કચ્છ અત્યાર સુધી ભલે પાણીની, વરસાદની તંગી ધરાવતો પ્રદેશ હોય, પરંતુ તેની ભૂભૌગૌલિક રચના જ તેને જીવવૈવિધ્યની બાબતમાં અદ્વિતીય બનાવે છે. અહીં એક જમાનામાં ડાયનોસોર્સ વિહરતા હોવાના પુરાવા મળ્યા છે, તો આજે પણ રણ, ડુંગર અને દરિયામાં વિવિધ પ્રકારના સજીવો જોવા મળે છે. વિશ્વની જેમ જ કચ્છમાં પણ સજીવોની અનેક પ્રજાતિઓ હજુ વણઓળખાયેલી છે. સદીઓથી કચ્છમાં જે-તે વનસ્પતિ કે પ્રાણી હોય પરંતુ તેની ઓળખ હજુ સુધી થઈ શકી ન હોય તેવું બન્યું છે. અમુક વખતે તે સજીવની ઓળખ મળે, તેના વિશે અભ્યાસ થાય તે પહેલાં જ તે નામશેષ થઈ જતી હોવાની ઘટના વિશ્વમાં અનેક જગ્યાએ ઘટે છે. ત્યારે કચ્છમાંથી નવી પ્રજાતિઓ ઓળખાય તે વૈશ્વિક સ્તરે પણ મહત્ત્વનું છે. ગાંધીનગરની અને લીમખેડાની સરકારી વિજ્ઞાન કૉલેજના બે અધ્યાપકોએ તાજેતરમાં જ કચ્છના સરહદી એવા લખપત તાલુકાના દુર્ગમ વિસ્તારમાંથી દુનિયામાં ક્યાંય પણ નોંધાઈ ન હોય તેવી ક્ષુપ પ્રકારની વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ લખપત તાલુકાની તદ્દન અલગ પ્રકારની ઇકો-સિસ્ટમને જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ગાય કે ઘેટાં બકરાં જેવા પશુઓના આહાર માટે તે ભલે ઉપયોગી ન હોય, પરંતુ મધમાખી જેવા કિટકોને અસ્તિત્વ ટકાવી રાખવામાં તે ખૂબ ઉપયોગી છે. તે જમીનનું ધોવાણ અટકાવવા માટે પણ મહત્ત્વની છે. હજુ આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ અંગે સંશોધન થયું નથી, પરંતુ જો સંશોધન થાય તો તેના નવા ઉપયોગ પણ સામે આવી શકે તેમ છે. પર્યાવરણ માટે ઉપયોગી એવી આ વનસ્પતિનું અસ્તિત્વ આજે ખતરામાં છે. તેને બચાવવા માટે પગલાં લેવા આવશ્યક છે.
This story is from the Abhiyaan Magazine 28/09/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 28/09/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?