CATEGORIES
Kategoriler
આ કાચલી છે બહુ કામની...
નાળિયેરની ‘છાલ’ને ફેંકી દેતાં હો તો હવે બે વાર વિચારજો, કારણ કે એના ઉપયોગ બહુ ઝાઝા છે. જુઓ, આ અને આવા છે કાચલીના ઉપયોગ.
ગુજ્જુ ઈન્ફ્લુઅનાની જિંદગાનીમાં ડોકિયું
સોશિયલ મિડિયાનું ઘેલું આજે આબાલવૃદ્ધ સૌને લાગ્યું છે. ‘મને જુઓ, મારી ટેલેન્ટ અને પર્સનાલિટી જુઓ’ એવી જાહેરાત જગત સામે કરવી સૌને ગમે છે. જે લોકો સચોટ રીતે આમ કરી શકે છે એ સોશિયલ મિડિયાની દુનિયામાં ઈન્ફ્લુઅન્સર તરીકે પંકાય છે. સુરતનાં આવાં જ એક ઈન્ફ્લુઅન્સરની લાઈક-કમેન્ટ-શૅરની સૃષ્ટિ જોવા-જાણવા જેવી છે.
કંપનીના ટ્રેડ સિક્રેટની હેરાફેરી ક્યાંથી ક્યાં?
તાજેતરમાં અમેરિકાના ટેક્સાસ ફેડરલ કોર્ટની જ્યુરીએ ભારતીય આઈટી કંપની ‘ટીસીએસ’ને અન્ય કંપનીનાં ટ્રેડ સિક્રેટ મેળવવા બદલ આશરે ૧૭૫૦ કરોડ રૂપિયાનો દંડ ભરવા કહ્યું એ સમાચાર દેશ-દુનિયાનાં અખબારોમાં ચમક્યા. ટાટાએ જો કે આ ચુકાદાને પડકારીને કેસ લડી લેવાનું નક્કી કર્યું છે ત્યારે ટ્રેડ સિક્રેટની ચોરીના કેટલાક કિસ્સા મમળાવવા જેવા છે...
જર્મનીમાં ગુજરાતી લોકગીત ગજવે છે આ અમદાવાદી
મૂળ ઈડરના મેડિકલ એન્જિનિયરે ઘરઆંગણે અભિનય અને ગાયકીનો શોખ પોષ્યો. જો કે એને વધુ પ્રસિદ્ધિ મળી જર્મનીમાં, જ્યાં એ અત્યારે ગુજરાતી ગીતો ગાય છે અને સ્થાનિક યુવાનોને ‘કસુંબીનો રંગ’ અને ‘મન મોર બની થનગાટ કરે.’ જેવાં ગીત શીખવે પણ છે.
મોરબી હોનારત ૨.૦સિરામિક ઉદ્યોગ મંદીની ઝપેટમાં
ઘરઆંગણે તથા વિદેશની બજારોમાં લેવાલી ઠપ એ છે મુખ્ય કારણ કૅપિટલ સિટી ઑફ સિરામિકની નવા વર્ષની નવી મુશ્કેલીનું.
ક્રાઈમ કાલ મેઘાસવ બન્યો કાળ
કેફિન ધરાવતાં કફ સિરપ ગટગટાવીને ઘણા લોકો નશો કર્યાનો સંતોષ મેળવે છે. એ સામે નિર્દોષ ગણાતી આયુર્વેદિક દવામાં કેમિકલ અથવા તો આલ્કોહોલ ભેળવીને કોઈ વેચે અને એ પીવાથી કોઈનું મોત નીપજે તો? ગુજરાતમાં હમણાં આવો એક કિસ્સો બન્યો ત્યારે ખબર પડી કે આ કારસ્તાન તો ક્યારનું ચાલી રહ્યું હતું.
કૃષ્ણની કર્મભૂમિને મળશે સિગ્નેચર બ્રિજના નામે નજરાણું...
