CATEGORIES
Kategoriler
યહાં કૌન હૈ તેરા... મુસાફિર!
કેજરીવાલ સરકારે બજેટમાં શિક્ષણ પાછળ થતા ખર્ચમાં સારો એવો વધારો કર્યો. એ પગલું ચૂંટણીમાં પણ ફળ્યું એથી બધી સરકારોએ એક પાઠ લેવા જેવો છે કે શિક્ષણમાં થતું મૂડીરોકાણ એ તો માનવમાં થતું મૂડીરોકાણ છે
મંગળ મિશન વાયા કચ્છ?!
કચ્છઃ હજુ થોડા સમય પહેલાં જ ઈસરો દ્વારા કચ્છના રણમાં હવામાનની માહિતી આપતા ઉપગ્રહ સાથે ડેટાને પ્રમાણિત કરવા કાર્યવાહી કરવામાં આવી હતી. હવે નાસા અને ઈસરોના મંગળ મિશન પહેલાં રોવર લૅન્ડિગ માટે કચ્છનાં માતાના મઢમાં અભ્યાસ કરવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.
ફરી દેખાયાં જળાશયનાં તળિયાં
આજી હોય કે ન્યારી ડેમ.. પાણીનો જથ્થો ઝડપથી ઘટી રહ્યો છે.
જમ્મુ-કશ્મીરઃ શાંતિ નજીકમાં છે?
ફારૂક અબદુલ્લા સાત મહિનાનો કારાવાસ તો પૂરો થયો. હવે શું?
ચિયર્સ... પીવામાં પણ અમદાવાદ બહોત આગે!
અમદાવાદઃ ગાંધીબાપુના દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂની નવાઈ નથી. દારૂ વિશેની વાતો કરવી પણ હવે જૂની ફેશન ગણાય એ છતાં વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં હમણાં એવા મજાના સમાચાર મળ્યા છે કે દારૂબંધીના બોરિંગ ટોપિક પર પણ મનોરંજન મળી શકે.
ચાલો, બાપુને યાદ કરીને જોડાઈએ ડિજિટલ દાંડીકૂચમાં…
૧૨ માર્ચથી ૬ એપ્રિલ, ૧૯૩૦.. દેશમાં બ્રિટિશ શાસનની જોહુકમીનો સવિનય વિરોધ કરવા માટે બાપુએ દાંડીકૂચનો નવતર પ્રયોગ કર્યો હતો. સ્વાતંત્ર્ય સંગ્રામની આ ઘણી મોટી ઘટના ગણાય, જેને પગલે ભારતીયોમાં આઝાદીની પ્રાપ્તિ માટેનું નવું જોશ ઉમેરાયું.
ઘર ફૂટે ઘર જાય...
મધ્ય પ્રદેશ કોંગ્રેસમાં જામેલી યાદવાસ્થળીનો લાભ લઈ ભાજપે એના એક મોટા નેતા જયોતિરાદિત્ય સિંધિયાની વિકેટ ખેરવી છે અને હવે એનો લાભ લઈ વહેલા મોડા રાજયમાં કમલ નાથની સરકારનો પણ ભોગ લેશે એ નિશ્ચિત મનાઈ રહ્યું છે.
ખરેખર મહિલા જાગૃત ગ્રુપ
મોરબીઃ શહેરમાં આજથી ત્રણેક વર્ષ પહેલાં ધુળેટીના દિવસે આવારા તત્ત્વોનો ત્રાસ દૂર કરવા માટે એક મહિલા જાગૃત ગ્રુપની શરૂઆત થઈ હતી, જે ૧૦૦ મહિલાથી શરૂ થઈને આજે ૪૫૦ જેટલી મહિલાનું ગ્રુપ બની ગયું છે અને મોરબીની શાનમાં વધારો કરી રહ્યું છે.
કોરોના તેરે કારન... શેર-સોના-ચાંદી-ઝૂડ-કરન્સીની કથા ફેરવાઈ ગઈ વ્યથામાં!
‘કોરોના’ વાઈરસે છેલ્લા બે મહિનામાં વૈશ્વિક અર્થતંત્રને ભરડામાં લઈ દરેક દેશની બજારને ભયંકર ભરડામાં લીધી પરિણામે જબ્બર મૂડીધોવાણ થયું છે. આ વખતે શેર ઉપરાંત સોના-ચાંદીની પણ બૅન્ડ વાગી ગઈ છે...
અહીં પણ હવે આપની એન્ટ્રી...
રાજકોટઃ દિલ્હીમાં પ્રચંડ બહુમતીથી વિજેતા થયેલી આમ આદમી પાર્ટી રાજકોટમાં પોતાનું સંગઠન વિસ્તારી રહી છે એવી સતત ચાલતી વાતો હવે સત્તાવાર રીતે બહાર આવી ગઈ છે. ૨૨ માર્ચ, રવિવારે રાજકોટમાં આમ આદમી પાર્ટીનું સંમેલન મળી રહ્યું છે, જેમાં અહીંના કેટલાક અગ્રણીઓને આ પક્ષની કમાન સોંપવામાં આવશે.
