સાંબેલાના સૂર

ઇતિહાસના અમર પ્રેમીઓમાં લયલા-મજનૂ સૌથી જાણીતાં છે. મજનૂનું મૂળ નામ કાઇસ હતું. કાઇસ અને લયલા અરેબિયાની વણઝારા જાતિના મુખીઓનાં સંતાનો હતાં. લયલા-કાઇસ બાળપણથી જ મિત્રો હતાં અને તેઓના પરિવારોને લાગતું હતું કે આ બંને મોટા થઈને આદર્શ જોડી બનાવશે. જોકે સમાજની સખત મર્યાદાઓને કારણે તેઓ લગ્ન પહેલાં એકબીજાંને મળી શકતાં નહોતાં. આને કારણે કાઇસ કવિ બની ગયો. આનો અર્થ એ થયો કે કવિ બનવા માટે વિરહ થવો જરૂરી છે!
લયલાના બાપને એ મંજૂર ન હતું કે તેની પુત્રી કોઈ પાગલ કવિની ચાહતનો વિષય બને. આથી તેણે કાઇસને લયલાને મળવાની મનાઈ ફરમાવી અને લયલાનાં લગ્ન એક શ્રીમંત પુરુષ સાથે કરી દીધાં. કાઇસ સમાજથી દૂર એકલો રણમાં રહેવા જતો રહ્યો. એક દિવસ તે લયલાને જોવા તેના પતિને ઘેર ગયો, પરંતુ તેને ત્યાંથી માર મારીને હાંકી કાઢવામાં આવ્યો. પ્રેમને કારણે ગાંડો બની ગયેલો કાઇસ મરી ગયો, લયલા પણ ઝેર પીને મરી ગઈ.
આપણે ત્યાં લયલા-મજનૂ ઉપરાંત મુલતાન પ્રાંતની હીર અને રાંઝા, મીર્ઝા અને સાહિબા, સસી અને મુત્તુ, સોહની અને મહિવાલ જેવા પ્રેમીઓની કથા પણ જાણીતી છે. આ કથાઓ માત્ર પ્રેમીઓની જ નહીં, પરંતુ એ સમયના પરિવારો અને સામાજિક તથા આર્થિક વાસ્તવિકતાઓની વાત રજૂ કરે છે. મોટા ભાગની પ્રેમકથાઓમાં પરિવારનો કોઈ સભ્ય અને નિકટનો સંબંધી વિલન હોય છે.
પ્રેમ આપણી આસપાસ બધે જ છે, પરંતુ આપણે તેને જોઈ શકતા નથી, તેનો માત્ર અનુભવ કરી શકીએ છીએ. પ્રેમ અને પ્રેમની અભિવ્યક્તિ માનવના અસ્તિત્વ જેટલી જ જૂની છે. પૃથ્વી પરના પ્રથમ માનવ આદમ અને ઈવ મનાય છે. આદમે ઈવને સફરજન આપ્યું તે પ્રેમની પ્રથમ અભિવ્યક્તિ છે. જોકે સંસ્કૃતિની પ્રગતિ અને મગજનો વિકાસ થતાં ધીમે ધીમે માનવો પ્રેમને વધુ સ્પષ્ટ રીતે વ્યક્ત કરવા લાગ્યા. એક જમાનામાં લોકો ચિઠ્ઠીમાં કાવ્યો લખીને પ્રેમ વ્યક્ત કરતા. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગ્રિન્ટિંગ્ઝ કાર્ડનું ચલણ ઓછું અને WhatsApp કે ઇન્સ્ટા-નું ચલણ વધ્યું છે, પરંતુ આજની પેઢી પોતાના પ્રિય પાત્રને રૂબરૂમાં ‘આઇ લવ યુ’ કહેતા અચકાતી નથી. છોકરો ‘આઇ લવ યુ’ કહે તો છોકરી પણ તરત જ ‘આઇ લવ યુ' કહેતાં શરમાતી નથી. કેટલીક છોકરીઓ તો છોકરાઓને કહે છે પણ ખરી, હજી મેં આ વિષે વિચાર્યું નથી, પરંતુ મને વિચાર કરવા થોડો સમય જોઈએ છે.
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 22/02/2025 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 22/02/2025 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap

