ગીતકાર-ગાયિકા ટેલર સ્વિફ્ટે શરૂ કરેલી અને હજુ પણ ચાલી રહેલી ‘ધી ઇરાસ ટૂર’ના ભાગરૂપે તે વિશ્વભરનાં પ્રમુખ શહેરોમાં કૉન્સર્ટ કરશે. ટિકિટના વેચાણ ઉપરાંત જે-તે શહેરોમાં ચાહકોનાં ટોળાંઓ ઊમટવાથી હોટેલ, રેસ્ટોરાં, પબ, ઇત્યાદિનો વેપાર વધ્યો છે. ચાહકો મોજથી પૈસા ખર્ચી રહ્યા છે. ત્યાંની ઇકોનોમીને ઇરાસ ટૂરે એ હદે પ્રભાવિત કરી કે માધ્યમોમાં ટેલરનોમિક્સ અને સ્વિફ્ટોનોમિક્સ જેવા શબ્દો કોઇન થયા છે. વધારામાં, ટેલરનું ગીત ‘ઑલ ટુ વૅલ’ સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીના એક અભ્યાસક્રમમાં સામેલ થયેલું. આવતા વર્ષે ત્યાં કોમ્પ્યુટર સાયન્સની એક વિદ્યાર્થિની દસ સપ્તાહનો કોર્સ ‘છેલ્લી મહાન અમેરિકન ગીતકારઃ ઇરાસના માધ્યમથી ટેલર સ્વિફ્ટ સાથે સ્ટોરીટેલિંગ’ ભણાવશે. ગયા વર્ષે न्यू યૉર્ક યુનિવર્સિટીના એક વિભાગે ટેલર સ્વિફ્ટના વિષયક આખો કોર્સ શરૂ કરેલો, જેમાં તેની કારકિર્દી, એને પ્રભાવિત કરનાર ગીતકારો જેવા મુદ્દા આવરી લેવાયેલા. ટેક્સાસ યુનિવર્સિટી અને કેનેડિયન ક્વીન્સ યુનિવર્સિટીએ ટેલરનાં ગીતોને સાંસ્કૃતિક સંદર્ભોમાં સમજાવતાં, એની ગીતકળા અને એની સાંસ્કૃતિક અસરોનું વિશ્લેષણ કરતાં કોર્સ શરૂ કરેલા. મહાન અર્વાચીન ગાયક-ગીતકારોમાં ગણના પામતા બોબ ડિલનને ૨૦૧૬નું સાહિત્યનું નોબેલ પારિતોષિક મળેલું ત્યારે ઘણાંને આશ્ચર્ય થયેલું. બોબ ડિલન અન્યો જેવા સાહિત્યકાર ભલે નથી, પણ એમનાં ગીતોએ અમેરિકન સમાજના એક બહોળા વર્ગની સંવેદના ઝીલી છે. અલબત્ત, ટેલર સ્વિફ્ટને અત્યારથી બોબ ડિલનની કક્ષાએ મૂકવાની વાત નથી થઈ રહી, પરંતુ હજુ ચોત્રીસ વર્ષની થવા જઈ રહેલી ટેલરે પોતાની પેઢીનાં ગીતો ગાઈને ચાહકોમાં જે ઉન્માદ જગાવ્યો છે, એને ધ્યાનમાં લઈને યુનિવર્સિટીઓ પણ નાના પાયે એના સંગીત પરનું અધ્યયનકાર્ય શરૂ કરે એ નોંધવા જેવી ઘટના ખરી. અગાઉ લાના ડૅ રે, બિયૉન્સે, રિહાના, લૅડી ગાગા અને બ્રિટની સ્પિયર જેવી ગાયિકાઓને લગતા કોર્સ પણ શરૂ થયેલા. આ યાદીમાં ટેલર સ્વિફ્ટ નવું નામ છે.
This story is from the November 11, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 11, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?