પાછલા દિવસોમાં અમેરિકાથી ત્રણ ચોંકાવનારા સમાચાર આવ્યા.
એકઃ નેવિલ (ટેનેસી)ની કૉન્વેન્ટ સ્કૂલમાં ગન ફાયરિંગ કરીને ત્રણ બાળક સહિત છ જણાને મારી નાખનારો આરોપી ૨૮ વર્ષી ઑડ્રી હેલ એક ટ્રાન્સજેન્ડર અથવા તૃતીયપંથી હોવાના અહેવાલથી અનેક ટ્રાન્સજેન્ડર્સે રૂઢિચુસ્તોના રોષનો સામનો કરવો પડ્યો.
બેઃ વિદ્યાર્થી શાળામાં હોય ત્યારે એના વાણી-વર્તનથી એ પોતાને કેવા જેન્ડર (જાતીયતા)થી ઓળખાવે છે એની માહિતી શિક્ષકા, શાળાસંચાલકોએ વાલીઓથી છુપાવવી એવો વિચિત્ર નિયમ અમેરિકાની પ૯૦૪ પબ્લિક સ્કૂલમાં લાગુ થયો, જેની સીધી અસર ૩૨ લાખથી વધુ બાળકોને થવાની છે. એટલું જ નહીં, પ્રેસિડન્ટ બાઈડન કેન્દ્ર સરકાર વતી આવા નિયમ મે મહિનાથી અમેરિકાભરમાં લાગુ પાડવા માગે છે.
ત્રણઃ ફ્લોરિડાની શાળાઓમાં સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન-જેન્ડર આઈડેન્ટિટી વિશેના શિક્ષણ પર અગાઉ મુકાયેલો પ્રતિબંધ હવે ત્રીજા ધોરણથી વધારીને બારમા ધોરણ સુધી લંબાવવાની તૈયારી થઈ રહી છે અર્થાત્ બાળકો સાથે લિંગ-જાતીયતા, વગેરે વિશે અભ્યાસક્રમ બહારની ચર્ચા નહીં કરી શકાય. બીજી તરફ, ટેનેસી રાજ્યની સરકારે સગીર બાળકોની જાતીયતા સંબંધી તબીબી ઉપાયો પર પ્રતિબંધ મૂક્યો છે. એટલે કે ૧૮ વર્ષથી નીચેના તરુણો પોતાના શરીર પર પ્યુબર્ટી બ્લોકર્સ કે હોર્મન સંબંધી મેડિકલ પ્રક્રિયા નહીં કરાવી શકે.
આ ત્રણે સમાચાર એ વાત પુરવાર કરે છે કે અમેરિકા જેવો વિકસિત દેશ ત્યાંની મોકળા મનની પ્રજા પણ નર-નારી સિવાયની જાતીયતાના મુદ્દા વિશે મૂંઝવણમાં છે ને અસંતુલિત વલણ ધરાવે છે. પોતાને સ્ત્રી કે પુરુષ નહીં, પણ સમલૈંગિક, ટ્રાન્સજેન્ડર કે અન્ય કોઈ જાતીયતાથી ઓળખવાતા લોકો સામે ક્યાં તો અધધધ પક્ષપાતની ભાવના છે અથવા તો એમના પ્રત્યે ભારોભાર તિરસ્કાર છે.
પાછલાં થોડાં વર્ષોથી નર-નારીથી જુદી ઓળખ આપતી વ્યક્તિઓને LGBTQIA+ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. એલ એટલે લેસ્બિયન, જી એટલે ગે, બી એટલે બાયસેક્સ્યુઅલ, ટી એટલે ટ્રાન્સજેન્ડર, ક્યૂ એટલે ક્વીર, આઈ એટલે ઈન્ટરસેક્સ, એ એટલે એ-સેક્સ્યુઅલ અને પ્લસ એટલે ઈતર. અરે, મિસ્ટર-મિસિસ સિવાયની ૮૪ કૅટેગરી હોવાનું કહે છે. હવે તો ભારતમાં પણ આ પ્રકારના લોકોએ સંગઠનો બનાવ્યાં છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin April 17, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin April 17, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.