મુંબઈની શ્રદ્ધા વાલકરની એના પ્રેમી આફતાબ પૂનાવાલાએ કરેલી ઘાતકી હત્યા હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. શેતાની દિમાગ ધરાવતા આફતાબે આચરેલા અધમ કૃત્યનું સત્ય જાણવા પોલીસે એની દિલ્હીની ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી (એફએસએલ)માં પોલિગ્રાફ ટેસ્ટ કરાવી, જેના પરિણામ પરથી પોલીસને તપાસની નવી દિશા, પુરાવા મળશે એવી આશા છે.
હત્યા, બળાત્કાર, બૉમ્બધડાકા, વગેરે જેવા ગંભીર ગુનાના આરોપી, શકમંદ કે સાક્ષી સાચી માહિતી ન આપે તો એની પોલિગ્રાફ ટેસ્ટ કરવામાં આવે છે. ક્યારેક એવું પણ બને કે ફરિયાદી જ ગુના કે આરોપી વિશે પોલીસને સાચી માહિતી ન આપે અથવા પોલીસને ગેરમાર્ગે દોરે. આવા સંજોગમાં આરોપીની પોલિગ્રાફ (લાઈ-ડિટેક્શન) કે નાર્કો ઍનાલિસિસ (ટ્રુથ સિરમ) ટેસ્ટ કરાવવામાં આવે છે. અલબત્ત, આ માટે કોર્ટની પરવાનગી જરૂરી છે. આ ઉપરાંત, બન્ને ટેસ્ટ પહેલાં આરોપી વ્યક્તિની લેખિત સંમતિ પણ જરૂરી છે. ટેસ્ટનું વિડિયો રેકૉર્ડિંગ પણ કરવામાં આવે છે.
શું છે આ ટેસ્ટ?
જવાબ આપતાં અમદાવાદના ઍડ્વોકેટ ડૉ. રાજેન્દ્ર શુક્લ ચિત્રલેખાને કહે છે: ‘પોલીસ અધિકારી આરોપી અથવા શકમંદ કે સાક્ષી, વગેરેના જાગ્રત મનને અર્ધબેભાનાવસ્થામાં પાડીને વૈજ્ઞાનિક ઢબે અને ચિકિત્સાપદ્ધતિથી નિષ્ણાતો દ્વારા ટેસ્ટ કરાવે છે. મોટા ભાગની ટેસ્ટમાં જાગ્રત મનની જાણ બહાર આરોપી સાચી વિગત, દસ્તાવેજો, પુરાવા, વગેરેની જાણકારી આપે છે.’
આજથી ચારેક દાયકા પહેલાં અમદાવાદની ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી (એફએસએલ)માં પોલિગ્રાફ અને બીજી ટેસ્ટ થતી. એ પછી ગાંધીનગરમાં એફએસએલનું અદ્યતન મુખ્યાલય બન્યું. અત્યારે એના ફોરેન્સિક સાઈકોલૉજી વિભાગમાં પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ થાય છે. થોડા સમયથી સુરતની એફએસએલમાં પણ પોલિગ્રાફ ટેસ્ટ થાય છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin December 12, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin December 12, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.