નાલંદા વિદ્યાપીઠ કે મહાવિહારના અવશેષોથી વીસેક કિલોમીટર દૂર, રાજગીર પાસે અર્વાચીન નાલંદા યુનિવર્સિટીના કૅમ્પસનું ઉદ્ઘાટન થયું. ત્યાંથી આશરે ૧૬૦૦ કિ.મી. દૂર હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં એને સમાંતર બીજી ઘટનાએ પણ આકાર લીધો. ચીને ક્રૂરતાથી તિબેટ પચાવી પાડ્યું ત્યાર પછીથી ભારતમાં રહેતા વર્તમાન દલાઈ લામાને મળવા એક અમેરિકન પ્રતિનિધિ મંડળ આવેલું. એના થોડા દિવસ પહેલાં ચીન સાથેની લાંબી પ્રૉક્સિવૉરના ભાગરૂપે અમેરિકાએ એક ખરડો રજૂ કરીને તિબેટની સ્વતંત્રતા બાબતે પોતાનો મજબૂત મત વ્યક્ત કરેલો.
તિબેટમાં બૌદ્ધ ધર્મના પ્રસારમાં નાલંદા મહાવિહારની મહત્ત્વની ભૂમિકા રહી હતી. ઇતિહાસકાર સુકુમાર દત્તના ભારતીય બૌદ્ધ શ્રમણો અને મઠો વિશેના પુસ્તકમાંથી જાણવા મળે છે કે, સાતમી સદીમાં àન સાંગ જ્યારે નાલંદામાં નિવાસ કરતા હતા ત્યારે તિબેટના રાજા સોન્ગન્સેન ગામ્પોએ અમુક લોકોને નાલંદા મોકલેલા. એમાંનો એક, મંત્રી થોન્મી સંભોટા ત્યાંથી ધર્મ, ભાષા, ઇત્યાદિનો અભ્યાસ કરીને પાછો ફર્યો. રાજાએ પોતે બૌદ્ધ ધર્મ અંગીકાર કરીને એને તિબેટના રાજ્યધર્મ તરીકે સ્થાપિત કર્યો. આ થોન્મી સંભોટાએ સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાઓનાં વ્યાકરણ પરથી તિબેટની ભાષાની નવી લિપિ પણ વિકસાવી. બાદમાં તિબેટની દૃષ્ટિમાં નાલંદા એક ઉચ્ચ કોટિનો બૌદ્ધ વિહાર અને શિક્ષણનું ધામ બની ગયેલું. નાલંદાના જ વિદ્વાન શ્રમણો શાન્તરક્ષિત અને કમલશીલની સંગાથે તિબેટ ગયેલા અને પછીથી ગુરુ રિસ્પોચે નામે આદર પામેલા તાંત્રિક પદ્મસંભવે ત્યાં સૌથી પહેલો સામ્ય મઠ સ્થાપી, અવલોકિતેશ્વર સ્વરૂપે ઈશ્વરની પૂજા કરવાનું જણાવી અને ભવિષ્યની લામા પરંપરાના બીજ રોપીને બૌદ્ધ ધર્મનો પાયો મજબૂત કરેલો. વર્ષ ૧૩૫૧માં તિબેટમાં જ નાલંદા નામે એક મઠ પણ સ્થપાયેલો.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 06/07/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 06/07/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?
નીતિશ કુમારનું નેતૃત્વ બિહાર ભાજપની મજબૂરી
બિહારમાં જાતિવાદી સમીકરણો ચૂંટણીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે અને ત્યાંના પછાતવર્ગો ઉપર નીતિશ કુમારના પ્રભાવને નકારી શકાય તેમ નથી
પૈસો સારો કે ખરાબ?
નિર્ધન લોગોં કી બસ્તી મેં, ઘર-ઘર કલ યે ચર્ચા થા વો સબસે ધનવાન થા, જિસ કી જેબ મેં ખોટા સિક્કા થા.
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