CATEGORIES
Kategoriler
'છોલે ભટુરેની કિંમત પાકીટમાંથી નહીં, હૃદયથી ચૂકવો'
ભુજમાં સ્ટ્રીટ ફૂડરૂપે છોલે ભટુરે વેચતા યુવાને પ્લેટના ભાવ નક્કી કર્યા નથી. તે ઇચ્છે છે કે, જો ગ્રાહકોને સંતોષ થાય તો પોતાની ઇચ્છા મુજબના પૈસા આપે.
ફોસ્ફેટની અછત અને અન્ન સુરક્ષા પર ખતરો
જો આવનારા દાયકાઓમાં ફૉસ્ફટની અછતથી વૈશ્વિક અન્ન સુરક્ષા જોખમાય અને એનો કોઈ બીજો ઉકેલ ન મળે તો માણસજાતે ખાવાની ટેવ અને ભોજનના બગાડની કુટેવમાં સુધાર અવશ્ય લાવવો પડશે.
વિશ્વભરનાં ઘરોનાં રાચરચીલાંને શણગારે છે સંખેડાનું ફર્નિચર
ફર્નિચર શબ્દો સાંભળતા જ આપણી સામે ઘરને સુશોભિત કરતી અવનવી વસ્તુઓનું ચિત્ર દષ્ટિમાન થાય છે. ફર્નિચર તો આપણે ગમે ત્યાંથી ખરીદી શકીએ છીએ, પરંતુ ગુજરાતનું એક ગામ એવું છે, જ્યાં માત્ર ને માત્ર ફર્નિચર જ બનાવવામાં આવે છે અને આ ફર્નિચર માત્ર રાજ્ય કે દેશ પૂરતું જ સીમિત નથી, તેનું વેચાણ વિશ્વફલક પર થાય છે. વાત છે સંખેડાના ફર્નિચરની.
યુવતીનાં લગ્નની લઘુતમ ઉંમર કેટલી હોવી જોઈએ?
લગ્નની લઘુતમ ઉંમરમાં ફેરફાર કરવાનું મુખ્ય કારણ યુવતીની શારીરિક સજ્જતા નહીં, પણ માનસિક પરિપક્વતા છે
યુવતીઓની લગ્ન-વય મર્યાદામાં વધારો એક આવકાર્ય નિર્ણય
યુવતીઓની લગ્ન માટેની વયમર્યાદા વધારવા માત્રથી સમસ્યાનો અંત આવવાનો નથી. તેને શિક્ષણ, રોજગારના અવસર અને સુરક્ષા પ્રદાન કરવાથી જ પરિવર્તન શક્ય બનશે.
મેન્સ્ટ્રલ કપ : : સેનિટરી પેડથી આગળનું પગલું
મહિલાઓના એવા અનેક પ્રશ્નો હોય છે જેની ચર્ચા જાહેરમાં કરવામાં નથી આવતી. ખાસ કરીને માસિક ધર્મને લઈને કોઈ પણ મુદ્દા વિશે વાત કરવાની હોય ત્યારે મોટા ભાગના લોકો “શરમ' જેવા શબ્દનો ઉપયોગ કરે છે, પણ સમયની સાથે હવે બદલાવ આવ્યા છે અને આ સંદર્ભે ખૂલીને વાત કરવામાં આવે છે. પહેલાં સૅનિટરી પેડ અને હવે મેન્ટ્રલ કપ વિશે યુવતીઓને જાગૃત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે.
પરિવર્તનશીલ વિશ્વ માટે ભારતનો માર્ગ અને વ્યૂહરચના...
વિદેશ પ્રધાન એસ. જયશંકરનું લેખન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અને વિદેશ નીતિ સમજવા ઇચ્છતા, રાષ્ટ્ર સમર્પિત દૃષ્ટિ જાણવા ઇચ્છતા લોકો માટે માર્ગદર્શિકા છે!
ચાંલ્લો લેવો કે નહીં..?
ચાંલ્લો એ એક પ્રકારનો આપણા સમાજ દ્વારા ઊભી કરાયેલી ઇસ્યોરન્સ સિસ્ટમનો એક ભાગ છે. ચાલો એ પ્રિમિયમ છે અને પ્રસંગે પાછો આવતો ચાંલ્લો એ મેચ્યોર થયેલી પોલિસી છે
ગુજરાત કોંગ્રેસના ઇતિહાસનું સુરેખ આલેખન
આ પુસ્તક દ્વારા લેખકે ગુજરાતના રાજકીય ઇતિહાસની ક્ષતિની આંશિક પૂર્તિ કરી છે, તેની નોંધ લેવી જોઈએ.