અયોધ્યા નગરીમાં ભવ્ય રામ મંદિરના યોજાનારા પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવનો દેશભરમાં ભારે ઉત્સાહ છે. બીજી તરફ, ગુજરાતમાં ભગવાન કૃષ્ણની કર્મભૂમિ માટે પણ એક નજરાણું રાહ જોઈ રહ્યું છે. ઓખાને બેટ દ્વારકા સુધી સમુદ્રમાર્ગે જોડતા સિનૅચર બ્રિજની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.આવો જોઈએ, આ બ્રિજની શું છે ખાસિયત?
ધાર્મિક સ્થળે આવો કચરો તો ન કરો...
વાતાવરણ શુદ્ધ કરતી ધાર્મિક વિધિઓ પણ પ્રદૂષણનું કારણ બને એ કેવું? અને પવિત્ર યાત્રાધામો કેમ ઘણુંખરું ગંદકીથી ઊભરાતાં હોય છે?
મોદીઃ ત્રીજી મુદતની તૈયારી
ધારણા હતી એમ જ કોંગ્રેસે આંતરિક ખેંચતાણને કારણે રાજસ્થાન અને છત્તીસગઢમાં શિકસ્ત મેળવી છે તો ધારણાથી વિપરીત ભાજપે મધ્ય પ્રદેશમાં સત્તા જાળવી રાખી છે. લોકસભા ચૂંટણીમાં એનું પુનરાવર્તન થાય એ જરૂરી નથી, પણ... નરેન્દ્રમોદી: २०१४... २०१८ અને હવે २०२४ ?
પલક
થોડું મમ્મી જેવું તો ફીલ આપો સાહેબ ક્લાસમાં આવો ત્યારે સ્માઈલ આપો સાહેબ ઈંગ્લિશ સાયન્સ મેથ્સનો આપ્યો એવી રીતે સપનાં જોવાનો પણ ટાઈમ આપો સાહેબ. સ્માઈલ આપો, સાહેબ...
આને કહેવાય શો સ્ટૉપર
ફૅશનના ગરબડ-ગોટાળાએ બનાવી દીધા ફૅશન શોના સ્ટાર!
દાગીનાને ઘરમાં જ આપો નવી ચમક
દિવાળી ગઈ, હવે લગ્નસરાના દિવસો આવશે... તો સાજસજાવટ માટે કરવા લાગો તૈયારી.
તનુજાની તકતીઓ વાળું નોખું-અનોખું દીકરી ગામ!
સૌરાષ્ટ્રના માંડ પાંચસો-છસ્સો ખોરડાંના પાટીદડ ગામની મહિલા સશક્તિકરણની દિશામાં ની આ પહેલને ખરેખર બિરદાવવા જેવી છે.
બોગદાની પેલે પાર... આશાનું એક કિરણ!
અંધારું, ઠંડી, અનિશ્ચિતતા... શું વીતતી હશે ટનલમાં ફસાયેલા મજૂરો પર? ઉત્તરાખંડ ટનલ ટ્રેજેડીના બચાવકાર્યમાં તેજી જોવા મળી છે, ફસાયેલા ૪૧ શ્રમિકનાં સીસીટીવી ફૂટેજ જોવા મળ્યાં, એમને ઑક્સિજન, ગરમ ભોજન, મોબાઈલ ચાર્જર પહોંચાડવામાં આવ્યાં. આવા કેટલાક સારા સમાચાર વચ્ચે જાણીએ આ દુર્ઘટનાની કડીબદ્ધ કથા.
આ તાલુકામાં સ્ત્રી અનામતની જરૂર જ નથી...
કારણ કે અહીં તો બધા જ ટોચના હોદ્દે મહિલા જ મહિલા છે.
