ટમેન્ટ સાધન-એસેટ તરીકે માન્યતા મળે એવું હાલ જણાય છે.
મમતાનું મિશન ચલો, દિલ્હી.…
કોંગ્રેસની પોતાની નેતાગીરીના વાંધા છે એટલે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપવિરોધી પક્ષોના આગેવાન તરીકે પોતાને પ્રસ્થાપિત કરવા પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ અત્યારથી પ્રયાસ આદરી દીધા છે.
જી કરદા દિલા દૂ તૈનૂ બુર્જ ખલીફા...
જો સ્વાદરસિયા વધુ ન હોય તો બુર્જ ખલીફાની મિની આવૃત્તિ પણ બને છે.
ચકાચક વિવાદ...
આ જ મહિને રિલીઝ થનારી અતરંગી રે જોયા પછી સિનેમાપ્રેમીઓની પ્રતિક્રિયા કેવી હશે? શું ફિલ્મમાં ખરેખર લવ જિહાદ બતાવવામાં આવી છે ખરી? એ જોવું રહ્યું. જો કે ફિલ્મ થિયેટરમાં નહીં, પણ ઓટીટી મંચ ડિઝનીહૉટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે.
એકમેક માટે સર્જાયા છે...
એકમેકની સાથે રહેવા સર્જાયેલા બે જણ માત્ર ઉપયોગ નહીં, યોગની પણ સમજ આપી જાય છે.
આતંકવાદનું અર્થતંત્ર રૂપેરી પરદા પર...
શું આતંકવાદ એ બીજા બિઝનેસની જેમ જ એક બિઝનેસ છે? કોઈ વ્યક્તિ, સંગઠન કે સરકાર અને નાણાં પૂરાં પાડે છે? યુદ્ધ કે આતંકવાદના ધીકતા ધંધાની અર્થતંત્ર પર ભારે અસર પડતી હશે? આ બધા સવાલનો એક જવાબ એટલે એની ફિલ્મ સેક્ટર બાલાકોટ, જે આવતા મહિને રિલીઝ થશે.
આ મજૂરના મોલ કેમ કોઈ કરતું નથી?
મહેનતુ છતાંય તિરસ્કૃત પશુ એવા ગધેડાની વસતિ ગુજરાત અને દેશભરમાં ઘટી રહી છે. ગધેડાની બે ઓલાદથી ગુજરાતને રાષ્ટ્રીય ગૌરવ મળ્યું તો ગધેડાનાં સંરક્ષણ અને સંવર્ધન માટે પણ ગુજરાતનાં નામ-કામ દેશમાં ગાજ્યાં. ગધેડાની પરવરિશ અને પ્રેમ માટે અમદાવાદના એક તબીબે નવતર પ્રયોગ પણ આદર્યો. સવાલ એ છે કે આપણે આ મૂક પશુને જાળવી શકીશું?
અત્યારે તો સંયમ જ છે ઉપાય
નવેસરથી કોરોના નિયંત્રણની શક્યતા વચ્ચે યુરોપના અનેક દેશમાં હમણાં લાભા ૨ોજ હજારો માણસ સ્ત ઊતરી આવી વિરોધ કરે છે.
અરે હુઝૂર, વાહ તાજ કી ડિઝાઈન બોલીએ...
આ કામ જોઈને ઉસ્તાદ ઝાકીર હુસૈન પણ બોલી ઊઠે: અરે હુઝૂર, વાહ તાજ કી ડિઝાઈન બોલીએ...
ટૂંકા ગાળાનો ફાયદો ને લાંબા ગાળાનું નુકસાન
કૃષિ ક્ષેત્રે ધરખમ સુધારા લાવી શકે એવી શક્યતા ધરાવતા ત્રણ કાયદા મોદી સરકારે પાછા ખેંચ્યા એમાં રાજકારણ જવાબદાર હોય તો પણ પરિવર્તન તરફ આગળ ન વધવાની દિશાનું આ પગલું આપણને બહુ મોંઘું પડશે.