હૈ, ઝીનત અમાન હવે કસ્તૂરબા...?!
રિયલ-લાઈફ પાત્ર તરીકે કામ કરવાનો આ મારો પ્રથમ અનુભવ હતો ને સાચું કહું? હું કસ્તૂરબા વિશે ઝાઝું જાણતી નહોતી!
સરકારી ગધ્ધાની સુપર હિટ ફિલ્મ
પાકિસ્તાનની કંગાળ હાલત તથા એના વઝીર-એ-આલમ ઈમરાન ખાનની ખિલ્લી ઉડાડતી કાર્ટૂન ફિલ્મ: ‘ધ હોન્ડી કિંગ...”
વયોવૃદ્ધ નહીં, પણ વૃદ્ધયુવા શિક્ષક..!
મોરબીઃઘણી જગ્યાએ સરકાર કે કોઈ સંસ્થાઓ દ્વારા શિક્ષણવૅન ચાલતી આપણે જોઈ હશે, જે વૅનમાં તમામ સાધન-સામગ્રી હોય છે અને શિક્ષણ આપવા માટે એ વિવિધ જગ્યાએ ફરે, પરંતુ આવું જ કાર્ય કોઈ વ્યક્તિને એકલા હાથે કરતી જોઈને અચરજ તો થાય જ! હા, આવું જ કાર્ય એક હળવદના નિવૃત્ત શિક્ષક રામજીભાઈ જાકાસણિયા કરે છે, જે સવારે ટિફિન સાથે થેલામાં તમામ સાધન-સામગ્રી લઈને કોઈ પણ શાળામાં પહોંચી જાય છે.
લોકરક્ષકની અનેરી સિદ્ધિ
મોરબી:તાજેતરમાં ગુજરાત પોલીસ અકાદમી દ્વારા ગાંધીનગર ખાતે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એપ્લેટિક્સ મીટ-૨૦૨૦ કપ યોજાઈ ગયો.
લો, હવે ફાઈવ સ્ટાર ભાગવત કથા..
દ્વારકાઃડેસ્ટિનેશન મૅરેજ શબ્દ તો હવે જાણીતો છે. ધનાઢય પરિવારો પરદેશમાં કે પછી મધદરિયે ક્રૂઝમાં લગ્ન કરે, પણ ડેસ્ટિનેશન ભાગવત કથાની પરંપરા દ્વારકામાં શરૂ થઈ છે. કૃષ્ણ ભગવાનની રાજધાની તરીકે પ્રસિદ્ધ દ્વારકામાં યાત્રાળુનો પ્રવાહ તો સતત વહેતો હોય છે, પરંતુ છેલ્લા કેટલાક વખતથી અહીં હાઈ-ફાઈ ભાગવત સપ્તાહ (કથા) યોજવાનો મહિમા શરૂ થયો છે.
રાજ્યસભા ચૂંટણી: ભાજપ પેલા દાવનું ઍક્શન રિ-પ્લે કરશે?
૨૬ માર્ચે દેશનાં ૧૬ રાજયની રાજયસભાની પંચાવન બેઠક માટે ચૂંટણી યોજાશે, જેમાં ગુજરાતની ચાર બેઠકનો સમાવેશ થાય છે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સંસદસભ્ય વચ્ચે આ વખતે પણ રાજકીય જંગ જામી શકે છે.
મારી મોટર ચાલે સરરર... સરરર...!
કોઈ પણ મશીનનો જાન ગણાતી મોટર બનાવવામાં આજે ‘હિંદુસ્તાન મોટર મૅન્યુફેક્યરિંગ કંપની” દેશમાં ટોચના સ્થાને છે. એના પ્રણેતા કિશોર દેસાઈ આજે ૭૫ વર્ષની ઉંમરેય કડેધડે છે. ‘વ્યવહારચોખા માણસ' તરીકેની છાપ ધરાવતા કિશોરભાઈએ કંપનીનો કારોબાર મજબૂત બનાવ્યો છે તો સાથે વતનનું ઋણ ચૂકવવા ત્યાં માનવસેવાનાં અનેક કામ પણ હાથ ધર્યા છે.
બીજાના જીવનમાં પાથર્યો પ્રકાશ...
રાજકોટઃ: લગ્નમાં લોકો અવનવું કરીને એને યાદગાર બનાવી રહ્યા છે ત્યારે રાજકોટમાં એક સગાઈપ્રસંગ સેવાકાર્યથી ઘણો ચર્ચામાં આવ્યો છે.
પાઠચપુસ્તકની બહારથી ઊપસતી પ્રતિભા..
