CATEGORIES
Kategorien
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.
આતા માઝી સટકલી...પણ શું કામ?
ગુસ્સામાં ઊંચા અવાજે બોલવાનું એટલું સહજ હોય છે કે આપણે ‘વગર વિચાર્યે’ જ એવું કરતા હોઈએ છીએ અને ક્યારેય એવો પ્રશ્ન પણ થતો નથી કે હું શાંત હોઉં છું ત્યારે તો નીચા અને હળવા અવાજે બોલું છું, પણ અશાંત થઈ જાઉં ત્યારે અવાજ કેમ ઊંચો થઈ જાય છે?
એક તસવીરકાર બને છે બ્રાન્ડ એમ્બેસેડર
ફોટોગ્રાફર ભાટી એન.: આવી ગંદકી ન કરો, તમારાં ગામ-શહેરને સ્વચ્છ રાખો.
ગામ યોજે છે એમની શોકસભા...
રતન ટાટાને મીઠાપુર-દ્વારકાના વતનીઓની અંજલિ.
ઈકો-સેન્સેટિવ બનતાં પહેલાં પ્રજા સેન્સેટિવ બનો...
ગીર રક્ષિત વિસ્તારના ઈકો સેન્સેટીવ ઝોને સામે પ્રજાનો વિરોધ
રતન ટાટાને ‘ભારત રત્ન’ આપવાનો અવસર આપણે ચૂકી ગયા!
ગરબા અટકાવી જેમના માનમાં મૌન પાળવામાં આવે એવી ચાહના મેળવનારા રતન ટાટા જેવા બીજા કેટલા?
ટુડોનો આવો તે કેવો ભારતદ્વેષ!
શીખ આગેવાનના ટેકે ચાલતી પોતાની સરકાર બચાવવા કેનેડાના વડા પ્રધાન એમના દેશમાં ચાલતાં ભારતવિરોધી કારનામાં ચલાવી લે. એટલું જ નહીં, આંતરિક રાજનીતિમાં ભારત સામે હસ્તક્ષેપનું આળ મૂકે અને ભારતીય અધિકારીઓ સામે બેફામ આક્ષેપો કરે એ કેવું? ભારતે પણ હવે જો કે ‘જેવા સાથે તેવા”ની નીતિ અપનાવી છે.
જસ્ટ, એક મિનિટ..
લાલબહાદુર શાસ્ત્રી એટલી પ્રામાણિક અને ઉમદા વ્યક્તિ હતા કે લાલચ એમને જરા પણ ડગાવી શકતી નહોતી.
ગાગરમાં સાગર ભરતાં અવતરણ
જુઓ ધ્યાન ખેંચાય સૌનું હવે ખરી વાત જો અવતરણમાં હશે.
જલસાઘર
બચ્ચન@૮૨
છોડા-છોડી પૈણું પૈણું કેમ કરતાં નથી?
આજના યુવાવર્ગનો લગ્નસંસ્થામાં રસ ઘટી રહ્યો છે એટલે જતેદહાડે આ વ્યવસ્થા જ નીકળી જશે.
તન કી શક્તિ... મન કી શક્તિ
કસરત એ શારીરિક અને માનસિક સ્વસ્થતા જાળવવાનો સૌથી સરળ અને સસ્તો રસ્તો છે.
આ ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગના ફાયદા જાણો છો?
ઘડિયાળના કાંટે જ ખાવાનું અને બાકીનો સમય પેટમાં કશું નહીં પધરાવવાનું... આ પ્રયોગ કરવા જેવો છે.
ઘડપણનું ઘર આવે તો જુવાનીએ શીદ પાછા વળવું?
ઉંમર સૌની વધવાની છે, વૃદ્ધાવસ્થા સૌની આવવાની છે, પણ એ આવશે અથવા આવી ગઈ એવા ભયના ઓથાર હેઠળ શું કામ જીવવું, ભલા?
બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવીએ...
ઉત્તર ગુજરાતના આ જિલ્લાને વ્યસનમુક્ત અને બાળકોને સંસ્કારયુક્ત બનાવવાની અનેરી ઝુંબેશ બે જૈન મુનિએ અઢી વર્ષથી આદરી છે. સ્થળનાં નામ બદલવાના શોખ સામે જિલ્લાની ઓળખ બદલવાનો કેવો છે આ પરમાર્થભર્યો પરિશ્રમ?
શતાયુ ‘કુમાર’ને અનોખી-ચિરંજીવ ખેત
એક સામયિક એકસો વર્ષ પૂરાં કરે અને એ સામયિકની શતાબ્દી-સફર દરમિયાનના વિશેષ લેખો અલગ રીતે ગ્રંથસ્થ થાય એ તો ‘સોને પે સુહાગા’ જેવું થયું કહેવાય. સુરતના ‘લાતીર્થ’ ટ્રસ્ટે ‘કુમાર’ સામયિકના શિલ્પ-સ્થાપત્ય-કળા-કસબ વિષયક અંકોનાં પાંચ પુસ્તક તૈયાર કર્યાં છે. કોઈ સામયિક પર આવા દળદાર ગ્રંથ પ્રકાશિત થાય એ ગુજરાતી પ્રજા ગર્વ લઈ શકે એવી વિરલ સાંસ્કૃતિક ઘટના છે.