ખેતી ને ખાદીના ખંતીલા જીવ
ગુજરાતના વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અગાઉ હિમાચલ પ્રદેશમાં ગવર્નર હતા ત્યારે બે વર્ષ સતત ગામડાં ખૂંદીને ૫૦ હજાર ખેડૂતોને એમણે પ્રાકૃતિક ખેતી સાથે જોડ્યા હતા. ગુજરાત આવ્યા પછી એમણે સરકારી, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાકૃતિક ખેતી વિશે અનેક પ્રવચનો આપ્યાં. એમની પ્રેરણાથી પ્રાકૃતિક કૃષિના ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાતમાં દેશની પ્રથમ યુનિવર્સિટી બની તો એ પોતે ‘પીએચ.ડી.’ અને ‘ડી.લિટ.’ની ત્રણ ડિગ્રી ધરાવે છે.આવી અનેક સિદ્ધિ માટે જાણીતા મહામહિમ રાજ્યપાલશ્રીએ આપી છે ‘ચિત્રલેખા’ને વિશેષ મુલાકાત.
નવા વ જેના ખેતરમાં તુલસીનાં વન ત્યાં વરસે સદાકાળ ધન...
હિંદુ શાસ્ત્રોમાં તુલસીને મહારાણીનું સ્વરૂપ માનવામાં આવે છે. ભારતમાં ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ તુલસીનું આગવું મહત્ત્વ છે. મોટા ભાગનાં હિંદુ ઘરોમાં તુલસીક્યારો કે તુલસીનું કૂંડું હોય જ છે. પૂજાપાઠમાં તુલસીદલનું મહત્ત્વ અનેરું છે તો વળી તુલસી અનેક પ્રકારના રોગ માટે ઉત્તમ ઔષધિ પણ છે. આજે વાત માત્ર તુલસીના એક છોડની નહીં, પરંતુ આખેઆખાં ખેતરોની અને ખેતીની કરવાની છે.
દરેકનો એક દસકો હોય...
જ્યારે પડે ત્યારે પડે, હમણાં નથી પડતા કંઈ જિંદગીભર કોઈના સિક્કા નથી પડતા.
એક છોકરી ગમી છે...
બેકારીથી કંટાળીને કવિ શુભમ્ પોતાની જ કવિતાઓ, પોતાના જ કાવ્યસંગ્રહો અને સાહિત્યનાં બીજાં પુસ્તકોની થપ્પી ડી એના પર ચઢી પંખા પર લટકવા છતો હતો ત્યાં હોન વાગ્યો. સામા છેડે કોલેજકાળની એની ગર્લફ્રેન્ડ અમીનો રેશમી અવાજ સંભળાયો. શુભમે હાલપૂરતો આત્મહત્યાનો પ્લાન પડતો મૂકી અમી પર કૉન્સન્ટ્રેટ કર્યું..
ફેબ્રિક જ્વેલરીએ આપ્યો જીવનને નવો નિખાર!
ફેશનેબલ માનુનીથી લઈને અભિનેત્રી પહેરે છે એ કાપડમાંથી બનતા દાગીનાની કળાકૃતિ બનાવનારી આ અમદાવાદી કન્યાનો જીવનપ્રવાસ રસપ્રદ છે.
પ્લાન્ટમાંથી આર્ટ પીસ બનાવવાની કળા
દિવાળીમાં લીલીછમ ગિફ્ટ આપવા માગતાં હો તો હાર છે ટોપિયરી પ્લાન્ટ.
નવા વર્ષ-નવા મહેમાનને વધાવો, પણ સાવચેતીથી...
સુખરૂપ-સલામત તહેવારની ઉજ્જવણી માટે ઘોંઘાટ, ધુમાડા અને પ્રદૂષણથી દૂર રહો.
સમાજ સ્ત્રીને સમ્માનની નજરે ક્યારે જોશે?
વધુ એક વર્ષ પૂરું થવાને આરે છે, પણ સ્ત્રીની સ્થિતિ જેમની તેમ જ છે.
મર્મવેધ
ગામળાખાને એક જ સવાલ સતાવતો હતો કે સીધોસાદો ઉત્તમ આમ ઘરસંસાર અને રૂપ રૂપના અંબાર જેવી પરણેતરને છોડીને ક્યાં છતો રહ્યો-શું કામ તો રહ્યો? કોઈ કહેતું કે સાધુની રાવટી હારે ચાલી ગયો તો કોઈ હે કે શહેરમાં ભાગી ગયો... કોઈ વળી એમ પણ કહેતું કે ઉઘમને ખેતીવાડી કરતાં દિર ને પૂજ઼ારીમાં વધારે રસ હતો. આ આાખા પ્રણમાં હાલત ખરાબ હતી તોરલની અને એની સાસુ માનકોર ડોશીની...