રાજકાજ
બાંગ્લાદેશમાં રાજકીય ઘટનાચક્ર ઝડપથી બદલાઈ રહ્યું છે

રાજકાજ
સીમાંકનના મુદ્દે મમતા બેનરજીનો અલગ ચોકો

શ્રદ્ધાંજલિ
જીવાતી જિંદગીના ઝબકાર ઝીલનારની વિદાય

મૃત્યુ પછીનું જીવન એટલે અંગદાન
ગુજરાતમાં અંગદાનની ઝુંબેશ વેગ પકડી રહી છે. બ્રેઇનડૅડ વ્યક્તિના શરીરમાં મળતાં ૬ અંગોથી ૮ વ્યક્તિઓને નવજીવન મળી શકે છે. અંગદાન ચૅરિટેબલ ટ્રસ્ટના લોકજાગૃતિના પ્રયત્નોથી હજારો લોકોએ અંગદાન અંગેના શપથ લીધા છે. જીવન બચાવનારાં ૬ અંગોનું ટ્રાન્સપ્લાન્ટ ગુજરાતમાં થાય છે, જ્યારે કચ્છમાં બ્રેઇનડૅડ વ્યક્તિનાં અંગોને સ્વીકારવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. કચ્છમાં પણ ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેની સુવિધા હોવી જરૂરી છે.

વામા-વિશ્વ આરોગ્ય
ઉનાળામાં લૂ સામે કેવી રીતે રક્ષણ મેળવશો?

જોન અબ્રાહમની 'ધ ડિપ્લોમેટ' કેવી છે?
આ ફિલ્મ માટે જોન અબ્રાહમના ખાસ વખાણ કરવા પડે તેમ છે, કારણ કે તે માત્ર મુખ્ય ભૂમિકા ભજવે છે, એટલું જ નહીં, પણ આ ફિલ્મના પ્રોડ્યુસર પણ છે. તેમને ખબર છે કે તેઓ એક ઍક્ટર તરીકે મર્યાદિત છે, એટલે તેઓ પ્રોડ્યુસર તરીકે જુદી અને અસરકારક ફિલ્મો બનાવે છે જે તેમની ક્રિએટિવ ભૂખને સંતોષે.

બી-૧ વિઝા ઇચ્છુકોને પૂછાતા સવાલો
ફરજ બજાવવા માટે એમણે વિઝાના અરજદારોની પૂરતી જાતતપાસ કરવાની રહે છે. એમને એવી ખાતરી થાય કે અરજદાર ખરેખર બિઝનેસમેન અથવા તો ટૂરિસ્ટ છે તો જ એમને વિઝા આપી શકે છે

વામ-વિશ્વ ટ્રાવેલ
રોડ ટ્રિપ દરમિયાન શું ધ્યાન રાખવું?

નીરખને ગગનમાં...
ઊર્જાનો અખૂટ ભંડાર થોરિયમ

ભાષા સમસ્યાનો ઉકેલ ચીનમાં કઈ રીતે આવ્યો?
નવી શિક્ષણ નીતિમાં ત્રણ ભાષા શીખવાની ફોર્મ્યુલાનો તામિલનાડુની સરકારે એવું કહીને વિરોધ કર્યો છે કે તેના દ્વારા રાજ્યના લોકો પર હિન્દીને લાદવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે તેનો ઇનકાર કર્યો છે. આમ છતાં રાજકીય કારણોસર ભાષા વિવાદને ઉત્તેજન અપાઈ રહ્યું છે, ત્યારે ચીને આ સમસ્યા કેવી રીતે ઉકેલી અને વિશાળ દેશમાં રાષ્ટ્રીય એકત્વ માટે એક સમાન સંપર્ક ભાષાની કેટલી અને કેવી આવશ્યકતા, અનિવાર્યતા હોય છે, તેની વિસ્તૃત સમજ અહીં અપાઈ છે.