કરછી ભાષાને સાહિત્ય પરિષદનો મંચ મળશે?
ભુજમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું ૨૨મું જ્ઞાનસત્ર તા. ૨૪મી ડિસે.થી મળી રહ્યું છે, ત્યારે કચ્છી ભાષામાં સર્જન કરતાં સર્જકો ઇચ્છે છે કે પરિષદના મંચ પરથી કચ્છી ભાષા, તેની વિશેષતા વિશે પણ પેપર વંચાય. કચ્છી ભાષાને બંધારણીય માન્યતા મળી શકે તે માટે આ મંચ પરથી ઠરાવ પણ પસાર કરાય,
હરનાઝ સંધુ બની મિસ યુનિવર્સ ૨૧ વર્ષ પછી ભારતનો જાદુ છવાયો!
હરનાઝ કૌર સંધુએ વર્ષ ૨૦૨૧નો મિસ યુનિવર્સનો તાજ પોતાના નામે કર્યો. ૭૫ દેશોની સુંદરીઓને હરાવીને હરનાઝ સંધુએ આ ટાઇટલ જીત્યું છે. હરનાઝને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, તેના હરનાઝે જે ઉત્તરો આપ્યા, તે કાબિલએ-તારીફ હતા. કદાચ એટલે જ હરનાઝને બ્યુટી વિથ બ્રેઇન જેવા શબ્દોથી નવાજવામાં આવી છે
લગ્નપ્રસંગ : આ વર્ષે નવો ટ્રેન્ડ, સાથે જ પરંપરાગત વારસો પણ યથાવત્
લગ્ન એ સામાજિક બંધન છે, માત્ર બે વ્યક્તિને જ નહીં, પરંતુ બે પરિવારને પણ જોડે છે. વર-વધૂની સાથે એવા અનેક સંબંધ હોય છે, જે જીવન પર્યન્ત જોડાઈ જતા હોય છે. માટે જ લગ્ન-સંસ્કાર અને કન્યાદાનને શાસ્ત્રોમાં મહત્ત્વનું કાર્ય માનવામાં આવે છે. કહેવાય છે કે બદલાતા સમય સાથે દરેક વસ્તુ બદલાતી રહે છે. એવી જ રીતે નવા યુગની સાથે લગ્ન સાથે જોડાયેલી તમામ વસ્તુઓમાં બદલાવા આવ્યો છે અને ક્યાંક પરંપરા આજે પણ અવિરત રહી છે.
માનવજાતનો ઇતિહાસ નવેસરથી લખાશે?
નરાધમ લૂંટારાઓને રાજા જાહેર કર્યા એ પશ્ચિમી ઇતિહાસકારો ખોટા પોતાના જેવા ખરાબ સોના બાપદાદા ધારીને વળાવ્યા ગરબડ ગોટા
ગ્રેટ મેરેજ નહીં, ગ્રીન મેરેજ!
માનવી સર્જિત સમસ્યા માનવીઓના પ્રયત્નોથી જ સમાધાન પામશે. માનવ સમાજમાં પરિવર્તનનો આરંભ સામાજિક સમારંભોથી જ થાય છે. એક સમયે દેશમાં અનાજની તંગી હતી. લગ્ન સાદાઈથી યોજવાની અપીલ થઈ, લોકોએ તેનો અમલ કર્યો, અતિથિ નિયંત્રણ વિધિનું પાલન થયું. પ્રસંગો ઊજવાયા અને મર્યાદાનું પાલન પણ થયું. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સમૂહ લગ્નોની પ્રથા આરંભ થઈ જે હજી ચાલે છે.
કાશી વિશ્વનાથ કોરીડોરનું બીજ ૨૦૧૪માં રોપાયું હતું
વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર કોરીડોરના લોકાર્પણ બાદ આ વિરાટ અને ભવ્ય પ્રોજેક્ટ વિશેની ચર્ચા ચાલતી રહેશે.
