ઘણીવાર માઠા સમાચાર પણ સુખદ્ અનુભૂતિ કરાવે અને સારા સમાચાર દુ:ખી પણ કરી દે! આવું સમાજજીવનમાં પણ બનતું હોય છે અને રાજકારણમાં પણ બનતું હોય છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવી ગયા અને ગણતરીના કલાકોમાં તેમણે અચાનક રાજીનામાની કરેલી જાહેરાત ભાજપ અને કોંગ્રેસ બંને માટે આવા જ એક સમાચાર છે!
અત્યાર સુધી કેજરીવાલને ભ્રષ્ટાચારી સાબિત કરવામાં રાત-દિવસ એક કરી રહેલા ભાજપ માટે તેમને જેલમાં જ રાખવા અત્યંત જરૂરી હતું, પરંતુ સર્વોચ્ચ અદાલતે કોઈ પણ નક્કર પુરાવા વગર કેજરીવાલને મહિનાઓ સુધી જેલમાં રાખવાની સીબીઆઈની કુટિલ નીતિ-રીતિની પોલ ખોલી નાખી અને તેમને છોડી મૂક્યા. ભાજપ માટે સ્વાભાવિક રીતે જ આ માઠા સમાચાર છે, પરંતુ હરિયાણાની ચૂંટણીમાં મતવિભાજનનો લાભ લઈને કોંગ્રેસને હરાવવી હોય તો કેજરીવાલને મેદાનમાં છુટ્ટા મૂકી દેવામાં જ ભાજપનો લાભ છે, કારણ કે હરિયાણામાં ‘ઇંડિયા' ગઠબંધનના સાથી તરીકે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોડાણ નથી!
કોંગ્રેસ માટે આ બાબત સિક્કાની બીજી બાજુ જેવી છે. ‘ઇન્ડિયા' ગઠબંધનના સાથી અને મોદી વિરોધી જૂથના મહત્ત્વના નેતા તરીકે કેજરીવાલને જામીન મળ્યા તે ખુશીની વાત, પરંતુ હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં બંને પક્ષો ‘સામસામે' છે, ત્યારે કેજરીવાલનું ‘બહાર’ હોવું એ સમાચાર કેટલા ખુશીભર્યા કહેવાય?! હાલ કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને કેજરીવાલને જામીન મળ્યા તે બાબતે ખુશી વ્યક્ત કરવી કે ન કરવી, તેની ભારે દ્વિધા છે! કેજરીવાલ ભાજપ સામે જેટલા પ્રહારો કરશે તેટલા કોંગ્રેસના મતો જ કપાશે, કારણ કે અગાઉ ગુજરાત, દિલ્હી અને પંજાબ જેવાં રાજ્યોમાં ત્યાંની વિધાનસભા ચૂંટણીએ આ જ સાબિત કરેલું. ભાજપ અને કોંગ્રેસ બંનેના ચૂંટણી રણનીતિકારો આ ગણિત બરાબર સમજે છે. વિષય અટપટો છે પણ સમજવો જરૂરી એટલા માટે છે કે આગામી દિવસોમાં યોજાઈ રહેલી હરિયાણા અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી ઉપરાંત ત્યાર પછી તરત આવી રહેલી મહારાષ્ટ્ર અને દિલ્હીની ચૂંટણી પર તેનો પ્રભાવ પડશે, જે આગળ જતા કેન્દ્રની મોદી સરકારની સ્થિરતાને પણ અસરકર્તા સાબિત થવાનો છે. વળી કેજરીવાલે આપેલા રાજીનામાની ચતુર ચાલ પાછળ કેટલી ચતુરાઈ અને કેટલી મજબૂરી છે, તે પણ સમજવું જરૂરી છે.
ઓચિંતો ઘટનાક્રમ:
This story is from the Abhiyaan Magazine 28/09/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 28/09/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?