નોવો સૂરજ
આ મારો વહેમ હતો કે પછી તેઃ પ્રકાશથી આંખો અંજાઈ ગઈ હતી? મોઢામાં બ્રશ નાખી હું આ કૌતુક વિશે વિચારવા લાગ્યો. આ શક્ય જ નથી છતાંઆવું બન્યું તો છે. ન ભૌગોલિક દ્રષ્ટિોએ, ન તો વૈજ્ઞાનિક રીતે... પણ રાતોરાત બન્યું તો છે... તો શું કંઈ પણ શક્ય છે આ શહેરમાં?
મામેરું
હવે તો મા વગર હિરાતા એના એક દીરાને શહેરમાં ભણાવવા મૂકી ગયેલા ભાણેજી નીલેશ માટે કોઈ વિધવા, ત્યક્તા કે પરણવાની ઉંમર ચૂડી ગયેલી એની ઉંમરની બાઈ મળી જાય તો સહરાના રણ જેવા ઘરમાં વનરાવન મહેકી ઊઠે.
ગર્લ્સ હોસ્ટેલ
બૈરાંની સાથે તમારે માત્ર જરૂર પૂરતું જ કામ. આ લોકો પેલા કારખાના વાળા આપતા એવી ગાળભેળ તો આપે નહીં. પાછી અંદર રહેતી છોરીઓ પણ હતી હોય. છોક્ટીઓ રહેતી હોય ત્યાં તમે કોઈ પુરુષને આવતો અટકાવો તો રસ્તે છતો અજાણ્યો પણ તમારું ઉપરાણું લે.
ડોફોળ
ટૂંકો છતાં મધુરો એ સાથ તમે સહેજ પણ ભૂલ્યા નથી. કોણ જાણે ક્યા સંજોગોને કારણે એ બીજે પરણીને છતી રહી ને કોઈની પત્ની બની ગઈ. વખત છતાં તમે પણ સંગીતાના ‘પતિ’ બની ગયા. પ્રેમી મટીને બીજી કોઈ સ્ત્રીના પતિ બનવું કેટલું કપરું છે ને તમારાથી વિશેષ તો કોણ જાણતું-સમતું હો... હો, મિસ્ટર મેહુલ!
ઢીલાં ડોટ-પાટલૂન, બેલબૉટમ ને ડેનિમ ફિલ્મી ફેશનના બદલાતા ડુંડા...
ધોતિયાં-કુરતા ને સૂટ-ટાઈવાળા ધીરગંભીર હીરોથી લઈને ઘેરાવવાળા ટ્રાઉઝર્સ, પહોળા અણીદાર કૉલરવાળાં શર્ટ્સ પહેરતા મોજીલા ઑક્ટર, હીરોઈનનાં ગાઉન, અનારકલી, શિફોન સાડી... કલાકારોની પેઢી-દર પેઢી દરમિયાન સિનેમાની ફેશનની ઢબછબમાં ધરખમ રિવર્તન આવ્યાં, પણ શાશ્વત રહ્યો અગમ જનતાનો એની સાથેનો તૂટ સંબંધ.
તારી પાઘડીએ મન મારું મોહ્યું...મસ્તકની શોભા ને મોભાનું પ્રતીક!
પાઘડી અને સાણે એક સમયે રાપુરુષો, નગોઠ, મહાઇનનાં શિર પર મુગટની જેમ શોભતાં, તો વિવિધ સમાજના લોકો પોતાની ઓળખ સમી આગવી પાઘડી પહેરતા.માથું ઢાંકવાના આ કળાત્મક વસ્રનો વૈભવ હવે લગ્ન જેવા અણમોલ પ્રસંગ પૂરતો સીમિત રહ્યો છે ત્યારે જાણીએ, એના ભવ્ય ભૂતકાળને.