કચ્છ પ્રિવેડિંગ શૂટિંગ માટે હોટફેવરિટ
લગ્નના પ્રસંગની યાદગીરી લોકો જીવનભર સાચવી રાખતા હોય છે. હવે તો લગ્ન પહેલાની ફોટોગ્રાફી ઇનટ્રેન્ડ છે. પ્રિવેડિંગ ફોટોગ્રાફી માટે કચ્છના સૌંદર્યધામો યુવાપેઢીમાં હોટફેવરિટ બન્યા છે. અનેક પુરૂષ તસવીરકારોના ખભેખભા મિલાવીને ભુજની યુવતી પણ આ ક્ષેત્રમાં આગળ વધી રહી છે.
એકવાર વિદાય દે માં...ફાંસીથી ન ડર્યા ખુદીરામ!
જેમની યુવાની હજી ખીલવાની હતી, રમત રમવાની હતી, તેમણે ખેલ ખેલ્યો હાથમાં તિરંગો લઇ, સ્વદેશી આંદોલન કરી, સત્યાગ્રહ કરી કે જુલ્મ કરતાં બડા લોટને બોમ્બથી ઉડાડવા ખુદીરામે ખેલ્યો હતો તેવો ખેલ ખેલવા આઝાદી માટે!
ભારતીય સિનેમાને સમૃદ્ધ બનાવવાનું કામ કરી રહી છે પ્રાદેશિક ફિલ્મો
ગોવામાં આયોજિત પરમા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં પેનોરમા વિભાગમાં ૨૪ જેટલી ફિલ્મો પસંદ કરવામાં આવી હતી. આ બધી ફિલ્મો ભારતની જુદી-જુદી પ્રાદેશિક ભાષાની ફિલ્મો હતી. એવી ફિલ્મો જે ભારતીય સિનેમાને યથાર્થ સ્વરૂપ આપવામાં મહત્ત્વનો ભાગ ભજવી રહી છે અને સિનેમાને મજબૂત બનાવવાનું માધ્યમ પણ બની રહી છે.
ફિલ્મની સફળતામાં પટકથાનું પ્રદાન મહત્ત્વનું
સુજીત સરકારે કહ્યું કે, તેમણે પોતાના બીમાર માતા સાથે આઇસીયુમાં ત્રણ મહિના વિતાવ્યા હતા. એ વ્યક્તિગત અનુભવોનું પ્રતિબિંબ તેમની ફિલ્મ “ઑક્ટોબર’ના હૉસ્પિટલના દશ્યોમાં જોવા મળે છે.
રિલાયન્સ અને બ્રિટિશ ટેલિકોમ્યુનિકેશન્સ: સંગમ હોગા કી નહીં?
થોડા દિવસો અગાઉ અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો કે મુકેશ અંબાણી બીટી પર કાબૂ મેળવી શકાય એટલા બીટીના શેર ખરીદવાની વેતરણમાં છે. કાબૂ મેળવી શકાય એટલો હિસ્સો નહીં ખરીદે બીજા વિકલ્પ તરીકે તો બીટી ઓપનરીચ” નામના બીટીના પંદર અબજ પાઉન્ડના નવા સાહસમાં ભાગીદારી મેળવશે.
ઈફિફ માં ગુજરાતી ટિફિનની સોડમ
સાઉન્ડ ડિઝાઇનર યશ દરજીના કહેવાથી અમે આ ફિલ્મ માટે સિક સાઉન્ડ કરવાનો પ્લાન કર્યો.
'૭૧ની લડાઈમાં રનવે રિપેર કરનારા અનેક કચ્છીઓ ભુલાયા
'ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા' ફિલ્મ કચ્છના માધાપરની મહિલાઓની વીરગાથા પર ફિલ્માવાઈ છે. આ વીરાંગનાઓ તો પ્રશસ્તિને લાયક છે જ, પરંતુ તેમની સાથે-સાથે અન્ય ગામોના લોકોએ પણ ૧૯૭૧ની લડાઈમાં ભુજનું ઍરપોર્ટ ફરી કાર્યરત કરવામાં ભાગ ભજવ્યો હતો. તેઓ આજે લોકસ્મૃતિમાંથી સદંતર ભૂંસાઈ ગયા છે.
