ભારતીય સેનામાં અર્જુનની બાજનજર..
Chitralekha Gujarati|January 02, 2023
થોડા દિવસ અગાઉ અમેરિકી સેના સાથેના સંયુક્ત યુદ્ધ અભ્યાસમાં ભારતીય સેનાએ એક વિશિષ્ટ સૈનિકની ઓળખ કરાવી. સરહદ પારથી આવતાં ટચૂકડાં ડ્રોનના આતંકને ખાળવા ભારતીય સેનાએ શ્વાન અને બાજની જુગલબંદીથી તૈયાર કરેલા ‘ઍન્ટિ-ડ્રોન પ્લાન’ની ઝાંખી આ યુદ્ધ અભ્યાસમાં આપી. આવો, જાણીએ કેવો છે આ પ્લાન?
નિતુલ ગજ્જર
ભારતીય સેનામાં અર્જુનની બાજનજર..

માથે જીપીએસ સંચાલિત ઉપકરણ અને કૅમેરા સાથે સજ્જ છે ‘અર્જુન’.

થોડા દિવસ અગાઉ ભારતીય સેનાએ અમેરિકા સાથેના યુદ્ધ અભ્યાસની એક વિડિયો ક્લિપ સોશિયલ મિડિયામાં વહેતી કરી, એમાં કંઈક આવું દશ્ય હતું..

આકાશમાં કૅમેરાથી સજ્જ એક ડ્રોન ઊડી રહ્યું છે. નજીકમાં ઊભેલા એક સૈનિકના હાથ પર બાજ પક્ષી અને પાસે એક પાલતુ થાન છે. આસપાસ ડ્રોન હોવાનો અંદાજ આવી જતાં શ્વાન ભોંકવા લાગે છે. થાન તરફથી સિગ્નલ મળતાં જ બાજ ઝડપથી ઉડાન ભરી ડ્રોન પર હુમલો કરી એને તોડી પાડે છે.

પાછલા કેટલાક દિવસોથી સોશિયલ મિડિયામાં વાઈરલ થયેલો આ વિડિયો ભારતીય અને અમેરિકી સૈનિકોના સંયુક્ત યુદ્ધ અભ્યાસ દરમિયાન શૂટ કરાયેલો છે. ભારત અને અમેરિકા વચ્ચે દર વર્ષે આ પ્રકારની જોઈન્ટ મિલિટરી એક્સરસાઈઝ એટલે સંયુક્ત યુદ્ધ અભ્યાસ યોજાય છે. ૨૦૨૧માં એવી ૧૭મી એક્સરસાઈઝ અમેરિકાના અલાસ્કામાં યોજાઈ હતી. આ વર્ષે નવેમ્બરમાં ઉત્તરાખંડના ઓલીમાં એ વાર્ષિક કવાયત ગોઠવી ભારતીય લશ્કર અમેરિકી સૈનિકોનું યજમાન બન્યું.

‘ઈશારો’ મળતાં જ બાજ ઊડે, એની ધારદાર નજર તથા કૅમેરાની મદદથી ડ્રોનને શોધી લે.. અને ચીલઝડપે એના પર ત્રાટકી અને તોડી પાડે. બાજ ત્રણ કિલોમીટર દૂરથી એનો 'શિકાર' શોધી શકે છે.

અત્યંત ઠંડા વાતાવરણ અને પર્વતીય વિસ્તારોમાં ઊંચાઈ પર યુદ્ધની તાલીમને આ વખતના યુદ્ધ અભ્યાસ સાથે જોડવામાં આવી હતી. ચીન સાથે ભારતની સરહદો આવા વિસ્તારમાં વધુ છે. આ વખતના ભારત-અમેરિકા યુદ્ધ અભ્યાસનું ક્ષેત્ર ચીનની સરહદથી નજીક હતું ઉપરાંત વિવાદિત લાઈન ઑફ ઍક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી)થી માત્ર ૧૦૦ કિલોમીટર દૂર હતું. સ્વાભાવિક છે કે આ બધાને કારણે ચીનના પેટમાં તેલ રેડાયું અને ચીને વાંધો લઈ ભારત પર પરસ્પર સમજૂતીથી થયેલા કરાર તોડવાનો આરોપ પણ મૂક્યો.

આ યુદ્ધ અભ્યાસ ચર્ચામાં રહ્યો એનું બીજું મહત્ત્વનું હતું કારણ સેનાનું પાળેલું બાજ પક્ષી. અર્જુન નામના આ બાજને ભારતીય લશ્કરે આકાશમાં ઊડતાં ડ્રોનને તોડી પાડવા માટે તાલીમબદ્ધ કર્યું છે. આ રીતે બાજ પક્ષીનો ઍન્ટિ-ડ્રોન સિસ્ટમમાં ઉપયોગ કરવાનો સફળ પ્રયોગ પહેલવહેલો ભારતે કર્યો છે.

Bu hikaye Chitralekha Gujarati dergisinin January 02, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Chitralekha Gujarati dergisinin January 02, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

CHITRALEKHA GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
Chitralekha Gujarati

આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!

મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.

time-read
5 dak  |
December 02, 2024
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
Chitralekha Gujarati

વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક

ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.

time-read
4 dak  |
December 02, 2024
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
Chitralekha Gujarati

હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!

એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.

time-read
4 dak  |
December 02, 2024
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
Chitralekha Gujarati

દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!

બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.

time-read
5 dak  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.

time-read
4 dak  |
December 02, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
Chitralekha Gujarati

મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!

આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.

time-read
1 min  |
December 02, 2024
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
Chitralekha Gujarati

પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...

પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.

time-read
2 dak  |
December 02, 2024
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 dak  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 dak  |
November 25, 2024