કુમારઃ સદીને આંબતું સામયિક
એકસો વર્ષ પહેલાં ‘ઊગતી પ્રજાનું માસિક’ મુદ્રાવાક્ય સાથે શરૂ થયેલા ‘કુમાર’નું મુદ્રાચિત્ર હતું (અને છે)-એક હાથમાં લગામ, બીજા હાથમાં ભાલો ધારીને યુવાઊર્જાના પ્રતીક સમો થનગનતો ઘોડેસવાર. પ્રવેશાંકમાં આહવાન હતું કે ‘કુમાર-કુમારીમાંથી, જેઓ ઊછરતા લેખકો હશે એમને અમે યોગ્યતા પ્રમાણે સ્થાન આપીશું, કારણ કે અમારી ઈચ્છા છે કે આ માસિક વાંચનારાનાં હૃદયનું પ્રતિબિંબ બની રહે.’ યુવાવર્ગમાં સંસ્કારસિંચનના ઉદ્દેશથી શરૂ થયેલું આ માસિક કાળની થપાટ ખમતું, ત્રણેક વરસના અંતરાલને બાદ કરતાં અવિરત પ્રકાશિત થતું રહ્યું. રવિશંકર રાવળથી પ્રફુલ્લ રાવલના તંત્રીપદ હેઠળ ગુણવત્તાયુક્ત, વૈવિધ્યસભર વાંચનસામગ્રીથી ત્રણ-ચાર પેઢીને વિચારસમૃદ્ધ કરતું રહ્યું. કિશોર-કિશોરીનાં સંસ્કારસંવર્ધન અને ઘડતરમાં અનન્ય પ્રદાન ધરાવતા ‘કુમાર’ના જન્મની, ક્રમબદ્ધ વિકાસની તથા અનેક વિપરીતતા વચ્ચે લક્ષ્ય ટકાવી રાખવાના સંઘર્ષની કથા બડી રસપ્રદ છે.
ગૌપ્રવાસન વિકસે તો ગાય રસ્તે રઝળતી બંધ થશે...
આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. આપણે ગાયની પૂજા કરીએ છીએ અને ગાયમાં ૩૩ કરોડ દેવોનો વાસ હોવાનું માનીએ છીએ, પણ તો પછી સેંકડો-હજારો ગૌમાતા સડક પર રઝળે કેમ છે? આ મૂકજીવની અવદશા બદલવાનો શું છે રસ્તો?
જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો, કિસને જાના...
લુડો ગેમ જીવનના પાસા ભલે આપણા હાથમાં હોય, પણ એ આપણને શું બતાવશે એ આપણા હાથમાં નથી. નસીબનું બીજું કોઈ નામ આપવું હોય તો પાસા આપી શકાય. ગમે ત્યારે ગમે તે પાસા પડે અને આપણે એ પ્રમાણે રમવું પડે છે.
જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો, કિસને જાના...
લુડો ગેમ જીવનના પાસા ભલે આપણા હાથમાં હોય, પણ એ આપણને શું બતાવશે એ આપણા હાથમાં નથી. નસીબનું બીજું કોઈ નામ આપવું હોય તો પાસા આપી શકાય. ગમે ત્યારે ગમે તે પાસા પડે અને આપણે એ પ્રમાણે રમવું પડે છે.
સૌરાષ્ટ્રમાં આવે છે ત્રીજો લાયન સફારી પાર્ક
સાસણ નજીક દેવળિયા અને ધારી પાસે આંબરડીની જેમ રાજકોટમાં લાયન પાર્ક બન્યા પછી અહીં પણ સિંહદર્શનનો મોકો મળશે.
વિધાનસભા ચૂંટણીનાં પરિણામઃ ફિફ્ટી-ફિફ્ટી!
હરિયાણા અને જમ્મુ-કશ્મીર... દેશના રાજકારણમાં આમ તો બન્નેનું બહુ નાનું કદ. જો કે લોકસભામાં ભાજપને ધારી સફળતા ન મળી એ પછી આ બે વિધાનસભા ચૂંટણીનું મહત્ત્વ ખૂબ વધી ગયું હતું. અનેક પૂર્વધારણા ખોટી પાડી ભાજપે હરિયાણામાં તો ફરી સત્તા મેળવી છે, પરંતુ કશ્મીરમાં કમળ ખીલવવાની ભાજપની આશા ફળીભૂત થઈ નથી.