વૃદ્ધ લોકોમાં કૅન્સર થવાનું પ્રમાણ ઘટી રહ્યું છે, પણ તે સામે પ્રમાણમાં નાની ઉંમરના તેમ જ યુવાન લોકોમાં કૅન્સર લાગુ પડવાનું પ્રમાણ વધી રહ્યું છે. નાની વય જૂથમાં કૅન્સરનું પ્રમાણ વધવું એ ખરેખર ચિંતાજનક બાબત છે. નિષ્ણાતો અને શરીર વિજ્ઞાનીઓ સામે નવા સવાલો અને નવા પડકારો ઊભા થયા છે.
નાની અને યુવાન તેમ જ વયસ્કોની પેઢીમાં હમણાં સુધી કૅન્સર લાગુ પડવાનું પ્રમાણ ઘણું ઓછું હતું. સાઠ વરસની ઉંમર બાદ કૅન્સર લાગુ પડે એવી એક આમ ધારણા દસ-વીસ વરસ અગાઉ હતી. ઉંમરની એ મર્યાદા ઘટી રહી છે. એક તો જૂની માન્યતા અથવા વહેમ કે નાની ઉંમરમાં કૅન્સર લાગુ ન પડે, તેના કારણે નાની ઉંમરે થતાં કૅન્સરોનું તબીબો જલ્દીથી નિદાન કરતાં નથી. બીજાં નિદાનો કરી દવાઓ આપે.
આખરે બધાં નિદાનો નિષ્ફળ જાય ત્યારે કૅન્સર માટેના ટેસ્ટ કરાવે. તે દરમિયાન ઘણું મોડું થઈ ગયું હોય. કૅન્સર ફેલાઈને ત્રીજા કે ચોથા સ્ટેજમાં પ્રવેશી ગયું હોય, જેની અસરકારક સારવાર શક્ય રહેતી નથી. હમણાં સુધી ડૉક્ટરો પણ જલ્દીથી એ વાત સ્વીકારતા ન હતા કે નાની ઉંમરમાં કૅન્સર લાગુ પડે, પણ જુવાનીમાં કૅન્સરના કિસ્સાઓ ખૂબ વધી ગયા છે. તેથી ડૉક્ટરોની માન્યતા પણ જરૂર બદલાઈ હશે. નાનાં નાનાં બાળકોના આધાર સમા પિતાઓ અને માતાઓ કૅન્સરથી મરણનો ભોગ બની રહ્યાં છે. વૃદ્ધોનું કૅન્સરથી મરણ નીપજે અને યુવાનોનું નીપજે તેમાં ઘણો ફરક છે. યુવાનના મૃત્યુની સામાજિક અને આર્થિક મોટી ખરાબ અસર પડે છે. ઘણાં કુટુંબો બેહાલ બની જાય છે.
This story is from the Abhiyaan Magazine 28/09/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 28/09/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?