પ્રમુખસ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ત્યારથી જ ‘અભિયાન’ સમયઅંતરાલ નગરની મુલાકાતે જાય. આટલા વિશાળ આયોજનને જ્યારે શબ્દોમાં કંડારવાની વાત આવે એટલે નિત-નવી વાતો પર ધ્યાન જાય તે સ્વાભાવિક છે અને આવી જ એક મુલાકાત દરમિયાન પ્રમુખસ્વામીનગરના ક્લિનિંગ વિભાગમાં જવાનું થયું. ત્યાં કોઈ મહિલા કચરો વાળતાં નજરે પડ્યાં, તો કોઈ વળી પોતું મારતાં હતાં. મારી નજર પડી એક યુવતી પર, જે શાંતિથી ટૉઇલેટ સાફ કરી રહી હતી. કદાચ પોતાના ઘરમાં પણ આટલી ઝીણવટપૂર્વક સાફ સફાઈ ના થાય તેવી બારીકાઈથી અહીં કામ ચાલી રહ્યું હતું. કુતૂહલવશ જ મેં પૂછી લીધું કે, ટૉઇલેટ-બાથરૂમની સાફસફાઈની સેવા તમે જાતે જ લો છો કે પછી અહીંથી સોંપવામાં આવે છે? તરત જ પેલી યુવતી ઊભી થઈને મારી પાસે આવી. આદરપૂર્વક જય સ્વામિનારાયણ કહીને બોલી, ‘આ સેવા તો જેના અહોભાગ્ય હોય તેને મળે.’ મેં જરા વધારે જ પૂછ્યું કે ‘હા, એ વાત સાચી, પરંતુ સામાન્ય રીતે તો આવી સેવા કરવામાં લોકોને ઝાઝો રસ નથી હોતો.’ ત્યારે એ યુવતીએ કહ્યું, ‘ના, એવું નથી. અહીં સેવા માટે આવેલી દરેક વ્યક્તિ માટે સેવા મહત્ત્વની છે. ક્યાં કરવાની, કેવી સેવા કરવાની એ બધું તો જરાય મનમાં પણ ના હોય.’ આટલી વાત પછી મેં જોયું જ્યારે એ યુવતી મારી સાથે વાત કરી રહી હતી, ત્યારે અન્ય કોઈ પણ મહિલા કે યુવતીઓ અમારી વાતમાં ધ્યાન નહોતાં આપતાં. બસ, દરેક મહિલા ત્યાં મનમૂકીને શાંતિથી પોતાની સેવામાં લીન હતી.
This story is from the December 31, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 31, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