શું છે આ પોડ હોટેલ?
જપાનના પાટનગર ટોકિયોની જેમ જગ્યાની અછત (અને પરિણામે) ઊંચા ભાવ ધરાવતા મુંબઈમાં માત્ર સૂઈ શકાય એવી કૅસ્યુલ હોટેલનો ટ્રેન્ડ આવી રહ્યો છે. હમણાં રેલવેએ પણ આવી એક પોડ હોટેલ શરૂ કરી છે. ચાલો, લઈએ એની મુલાકાત.
કારકિર્દીની નવી ટેસ્ટી લીઝના
નૅશનલ એવૉર્ડથી સમ્માનિત અભિનેત્રી ઉપરાંત રાઈટર-ડિરેક્ટર-આર્ટિસ્ટ જેવી વિવિધ ભૂમિકા ભજવ્યા બાદ શેફાલી શાહે હવે હૉસ્પિટાલિટીના સ્ટેજ પર પ્રવેશ કર્યો છે. તાજેતરમાં અમદાવાદમાં નોખી-અનોખી રેસ્ટોરાં શરૂ કરનાર આ પાવર હાઉસ પરફોર્મર નવા સાહસ વિશે તથા અવનવી ફિલ્મો વિશે વાત કરે છે.
રમતની પાછળ રમાતી રમત
આઈપીએલ જેવી ટુર્નામેન્ટની પાછળ રમાતું રાજકારણ, ગ્લૅમર, નાણાંની રેલમછેલની પૃષ્ઠભૂમાં સર્જાયેલી ઈનસાઈડ એજનો એ પછી તો બીજો મણકો પણ આવ્યો. હમણો આ વેબ-સિરીઝના ત્રીજા મણકાનું ટ્રેલર જોવા મળ્યું. ૩ ડિસેમ્બરથી એનું સ્ટ્રીમિંગ થશે.
વધ્યું-ઘટ્યું સંભાળવાની મથામણ
રાજકારણ સેવાનું માધ્યમ છે એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી. અહીં મોટા ભાગના લોકો કોઈ ને કોઈ હોદ્દો ગપચાવી પોતાનું સાજું કરી લેવા જ આવે છે.
ચાંદ પર જશે પાકિસ્તાની...
પાક ચાંદયાનઃ ઊડ મેરે યાન ફટાફટ!
પ્રસંગે પ્રસંગે પહેરો નવી સાડી
'અષ્ઠ સહેલી ગ્રુપ'ની સાડી લાઈબ્રેરી: મધ્યમ વર્ગની ગૃહીણીઓ માટે સધિયારો!
આ તે કેવી કચરાપેટી?
જાળવણી થતી ન હોય તો આવું બનાવવાનો અર્થ શું?
ઈસ્યોરન્સ પૉલિસી પણ કરાવો ડિમેટ
દેશની વિરાટ જીવન વીમા કંપની ‘એલઆઈસી” મેગા આઈપીઓની તૈયારી કરી રહી છે ત્યારે વીમા ક્ષેત્રે ડિમેટ પૉલિસીનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. લાઈફ અને નૉન-લાઈફ ઈસ્યોરન્સ પૉલિસી ડિમેટ કરાવવાના લાભ વિશે સમજી લો...
એક શાળાએ આરંભ્યો છે સંસ્કૃતિ બચાવવાનો યજ્ઞ
જન્માવિષ નિમિત્તે ગુજ્ઞ: ભાસ્વચ પરંપરાની નજીક જવાનો અવસર
પગદંડીથી એકસપ્રેસ-વે...
ઉત્તર પ્રદેશમાં પૂર્વાચલ એકસપ્રેસ-વેનો હરક્યુલસ પ્રારંભ થયો.
બે કોમેડિયનની એક વાત...