કાળ ના ભૂંસી શકે જેનાં ભજનચાર ચોપડીઓ મીરાં ક્યારે ભણી?- નટરાજ બ્રહ્મભટ્ટ
નીતિનભાઈનું નિવેદન... કોંગ્રેસને પડી ગઈ મોજ!
ગુજરાતના રાજકારણમાં પક્ષની આંતરિક ખેંચતાણની વાત આવે ત્યારે મોટા ભાગે કોંગ્રેસની જ ચર્ચા વધારે થતી હોય છે અને ભાજપની છાપ શિસ્તબદ્ધ પક્ષ તરીકેની હોવાથી ભાજપમાં સંગઠનમાં પ્રવર્તતી આંતરિક ખેંચતાણની ચર્ચા બહુ થતી નથી.
કૌભાંડો લોકોનો વિશ્વાસ ઓહિયાં કરી રહ્યાં છે...
હજી કેટલી બૅન્કનાં ભોપાળાં બહાર આવશે?
કોરોના તારે કારણે...
ચીનમાં અચાનક દેખા દેનારા આ ચેપી રોગચાળાએ કંઈકેટલાં આયોજન ખોરવી દીધાં છે-ખોરવાઈ રહ્યાં છે ને હજુ ખોરવાશે પણ ખરાં... આ વર્ષે યોજાનારા ટોકિયો ઑલિમ્પિક્સથી લઈને કાન્સ ફેસ્ટિવલ જેવા પ્રતિષ્ઠિત ઈવેન્ટ્સનું કેવું છે ભાવિ?
કૃષ્ણ અવતરે કે નહીં, કલમોએ યુગે યુગે અવતાર લેવો પડશે... – મોરારિબાપુ
રાજકોટમાં કુંદન વ્યાસ, ગુણવંત શાહ, હીરેન મહેતા અને વિકાસ ઉપાધ્યાયને ‘નચિકેત એવોર્ડ' અર્પણ સમારંભ
કાયદાને મજાક ન બનવા દો...
જયાં જયાં કેસ ચાલ્યા એ તમામ અદાલતે આપેલી એમની ફાંસીની સજા રદ કરવાનો રાષ્ટ્રપતિએ સુદ્ધાં ઈનકાર કરી દીધો હોવા છતાં દિલ્હીના નિર્ભયા બળાત્કાર કેસના અપરાધીઓ ચુકાદાના અમલમાં રોડાં નાખી રહ્યા છે. સવાલ એ છે કે ન્યાયતંત્ર શા માટે એમનાં ઊંબાડિયાં રોકતું નથી?
હમારી માંગે પુરી રો...
દુનિયાભરની વર્કિંગ વીમેનની સમસ્યા એ છે કે પુરુષો જેટલી જ ક્ષમતા હોવા છતાં એમને પુરુષો કરતાં ઓછો પગાર મળે છે ને એનો જો વિરોધ કરવા જાય તો નોકરી જોખમમાં આવી પડે..
હમ રાજવી ભી કુછ કમ નહી!
રાજવી પરિવારમાંથી અચાનક છૂટા થઈને પોતાની આગવી રીતે જિંદગી જીવવા ઈચ્છતા બ્રિટિશ રાજકુમાર હેરી અને પત્ની મેગનનો નિર્ણય જગતભરને હચમચાવી ગયો .
સલાહના નામે રોકાણકારોને ફસાવવાનું બંધ કરો…
જે રોકાણની સલાહ આપે એ જ રોકાણ કરાવે એ વાત અજુગતી લાગે છે એટલે આવા સલાહકાર અને રોકાણસાધનો વેચનારાને જુદા પાડવાનાં ધોરણ જાહેર કરીને નિયમન સંસ્થા 'સેબી'એ લાંબા સમયથી જેની જરૂર હતી એ પડ છે. આ પગલા સામે ઘણા નારાજ છે, છતાં એ રોકાણકારોનાં હિતમાં પણ છે.
સટ્ટાફ... હિંદી સિનેમાની બહુ ગાજેલી થપ્પડ!
તાપસી પન્નુંને ચમકાવતી ડિરેક્ટર અનુભવ સિંહાની ગયા શુક્રવારે રિલીઝ થયેલી થપ્પડ આજકાલ ચર્ચામાં છે.
વિનમ્રતાનું મૂલ્ય શીખવતી પ્રાધ્યાપક
મૅનેજમેન્ટ નિષ્ણાત એવી આ મહિલાનું સંશોધન કહે છે કે બૉસ ઉદ્ધત હોય તો કર્મચારીઓનું પરફોર્મન્સ કથળે છે અને બૉસ શાલીનતાથી વર્તે તો સુધરે છે.
વંદના પાઠક : સરળ સ્ત્રી સચોટ કલાકાર
આવી છે ઓળખ ગુજરાતી અને હિંદી ટીવીસિરિયલો, ફિલ્મો તથા ગુજરાતી નાટકોમાં કામ કરી ચૂકેલાં. આ એક અચ્છા અદાકારની..