પહેલાંના સમયમાં રાજા-મહારાજાઓ પોતાના આશ્રય તળે કળાકારોને સાચવવામાં ગૌરવ લેતા હતા. કળાના કદરદાન ધનાઢ્યોની સહાયથી ફક્ત કળાની જ ઉપાસના કરી ચિત્રકાર, સંગીતકાર, શિલ્પકાર, કથાકાર, નૃત્યકાર, ઇત્યાદિ જીવતા. અંગ્રેજીમાં આવા આશ્રય, સંરક્ષણ કે ઉત્તેજન માટે ‘પેટ્રનૅજ' શબ્દ છે. પેટ્રન પેટ્રિઑન યાને આશ્રયદાતા, પુરસ્કર્તા, પ્રોત્સાહક. જટિલ અને ભવ્ય નિર્માણોના પુરાવાઓ કે અવશેષ જોઈએ તો વિચાર આવે કે પ્રાચીન ભારતમાં ઉદાર દાતાઓએ સારી એવી સંપત્તિ સ્થાપત્ય અને શિલ્પ નિર્માણ પાછળ વાપરી હશે. અશોક કે અકબર જેવા રાજાઓના દરબારમાં વિવિધ વિદ્યાઓમાં પારંગત રત્નો કે જ્ઞાનીઓનો સમાવેશ થતો, એવી પ્રચલિત વાતોથી આપણે પરિચિત છીએ. અઢારમી સદીમાં જીવી ગયેલા નૈનસુખ ઉત્તર ભારતની પહાડી ચિત્રકળાના નોંધપાત્ર સર્જક ગણાય છે, જેમને જસરોટાના ડોગરા રાજવંશના બળવંત સિંહે આશ્રયમાં લીધેલા. ત્રાવણકોરના રાજવી ચિત્રકાર રાજારવિ વર્માના પેટ્રન હતા. પંદર-સોળમી સદીના ઇટાલીમાં નવજાગૃતિના કાળમાં ઘણાં વૈભવી કુટુંબોના પ્રોત્સાહનથી કળા ક્ષેત્રે જાણે નવી વસંત બેઠી હતી. બૅન્કિંગ ક્ષેત્રમાં પ્રભાવી મેડિચી ઘરાનાનું આર્થિક પીઠબળ મળવાથી માઇકલ એન્જેલોએ અભૂતપૂર્વ સર્જન કરેલું. લિઑનાર્ડો ડા’ વિન્ચીનું પેટ્રન હતું સ્ફોર્ઝા ઘરાનું.
પેટ્રન પરંપરા પાછળ મૂળ વિચાર એવો રહેલો કે કળામાં જીવ રેડી દેનાર મનુષ્ય કેમ કમાવવું અને ગુજરાન ચલાવવું, એવા વ્યાવહારિક વિષયોમાં વ્યસ્ત ન રહે અથવા એને એમાં ગતાગમ ન પડે એટલે એ બાબતોની ચિંતા કોઈ બીજું ઉપાડી લે. મા સરસ્વતીની કૃપા જેવી કળાને કાયમ લક્ષ્મી માતાનો સંગાથ મળતો આવ્યો છે. અપવાદ સિવાયના કિસ્સાઓમાં વિવિધ ક્ષેત્રની કળાઓ સદીઓથી મોટે ભાગે આ રીતે જ પાંગરીને જળવાતી રહી છે.
This story is from the December 02, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 02, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?