ગઈ ૧૩મી એપ્રિલના રોજ ઈરાને ઇઝરાયલ પર અગાઉ ક્યારેય ન કર્યો હોય તેવો હુમલો કર્યો. ૩૩૦ જેટલાં ડ્રોન વિમાનો અને મિસાઇલો ઇઝરાયલ પર છોડ્યાં. આ ઘટનાથી દુનિયા હેબતાઈ ગઈ, કારણકે વિશ્વયુદ્ધ ફાટી નીકળવાની શક્યતા તેમાં હતી. ગઈ સાતમી ઑક્ટોબરે ગાઝાપટ્ટીના ફિલિસ્તીની હમાસ અંતિમવાદીઓએ ઇઝરાયલ પર અચાનક હુમલો કર્યો. ૧૨૦૦ જેટલા યહૂદી આબાલવૃદ્ધ નાગરિકોને મારી નાખ્યા. ૨૦૦થી વધુને બંધક બનાવ્યા. ત્યારથી ઇઝરાયલે ગાઝામાં કાર્યરત મુસ્લિમ હમાસ સંગઠનને નેસ્તનાબૂદ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમાં લીલા સાથે સૂકું બળે તે રીતે સદોષ અને નિર્દોષ મળીને છ મહિનામાં ઇઝરાયલી સેનાએ ૩૩ હજાર ફિલિસ્તીનીઓને મારી નાખ્યા છે. હજી એ મુહિમ ચાલુ છે. ઇઝરાયલના પવિત્ર તહેવારના દિવસે હમાસે અચાનક હુમલો કર્યો તેનાથી દુનિયા એટલી ખફા થઈ ગઈ કે દુનિયા ઇઝરાયલને હવે યુદ્ધ બંધ કરવા સમજાવી રહી છે, છતાં તેઓ ઇઝરાયલે કરેલા આક્રમણને વાજબી પણ ગણાવી રહ્યા છે. આ રીતે કેટલાક પડોશી આરબ દેશો પણ પ્રથમ વખત ઇઝરાયલની સાથે ઊભા રહેલા છે.
ઇઝરાયલનાં વલણ અને નીતિ પણ અનોખાં છે. દુનિયા સાથ આપે કે ન આપે, અમેરિકા રાજી હોય કે ન હોય, ઇઝરાયલ હમાસ હટાવની લશ્કરી ઝુંબેશ બંધ કરવા તૈયાર નથી. બલ્કે હમાસને મદદ કરવા તત્પર રહેતા પેલેસ્ટાઇન (ફિલિસ્તીન), લેબેનોન અને આતંકી સંગઠન હિઝબોલ્લાહને અને તેના જનક ઈરાનને પણ તક મળે ત્યારે સીધા દૌર કરવાનો ઉમંગ પણ ઇઝરાયલીઓમાં ઘણો ઊંચો છે. તેઓની આ યુદ્ધ ઝુંબેશ વધુ લાંબી ચાલી અને દુનિયામાં તેનો વિરોધ વધતો ગયો, પણ ઇઝરાયલ તેના મકસદમાં અડગ રહ્યું છે.
This story is from the Abhiyaan Magazine 04/05/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 04/05/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