ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર હવે ધીમે ધીમે રંગ પકડી રહ્યો છે. ભાજપના નેતાઓ ‘કાર્પેટ બૉમ્બિંગ’ એટલે કે દરરોજ ઓછામાં ઓછા ૭૫થી વધારે વિધાનસભા બેઠકો પર પ્રચાર સભાઓ કે રેલીઓ કે રોડ શૉ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ સતત પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા બહુ સભાઓ નથી કરવામાં આવી રહી, પરંતુ નાની-નાની સભાઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને તેઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
છતાં પણ ગુજરાતનો મતદાર હજી એનું મન કળવા દેતો નથી એટલે તમામ રાજકીય પક્ષો અને રાજકીય સમીક્ષકો મૂંઝવણ અનુભવી રહ્યા હોય એવું દ્રશ્યમાન થઈ રહ્યું છે. આ ચૂંટણીમાં કોઈ ‘વ’ દેખાઈ રહ્યો નથી તો કોઈ એવા બે કે ત્રણ મુદ્દાઓ પણ પ્રચારમાંથી બહાર નથી આવ્યા કે જેને કારણે મતદાર મોટી સંખ્યામાં મતદાન કરવા માટે બહાર નીકળે. આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણ અને આરોગ્યના મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા, પણ હવે તેમાંથી હવા નીકળી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે તો કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીના મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે, પણ એની અસર મતદારો પર થતી હોય એવું દેખાઈ રહ્યું નથી.
ભાજપમાં થયેલી બળવાખોરી
૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં એક મુદ્દો આંખે ઊડીને દશ્યમાન થઈ રહ્યો છે તે ભાજપમાં થયેલી બળવાખોરી અને ભાજપથી દૂર થઈ રહેલા યુવા મતદારો. આ પહેલી એવી ચૂંટણી છે કે જેમાં ભાજપમાંથી ટિકિટ ન મળતા આટલા મોટા પ્રમાણમાં બળવાખોર ઉમેદવારોએ ઉમેદવારી કરીને ભાજપના હાઈકમાન્ડને પડકાર ફેંક્યો હોય. ઓગણીસ બેઠકો પર ભાજપના જ બળવાખોર ઉમેદવારો ભાજપના જ ઉમેદવારોને ટક્કર આપી રહ્યા છે. બાર બેઠકો પર ભાજપમાંથી છેલ્લા મહિનામાં કોંગ્રેસમાં જઈને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જ મૂળ ભાજપના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ઉદાહરણ તરીકે ડભોઈમાં કોંગ્રેસના ઉમેદવાર મૂળ ભાજપના ભૂતકાળમાં ચૂંટાયેલા ધારાસભ્ય છે તો સાવલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રાઉલજી ભાજપના સહકારી આગેવાન જ હતા.
This story is from the December 10, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 10, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