મિડ ડિસેમ્બરનો માહોલ જામ્યો છે. એકાદ મહિના માટે ધનારકનાં કમુરતાંએ લગ્નપ્રસંગમાં બ્રેક મારી છે. જેનાં બાળકો બોર્ડની પરીક્ષાઓમાં બેસવાના છે તે સૌ પરિવારોએ ધરતી ધ્રુજાવતી સાઉન્ડ સિસ્ટમ, ડી.જે. અને ઘોંઘાટની ખુલ્લેઆમ દાદાગીરીમાંથી મુક્તિ મેળવી છે અને આથી હવે તો એવો દઢ સંકલ્પ છે કે સવારે નિયમિત ચાલવા જઈ ચડેલી ચરબી ઘટાડવી છે અને યોગાસન કરી ઊર્જાના ઉંબાડિયામાં દેહને બરાબર પકવવો છે.
આવા દઢ સંકલ્પોની શક્તિ આપતાં શિયાળામાં યોગ-ધ્યાન અને પ્રાણાયામ કરનાર ઉપરાંતનો એક બીજો જંગલપ્રેમી રખડુ વર્ગ છે, જેને વનો-જંગલો, રાષ્ટ્રીય ઉદ્યાનોઅભયારણ્યો, નાના-મોટા તળાવડા અને સરોવર સુધી જવું છે, ટેન્ટમાં રહેવું છે, જંગલ ટૂંક કરવા છે, દેશ-વિદેશનાં પંખીડાંઓને દૂરબીન માંડીને જોવા છે. ૪૦૦એમએમની મેક્સિમમ ફોકલ લેન્થથી તે સૌના ફોટા પાડવા છે અને તેનાં રંગ-રૂપ, આકાર અને કદથી તેઓને ઓળખી તેઓના મધમીઠા અવાજ પણ સાંભળવા છે.
વનવગડાની વાટે બેસીને કે સરોવરની પાળે બેસીને વિવિધ રંગી પંખીઓના કિલકિલાટ સાંભળવા માટે આમ તો ભારતમાં કુલ બોતેર પક્ષી અભયારણ્યો છે, જેમાં ૧૨૦૦થી વધુ જાતિઓનાં પક્ષીઓ રહે છે. આ બોતેરમાંથી આપણા ગુજરાત પાસે જ છ જેટલાં અભયારણ્યો છે, જેમાંનું એક છે નળ સરોવર.
અમદાવાદની પશ્ચિમે ચોસઠ કિલોમીટર દૂર રહેલા સાણંદ ગામમાં આવેલું નળ સરોવ૨ ૧૨૬.૧૧ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું સરોવર છે. ગુજરાતની સૌથી મોટી વેટલૅન્ડ બર્ડ સેન્કચ્યુરી સરોવર ગણાતું નળ શિયાળામાં યાયાવર પંખીઓનું ગમતું નિવાસ અને પેણબતક, સુરખાબ, ચમચો, ઉલટી ચાંચ અને બતકનું તો કાયમી સરનામું છે, જ્યાં તેઓ જનન–પ્રજનનમાં પણ વ્યસ્ત અને મસ્ત હોય છે.
૧૯૬૯ની એપ્રિલમાં ખુલ્લું મુકાયેલું આ જળચર પક્ષીઓનું અભયારણ્ય ખાસ તો યાયાવર પક્ષીઓનું શિયાળું રહેઠાણ છે. વર્ષના મોટા ભાગ દરમિયાન છીછરા પાણીના આ સરોવરમાં ૧.૮૩ મીટરથી ઊંડું પાણી રહેતું નથી અને આથી જ છીછરા પાણીની આ માર્શલૅન્ડ બગલા જેવાં જળચર પક્ષીઓ માટે ઉત્તમ અને અનુકૂળ સ્થાન છે.
મધ્ય ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્ર વચ્ચેના નીચા ભૂમિ ભાગ વચ્ચે આવેલું નળ સરોવર એક સમયે અહીં અસ્તિત્વ ધરાવતાં છીછરા સમુદ્રી ફાંટાનો અવશેષ હોવાના પુરાવા આપે છે અને દેશદેશાવરથી આવતાં યાયાવર પંખીઓને હૂંફાળો ઉતારો પણ આપે છે.
This story is from the January 06, 2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 06, 2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?