'ઓહ! અહીં પાણી ભરાઈ રહે છે. આ બાથરૂમની મોરીમાંથી પાણી જતું નથી. લાઈન ચોકઅપ છે.’ નાહીને બહાર નીકળ્યા બાદ મુકેશભાઈ ચિંતાતુર સ્વરે બોલ્યા. એમના કપાળ પર પડેલી કરચલીમાં વધારો થયો, જાડી ભમ્મરો વાંકીચૂંકી થઈ, ફાંદ ઊંચી-નીચી થઈ, હોળીની સવારે ગારોડિયાપરિવારમાં હૈયાહોળી પ્રગટી. એમના ત્રણ રૂમ-રસોડાના ઍપાર્ટમેન્ટમાં કંઈક ને કંઈક રિપેરિંગ ઊભું જ રહેતું.
‘ગીતા, પંપ આપ.’ એમણે ધર્મપત્નીને કહ્યું.
‘નથી..’ ગીતાબહેને રસોડામાંથી રાડ પાડી.
‘મંજુ પાસે હશે. લઈ આવું.' સાંભળી ગીતાબહેને વૉલ્યુમ વધારી લાંબી રાડ પાડીઃ ‘ના..’ ગૅસ પર ચડાવેલો દૂધપાક પડતો મૂકી એ રસોડા બહાર ધસી આવ્યાંઃ ‘સામેવાળી મંજુને ત્યાં તો તમે જતા જ નહીં.. એ પણ આમ ટુવાલભેર. તમને જોઈને ઈ લટુડાપટુડા કરે ને તમે પાછા ડોક નમાવી, નાક પરથી ચશ્માં સરકી પડે એ ચડાવ્યા વગર ફ્રેમ ઉપરથી ડોળા કાઢી જોયા કરો. ઈ ચિબાવલી મારા સુખી સંસારમાં પલીતો ચાંપવા વાટ જોઈને જ બેઠી છે. કાલે તો એનું થોબડું જ રંગી નાખું. મૌકા ભી હૈ ઔર દસ્તૂર ભી.’
‘હું લાવી આપું.’ શાંતિલાલભાઈએ શાંતિપૂર્વક કહ્યું અને ત્વરિત અમલ કર્યો.
‘મંજુ પંપ છે.’ સાંભળી મંજુ રંગ લગાવ્યા વગર લાલપીળી થઈ ગઈ. શાંતિભાઈની ભૂલ એટલી જ કે વાક્યની પાછળ પ્રશ્નાર્થને સ્થાને એમણે પૂર્ણવિરામ મૂકી દીધેલું.
‘વડીલ, તમે મને શું સમજો છો, હેં?’ મંજુને માંડ શાંત પાડી શાંતિભાઈએ આખી બીના સમજાવી.
‘લે મુકેશ, આ લે.’ એમણે પડોશણને ત્યાંથી પંપ લાવી આપ્યો.
મુકેશભાઈ એક હાથે ટુવાલ પકડી બીજા હાથે વૅક્યૂમ પંપથી પાણી ઉલેચવા માંડ્યા. ફાંદ ફરી હાલકડોલક થઈ: ‘નથી જતું.. ગીતા, મારાં ચશ્માં લાવી આપ.'
‘તમારા આ આપ ને તે આપ..માં મારો દૂધપાક ચોંટી ગયો. પીજો હવે દાઝેલો. બીજો નૈ બનાવું.’
ખરી રીતે તો સવારના પહોરમાં નખરાળી મંજુનું નામ સાંભળી ગીતાબહેન દાઝ્યાં હતાં.
આખા ઘરમાં પ્રસરેલી દુણાયેલા દૂધપાકની વાસથી અમિત અને આશી ઊઠીને બહાર આવ્યાં.
એમણે શાંતિભાઈને મોટેથી બોલતા સાંભળ્યાઃ ‘તું બે હાથે કાં ટુવાલ ઝાલી રાખ કાં બેઉ હાથે પંપ માર. આ રીતે તો એકેય કામ હરખું નૈ થાય.’
Bu hikaye Chitralekha Gujarati dergisinin March 13, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin March 13, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.