હમણાંનાં અખબારોમાં હૃદયરોગથી થતાં મરણ, ખાસ કરીને નાની વયનાં મરણોની ખાસ નોંધ લેવામાં આવે છે. કોરોના સંકટ બાદ આવાં મરણોની ખાસ નોંધ લેવાય છે, પરંતુ કોરોના સંકટ અગાઉ હૃદયરોગ થી થયેલાં મરણોની ખાસ નોંધ લેવાતી ન હતી. ત્યારના અને હમણાંના આંકડાઓ સરખાવવાથી ખરી જાણ થઈ શકે કે યુવાનોમાં હૃદયરોગ અને મૃત્યુનું પ્રમાણ વધ્યું છે કેમ? જોકે હમણાંના સમયમાં યુવાનોમાં હૃદયરોગથી થતાં મરણનું પ્રમાણ દેખીતી રીતે વધ્યું છે. તે માટે તબીબો કોરોનાની બીમારીને નહીં, પરંતુ આજના સમયની જીવનશૈલી અને ખોરાકની બદલાયેલી તરાહ તેમ જ નબળી ગુણવત્તાને જવાબદાર માને છે.
હકીકત જોઈએ તો વિશ્વભરમાં હૃદયરોગ સૌથી વધુ જીવ લેનારી બીમારી બની ગઈ છે. કૅન્સર કરતાં પણ હ્રદયરોગ વધુ લોકોના જીવ લે છે. તમામ પ્રકારનાં કૅન્સરોથી મરતાં લોકો કરતાં પણ વધુ લોકો હૃદયરોગથી મરે છે. દુનિયાભરની હેલ્થકૅર સિસ્ટમ પર હૃદયરોગને કારણે સૌથી મોટો આર્થિક બોજ પડે છે, પરંતુ સારી વાત એ છે કે હૃદયરોગની સારવારમાં કેટલીક નવી અને ક્રાંતિકારી શોધો થઈ રહી છે. બાયોટૅક્નોલૉજી અને મેડિકલ ટૅક્નોલૉજી નિદાનથી માંડીને રોગને આવતો નિવારવામાં, આવી જાય તો સારવારમાં ઘણી આગળ વધી ગઈ છે.
હૃદયરોગ સુખી દેશોમાં એક ખૂબ મોટી સમસ્યા છે. વિકસિત દેશોની ચાલીસ ટકા પ્રજા કાં તો હૃદયરોગથી પીડાઈ રહી છે અથવા તેઓને હૃદયરોગ લાગુ પડશે. હવે તો હ્રદયરોગ વિકસી રહેલા દેશો માટે પણ મોટી તેના સમસ્યા બની રહ્યો છે. ત્યાં સુધી કે આફ્રિકાના દેશોમાં ટીબી, એચઆઈવી અને મલેરિયાથી મળીને કુલ જેટલા લોકો મરણ પામે છે, કરતાં વધુ હ્રદયરોગથી મરે છે. તેનાં અનેક કારણોમાંથી એક કારણ એ પણ છે કે, લોકોનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. આખરે એક દિવસ શરીરની નળીઓ અને હૃદય જેવાં તંત્રો ઘસાઈ જાય છે, બગડી જાય છે. કોઈક કારણસર માણસે મરવાનું તો છે. બુઢાપામાં હૃદયરોગથી મરણ થાય તે ચિંતાનું કારણ ન ગણાય, પણ હમણાંના સમયમાં યુવાનોનાં પણ વધુ મોત થાય છે.
This story is from the Abhiyaan Magazine 28/09/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 28/09/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?