પુતિન ફ્રોમ રશિયા વિથ લવરૂફ : પરંતુ યુક્રેનામાં વિશ્વ યુદ્ધના પડઘમ
રશિયા દ્વારા વિકસિત એસ-૪૦૦ નામક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ભારતને ખાસ જરૂર છે. એસ-૪૦૦ હવે થોડી જૂની થઈ. તેનાથી પણ અત્યાધુનિક એસ-૫૦૦ સિસ્ટમ રશિયાએ વિકસાવી છે. એસ-૪૦૦ સંદર્ભમાં અમેરિકાનો રોષ વ્હોરીને ભારતે તે ખરીદવાનો કરાર કર્યો છે, પરંતુ ભારતની ઇચ્છા હતી કે એસ-૫૦૦ સિસ્ટમ રશિયા પૂરી પાડે, પણ...
કૈલાસી અવિનાશી કાશીના વાસી, દેવોના દેવ મહાદેવ!
હવે બહારથી પર્યટકો આવશે, તેઓ આ યાત્રા ધામ જોઈ દંગ રહી જશે. યાત્રાળુઓ, શિવ ભક્તો અભિમાન સાથે ગંગામાં ડૂબકી મારી હર હર ગંગે કરતાં-કરતાં, હર હર મહાદેવ પોકારતા શિવ દર્શન કરી ધન્યતા અનુભવશે..!
રાષ્ટ્રીય રાજકારણમાં મમતાનું દિવાસ્વપ્ન
મમતાની મહત્ત્વાકાંક્ષા સાથે પ્રાદેશિક પક્ષો કેટલું સંયોજન સાધી શકે છે એ જોવાનું રહેશે.
વૃદ્ધિની મર્યાદા : આધુનિક સભ્યતા થર્ડ એક્ટમાં?
મનુષ્યોને સતત નવાં કપડાંની જરૂર નથી, એમને જરૂર છે અન્ય લોકો તરફથી એ વાતની સ્વીકૃતિ મેળવવાની કે તેઓ આકર્ષક છે.
હે ભગવાન, આ તે કેવો રોગ!
કોઈ અંધશ્રદ્ધા કે ખોટી માન્યતાઓમાં ભટકવાથી રિસાયેલું સ્મિત ફરી મળતું નથી. વિજ્ઞાન અને વિશ્વાસથી આજના યુગમાં બધું બદલી શકાય છે.
સારું થયું તમે યાદ કરાવ્યું કે મને ડિમેન્શિયાની બીમારી છે...
યાદશક્તિ એ મગજનું એક મહત્ત્વનું કોગ્નિટિવ ફંક્શન છે અને સ્વાભાવિકપણે તેનું માપ કાઢવાથી ડિમેન્શિયા અને તેની અસરનું પ્રમાણ જાણી શકાય. મગજની શક્તિ અને કાર્યમાં નાની સરખી ઓટ જોવા મળે તો તે પરથી નિદાન થઈ શકે કે વ્યક્તિ ભવિષ્યમાં સ્મૃતિભ્રંશનો ભોગ બની શકે છે. યાદશક્તિનો નાશ થવો તે પણ એક પીડા છે.
વિક્ટોરિયા મેમોરિયલની આરસી પર નેતાજી અને સ્વાધીનતાનો ઈતિહાસ
૨૦૦ વરસ પહેલાં વિક્ટોરિયા મેમોરિયલનાં દ્વાર ખૂલ્યાં હતાં, જેના જન્મદિનને પરાક્રમ દિવસ તરીકે ઊજવવામાં આવે છે, તેની સવાસોમી જન્મજયંતી ઊજવાઈ રહી છે.
દુનિયા ધર્મની પડખે, સિંગાપોરના વિરોધમાં ખડી રહી ગઈ
વરસ ૨૦૦૯થી નાગેન્દ્રન ૪૩ ગ્રામ હેરોઇન સાથે સિંગાપોરમાં પ્રવેશવાના આરોપસર સિંગાપોરની જેલમાં દેહાંતદંડની સજાની રાહ જોઈ રહ્યો છે. ૨૦૦૯માં જ એને ફાંસીની સજાનો હુકમ થયો હતો, પરંતુ એક યા બીજા કારણસર દસ વરસ કરતાં વધુ સમયથી એની ફાંસી ટળતી આવી છે. સિંગાપોરની ન્યાય વ્યવસ્થા પોતે લીધેલા નિર્ણયને જીદ્દીપણા સાથે વળગી રહેવા માટે કુખ્યાત છે.