તાલી માટે શહીદોને ગાલી શું કામ? આ સવાલ દેશભરના બૌદ્ધિકો પૂછી રહ્યા છે. સંદર્ભ છે બની બેઠેલી ઈતિહાસકાર અભિનેત્રી કંગના રનોટની કેટલીક વિચિત્ર ટિપ્પણી. બીજી તરફ, સ્ટેન્ડ અપ કોમેડિયન વીર દાસે વિદેશી ધરતી પર ભારત વિશે કરેલી કમેન્ટ્સ પણ રોષનો ભોગ બની છે. આ બન્નેની કમેન્ટ્સ ને એના પ્રત્યાઘાતની ભીતરમાં...
સિંહસત્વોત્સવઃ ઐતિહાસિક દીક્ષાનો અવસર...
સુરતમાં ૭૫ મુમુક્ષુની સામૂહિક દીક્ષાના મહોત્સવ માટેની તૈયારી છે અંતિમ ચરણમાં.
બૂકે નહીં, બુક આપો!
થોડા દિવસ પહેલાં ગુજરાતના એક દિગ્ગજ રાજનેતાને કમલમ ઉર્ફ ડ્રેગન ફૂટથી તોલવામાં આવ્યા. નેતાઓને મોટે ભાગે ચાંદી, રક્તના બાટલા, વગેરેથી તોલવામાં આવે છે. એમના વજન સમકક્ષની ચાંદી, લોહીની બૉટલ, વગેરેનો સદુપયોગ કરવામાં આવે છે.
સોલાર પંપથી આવ્યું પરિવર્તનજંગલમાં થઈ રહી છે બારેમાસ ખેતી
હજી પાંચેક વર્ષ પહેલાં જ્યાંના મોટા ભાગના લોકોએ રોજી-રોટી મેળવવા ગામ ગામ ભટકવું પડતું એવી રક્ષિત વનક્ષેત્રની અમુક આદિવાસી વસાહતોમાં સરકાર, સામાજિક સંસ્થા અને ખાનગી કંપનીના સહિયારા પ્રયાસથી સિંચાઈનું પાણી મળતું થતાં જંગલ વચાળે ચોખા, મગ, તરબૂચ અને શાકભાજીનો પાક લહેરાતો થયો છે.
વારણપરંપરાનો રૂપેરી |વતાર: વારણ HQ
તાજેતરમાં યોજાઈ ગયેલા ૬૭મા નૅશનલ એવૉર્ડ્ઝ એનાયત સમારંભમાં ગુજરાતી નૉન-ફીચર ફિલ્મ ‘ચારણ અત્ય’ને રજત કમલ’થી સમ્માનિત કરવામાં આવી. મળીએ, એનાં સર્જક પારસી બાનુને.
દોડો મુઠ્ઠી વાળીને...
બા, બાબાગાડી, બાબો ને મેરેથોન..
ફાયર ફાઈટર!
દિલ એમનું મીણબત્તી જેવું, પણ ઈરાદા આગ જેવા... ફાયર ફાઈટિંગ પ્રોડના ભારતના ટોચના ઉત્પાદક તથા પંચોતેરથી વધુ દેશમાં સપ્લાયર એવી કંપનીના સ્થાપક અને મૅનેજિંગ ડિરેક્ટર આ કચ્છી માડું હરીશ નરશી ધરમશીની કર્ણાટકના નાના ગામડાથી ઉદ્યોગસામ્રાજ્ય સ્થાપવા સુધીની સફર રોમાંચક છે.
દાન કરો તો આવું કરો...
આને કહેવાય સેવાનું ફળઃ મિનાતી પટનાઈકે બુધા સમલના નામ કી સંપત્તિ.
ચાલો, વહોરા બહેનો ચાલો...
વૉકિંગ વીમેન ગ્રુપ શરૂ કરાવનારાં પત્રકાર માસૂમા અબ્બાસ કહે છે કે વુમન એમ્પાવર્મેન્ટની વાતો તો ઘણી થાય છે, પરંતુ અમલ ઓછો